મહારાષ્ટ્ર પર નીતિન ગડકરીએ આપ્યું મોટું નિવેદન, કહ્યું- 'ક્રિકેટ અને રાજકારણમાં કઈ પણ શક્ય'
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલમાં મહત્વનું નિવેદન આપ્યું છે. ગુરુવારે મહારાષ્ટ્ર પહોંચેલા નીતિન ગડકરીએ કહ્યું કે ક્રિકેટ અને રાજકારણમાં કઈ પણ શક્ય છે. મહારાષ્ટ્રના રાજકારણમાં સારી એવી પકડ ધરાવતા દિગ્ગજ નેતાએ કહ્યું કે ક્યારેક તમને એમ લાગે કે તમે મેચ હારી રહ્યાં છો પરંતુ પરિણામ તેનાથી બિલકુલ વિપરિત આવે છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે હું હમણા જ દિલ્હીથી આવ્યો છું તો મને મહારાષ્ટ્રના રાજકારણની સંપૂર્ણ જાણકારી નથી.
Trending Photos
નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલમાં મહત્વનું નિવેદન આપ્યું છે. ગુરુવારે મહારાષ્ટ્ર પહોંચેલા નીતિન ગડકરીએ કહ્યું કે ક્રિકેટ અને રાજકારણમાં કઈ પણ શક્ય છે. મહારાષ્ટ્રના રાજકારણમાં સારી એવી પકડ ધરાવતા દિગ્ગજ નેતાએ કહ્યું કે ક્યારેક તમને એમ લાગે કે તમે મેચ હારી રહ્યાં છો પરંતુ પરિણામ તેનાથી બિલકુલ વિપરિત આવે છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે હું હમણા જ દિલ્હીથી આવ્યો છું તો મને મહારાષ્ટ્રના રાજકારણની સંપૂર્ણ જાણકારી નથી.
#WATCH "Anything can happen in cricket and politics. Sometimes you feel you are losing the match, but the result is exactly the opposite. Also, I have just arrived from Delhi, I don't know the detailed politics of Maharashtra,"Union Min Nitin Gadkari on Maharashtra govt formation pic.twitter.com/JB6cfeMRok
— ANI (@ANI) November 14, 2019
કેન્દ્રીય મંત્રીને જ્યારે પૂછવામાં આવ્યું કે જો મહારાષ્ટ્રમાં ભાજપ વગરની સરકાર બને તો મુંબઈમાં ચાલી રહેલા પ્રોજેક્ટનું શું થશે. તેના જવાબમાં તેમણે કહ્યું કે સરકાર બદલાય છે પરંતુ પ્રોજેક્ટ ચાલુ રહે છે. મને તેનાથી કોઈ સમસ્યા નથી. સરકાર કોઈ પણ બને પરંતુ અમે સકારાત્મક નીતિઓનું સમર્થન કરીશું. અત્રે જણાવવાનું કે હાલમાં જ થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાના ગઠબંધનને બહુમત મળ્યું છે પરંતુ અઢી અઢી વર્ષ મુખ્યમંત્રી પદના ફોર્મ્યુલાએ બાજી બગાડી અને ગઠબંધન તૂટી ગયું. હવે શિવસેના કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર બનાવવામાં વ્યસ્ત છે.
આજે જ શિવસેના, કોંગ્રેસ અને એનસીપીમાં આખરે સહમતિ બનતી જોવા મળી રહી છે. ત્રણેય પાર્ટીઓએ ગુરુવારે સરકાર માટે ન્યૂનતમ લઘુત્તમ કાર્યક્રમ પર મુંબઈમાં એક બેઠક યોજીને ચર્ચા કરી. આ બેઠકમાં કોંગ્રેસના નેતા પૃશ્વીરાજ ચૌહાણ, એનસીપી નેતા છગન ભૂજબળ અને શિવસેના નેતા એકનાથ શિંદે શામેલ થયા. આ બેઠકમાં કોમન મિનિમમ પ્રોગ્રામ તૈયાર કરવા માટે એક કમિટી બનાવવામાં આવી. કમિટીમાં શિવસેના, NCP અને કોંગ્રેસના 5-5 સભ્યો રાખવામાં આવ્યાં છે.
જુઓ LIVE TV
આ બેઠક અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિધાનસભામાં વિપક્ષના નેતા રહી ચૂકેલા વિજય વડટ્ટીવારે જણાવ્યું કે બેઠકમાં ત્રણેય પાર્ટીઓના નેતાઓએ ન્યૂનતમ લઘુત્તમ કાર્યક્રમનો ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે. એવા અહેવાલ છે કે આ ડ્રાફ્ટને સોનિયા ગાંધી, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે પાસે મોકલવામાં આવ્યો છે. વડેટ્ટીવારે કહ્યું કે તેમના નેતા સોનિયા ગાંધીની મંજૂરી મળતા જ રાજ્યમાં શિવસેનાના નેતૃત્વમાં એનસીપી અને કોંગ્રેસ જોઈન્ટ સરકારનો ભાગ હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે