માલધારી સમાજ ગાંધીનગરને ઘેરશે, ગાય નહી તો મત્ત પણ નહીં ના સૂત્ર સાથે સરકારને ઘેરવામાં આવશે

ગુજરાત વિધાનસભામાં શહેરમાં રખડતા ઢોર નિયંત્રણ વિધેયક 2022 સરકારે બહુમતીના જોરે પસાર કરાવ્યું છે. આ કાયદો અમલમાં આવતા શહેરોમાં રહેતા માલધારી-રબારી અને પશુપાલકોને ગાય ભેંસ રાખવા માટે લાયસન્સ લેવું પડશે. જો લાયસન્સ નહી હોય તો FIR પણ થશે અને આકરો દંડ પણ ફટકારવામાં આવી શકે. હાલ આ વિધેયક કાયદો બની ચુક્યો છે. જેના પગલે માલધારી સમાજમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે. ઉગ્ર આંદોલનના મંડાણ થાય તેવી શક્યતા છે. 

માલધારી સમાજ ગાંધીનગરને ઘેરશે, ગાય નહી તો મત્ત પણ નહીં ના સૂત્ર સાથે સરકારને ઘેરવામાં આવશે

અમદાવાદ : ગુજરાત વિધાનસભામાં શહેરમાં રખડતા ઢોર નિયંત્રણ વિધેયક 2022 સરકારે બહુમતીના જોરે પસાર કરાવ્યું છે. આ કાયદો અમલમાં આવતા શહેરોમાં રહેતા માલધારી-રબારી અને પશુપાલકોને ગાય ભેંસ રાખવા માટે લાયસન્સ લેવું પડશે. જો લાયસન્સ નહી હોય તો FIR પણ થશે અને આકરો દંડ પણ ફટકારવામાં આવી શકે. હાલ આ વિધેયક કાયદો બની ચુક્યો છે. જેના પગલે માલધારી સમાજમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે. ઉગ્ર આંદોલનના મંડાણ થાય તેવી શક્યતા છે. 

માલધારીઓની માંગણી છે કે, સરકાર નવો કાયદો લાવે તે પહેલા પશુઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી ખુબ જ જરૂરી છે. રાજ્યમાં 2303 ગામમાં એક પણ ગૌચર જમીન જ નથી. જ્યારે 9029 ગામમાં લઘુત્તમ કરતા પણ ખુબ જ ઓછુ ગોચર છે. આ અંગે માલધારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માલધારી સમાજ દ્વારા આગામી દિવસોમાં ખુબ જ વિશાળ આંદોલનની તૈયારીઓ આરંભી દીધી છે. ટુંક જ સમયમાં સંત સમાજ સાથે પણ ચર્ચા કરીને ગાંધીનગરમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. 

અત્રે નોંધનીય છે કે, સમગ્ર ગુજરાતના 3 લાખથી પણ વધારે માલધારી સમાજના લોકો ગાંધીનગરમાં એકત્ર થશે. સમગ્ર ગાંધીનગરને અને સરકારને બાનમાં લેવામાં આવશે. સરકાર પાસે વૈકલ્પિક જમીનની માંગણી કરવામાં આવશે. જો સરકાર નહી માને તો પછી આગામી વિધાનસભા ચૂંટણીમાં સરકારને દેખાડી દેવામાં આવશે કે માલધારી સમાજ શું છે અને તેની તાકાત શું છે. જો ગાય નહી તો મત્ત પણ નહી તેવા સુત્ર સાથે હવે માલધારી સમાજે સરકાર સામે બાંયો ચઢાવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news