કચ્છ : લખપતમાં ખેતમજુર પર વિજળી પડતા ઘટના સ્થળે જ મોત
લખપત તાલુકામાં ગુરૂવારે બપોરે દોઢેક વાગ્યાના સમયમાં દયાપર, માતાના મઘ, મેઘપર સહિતનાંવિસ્તારમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ પડ્યો હતો
Trending Photos
દયાપર : લખપત તાલુકામાં ગુરૂવારે બપોરે દોઢેક વાગ્યાના સમયમાં દયાપર, માતાના મઘ, મેઘપર સહિતનાંવિસ્તારમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ પડ્યો હતો. જ્યારે કોટગઢની સીમના ખેતરમાં કામ કરનારા યુવક પર વિજળી પડતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદનાં કારણે અડધોથી એક ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ તોફાની વરસાદ દરમિયાન ખેત મજુરી કરી રહેલા એક વ્યક્તિ પર વિજળી પડતા તેનું મોત નિપજ્યું હતું.
સુરત : બંધ પડેલી ગાડીને પાછળથી ધક્કો મારી રહેલા વ્યક્તિ પર ડમ્પર ફરી વળતા મોત નિપજ્યું
લખપત તાલુકામાં બપોરે બપોર બાદ તોફાની વરસાદ ખાબક્યો હતો. કોટડામઢ ગામના 34 વર્ષીય હાસમ રાયમા નામના વ્યક્તિ ખેતરમાં કામ કરી રહ્યા હતા. ત્યારે ખેતરમાંવિજળી પડતા કાસમભાઇનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટના અંગે માહિતી મળતા પરિવાર દ્વારા તેમને દયાપર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવાયા હતા. જો કે ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા બાદ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરતા અકસ્માતે મોતની નોંધ કરીને બોડીને પોસ્ટ મોર્ટમ માટે મોકલી અપાયું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે