બે માંનું બિરુદ મેળવનાર મામાએ 7 વર્ષની ભાણી પર જ દુષ્કર્મ ગુજાર્યું...

ગુજરાતમાં એક પછી એક સંબંધોને લાંછન લગાવતા કિસ્સાઓ એક પછી એક બહાર આવી રહ્યા છે. સંબંધમાં મામાને માં કરતા પણ બમણું સ્થાન આપવામાં આવ્યું છે. કહેવત છે કે 2 માં બરોબર એક મામા. જો કે દાહોદમાં મામાએ આ બિરુદને લજવ્યું છે. મામા શકુની સમાન લંપટે પોતાની 7 વર્ષની નાનકડી ભાણી પર જ નજર બગાડીને તેના પર દુષ્કર્મ આચર્યું છે અને ત્યાર બાદ તેની હત્યા કરી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. 
બે માંનું બિરુદ મેળવનાર મામાએ 7 વર્ષની ભાણી પર જ દુષ્કર્મ ગુજાર્યું...

દાહોદ : ગુજરાતમાં એક પછી એક સંબંધોને લાંછન લગાવતા કિસ્સાઓ એક પછી એક બહાર આવી રહ્યા છે. સંબંધમાં મામાને માં કરતા પણ બમણું સ્થાન આપવામાં આવ્યું છે. કહેવત છે કે 2 માં બરોબર એક મામા. જો કે દાહોદમાં મામાએ આ બિરુદને લજવ્યું છે. મામા શકુની સમાન લંપટે પોતાની 7 વર્ષની નાનકડી ભાણી પર જ નજર બગાડીને તેના પર દુષ્કર્મ આચર્યું છે અને ત્યાર બાદ તેની હત્યા કરી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. 

દાહોદનાં ગરબાડામાં દુષ્કર્મ અને હત્યાની ઘટના સામે આવી છે. જેમાં 7 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કરી દીધી હતી. 7 વર્ષીય બાળકીનાં કૌટુમ્બીક મામાએ ગરબાડા નજીક નળવાઇ ખાતે બાળકી પર નજીકની ઝાડીઓમાં દુષ્કર્મ આચર્યું હતું. નરાધમ મામો આટલે જ નહોતો અટક્યો અને પોતાની ભાણીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ઘટના અંગે જાણ થતા એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આરોપીની અટકાયત કરીને પુછપરછ આદરી છે. જ્યારે શંકાસ્પદ યુવક હત્યાનાં ગુનામાં થોડા સમય પહેલા જ જામીન પર છુટ્યો હતો. જેથી આદતી ગુનેગાર હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ લાગી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news