મહિસાગરમાં જાવા મળ્યા બાળ વાઘના પગલા, વન વિભાગે હાથ ધર્યું સર્ચ ઓપરેશન
થોડા દિવસો પહેલા લુણાવાડા તાલુકાના કંતાર પાસેના જંગલ વિસ્તરમાંથી વાઘનો મૃતદેહ મળી આવ્યો હતો અને તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જેને લઇ પર્યાવરણ પ્રેમીઓ હતાશ થઇ ગયા હતા. પરંતુ બાળ વાઘના પગલાં જોવા મળ્યા હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે.
Trending Photos
મહિસાગર: વર્ષો બાદ ગુજરાતમાં વાઘ દેખાતા રાજ્યના પર્યાવરણ પ્રેમીઓમાં ખુશીની લાગણીઓ છવાઇ ગઇ હતી. જોકે, થોડા દિવસો પહેલા લુણાવાડા તાલુકાના કંતાર પાસેના જંગલ વિસ્તરમાંથી વાઘનો મૃતદેહ મળી આવ્યો હતો અને તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જેને લઇ પર્યાવરણ પ્રેમીઓ હતાશ થઇ ગયા હતા. પરંતુ બાળ વાઘના પગલાં જોવા મળ્યા હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે.
મહિસાગરના ગઢ જંગલની નજીક જોગમાયા હોટલ પાસે બાળ વાઘના પગલા જોવા મળ્યા હોવાનો સ્થાનિકો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે સ્થાનિક વનવિભાગ દ્વારા કોઇ મજબૂત પુરાવા વગર વાઘ હોવાની પુષ્ટિ ન કરવાની વાત કરી છે. ત્યારે સ્થાનિક લોકોની રજૂઆતના પગલે વનવિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
વન વિભાગના આ ઓપરેશનમાં 1 સ્થાનિક તેમજ બે વન કર્મચારી સહિત 20 ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ ઓપરેશનમાં ખાનપુર બાલાસિનોર તેમજ લુણાવાડા વન વિભાગના કર્મચારીઓ જોડાશે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ વર્ષો પછી ગુજરાતમાં વાઘ જોવા મળ્યો હતો. પરંતુ વનવિભાગની બેદરકારીના પગલે આ વાઘનો કંતાર પાસેના જંગલમાંથી મૃતદેહ મળ્યો હતો અને તેના અંતમ સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે