અમરેલીઃ માલધારીએ સિંહણ પર કર્યો હુમલો, કુહાડીના ઘા ઝીંકી કરાઈ ઈજાગ્રસ્ત

 અમરેલીઃ માલધારીએ સિંહણ પર કર્યો હુમલો, કુહાડીના ઘા ઝીંકી કરાઈ ઈજાગ્રસ્ત

અમરેલીઃ જિલ્લાના ખાંભાના ખડાધાર ગામે સિંહણ પર હુમલો કરવાની ઘટના બની છે. ઘટનાની મળેલી વિગતો અનુસાર એક માલધારી ઢોર ચરાવવા માટે જંગલ વિસ્તારમાં ગયો ગતો. ત્યારે અહીં સિંહણ શિકાર માટે આવી હતી. આ દરમિયાન બકરાને બચાવવા જતા માલધારીએ સિંહણ પર હુમલો કરી દીધો હતો. માલધારીએ સિંહણને કુહાડીના ઘા મારતા તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ ઘટનાની જાણ વનવિભાગને થતા સિંગણને રેસ્ક્યૂ કરીને સારવાર માટે ધારીના સફારીપાર્ક ખસેડવામાં આવી છે. તો બીજીતરફ વનવિભાગે સિંહણ પર હુમલો કરનાર માલધારીને શોધવાની કાર્યવાહી શરૂ કરી છે. 

વનવિભાગના DFOએ આ ઘટનાની ખાતરી કરતા કહ્યું કે, સિંહણ પર કુહાડીથી હુમલો કરવામાં આવ્યો છે. સિંહણના શરીર પર ત્રણ જેટલા ઘા દેખાઈ આવે છે. જોકે, સિંહણ હવે ભયમુક્ત છે, તેની સારવાર ધારીના સફારીપાર્કમાં ચાલી રહી છે. તે સ્વસ્થ્ય જણાશે એટલે ફરી જંગલમાં છોડી દેવામાં આવશે. તેમણે જણાવ્યું કે, કયા માલધારી દ્વારા સિંહણ પર હુમલો કરવામાં આવ્યો તેની તપાસ માટે ટીમ ખડાધાર ગામ મોકલવામાં આવી છે, જેને પણ સિંહણ પર હુમલો કર્યો છે, તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

હાલમાં જ સિંહનો રહેણાક વિસ્તાર ચર્ચામાં છે. એક બાદ એક 23 સિંહોના મોત બાદ સરકાર અને વનવિભાગ પણ પણ સવાલો ઉઠી રહ્યાં હતા. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news