મહાઠગની મુશ્કેલી વધી! કિરણ પટેલની વધુ એક કેસમાં ટ્રાન્સફર વોરંટથી ધરપકડ, જાણો શું છે કેસ?

મોરબીના એક વેપારીને GPCBના લાઇસન્સ કઢાવાના બહાને લાખો રૂપિયા પડાવ્યાના આરોપસર સોલા હાઇકોર્ટે પોલીસ સ્ટેશનમાં કિરણ પટેલ અને પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી.

મહાઠગની મુશ્કેલી વધી! કિરણ પટેલની વધુ એક કેસમાં ટ્રાન્સફર વોરંટથી ધરપકડ, જાણો શું છે કેસ?

મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદના મહાઠગ કિરણ પટેલને જમ્મુ કાશ્મીરની જેલ માંથી વધુ એક વખત ટ્રાન્સફર વોરંટ આધારે ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી અમદાવાદ લાવી છે. આ વખતે મોરબીના એક વેપારીને GPCBના લાઇસન્સ કઢાવાના બહાને લાખો રૂપિયા પડાવ્યાના આરોપસર સોલા હાઇકોર્ટે પોલીસ સ્ટેશનમાં કિરણ પટેલ અને પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. મહ્ત્વનુ છે કે કિરણ પટેલ વિરુદ્ધ અત્યાર સુધી અમદાવાદમાં આ ચોથી ફરિયાદ નોંધાઇ છે.

પોલીસ કસ્ટડીમાં ઉભો આ મહાઠગ કિરણ પટેલ સામે વધુ એક ફરિયાદને પગલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી મહાઠગ કિરણ પટેલ ક્યારેક PMO ઓફિસરની ઓળખ આપતો તો ક્યારેક સરકારી અધિકારીની ઓળખ આપી છેતરપીંડી કરતો. અગાઉ પણ કિરણ પટેલ વિરુદ્ધ ત્રણેક છેતરપીંડીની ફરિયાદ નોંધાઇ ચુકી. અને કોર્ટે આરોપીના જામીન પણ ના મજૂર કર્યા હતા. ત્યારે હવે ચોથી ફરિયાદમાં આરોપી કિરણ પટેલની સોલના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. કિરણ પટેલ વિરુદ્ધ નોંધાયેલી અમદાવાદની તમામ ફરિયાદોની તપાસ હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સંભાળી રહ્યું છે ત્યારે જમ્મુ કાશ્મીરની જેલમાંથી ક્રાઇક બ્રાન્ચે કસ્ટડી મેળવી આજે અમદાવાદ પોહચ્યા હતા.

આરોપી મહાઠગ કિરણ પટેલે આચારેલી છેતરપીંડીની વાત કરીએ તો સોલામાં નોંધાયેલી ફરિયાદની હકીકત મુજ વર્ષ 2017માં મોરબીના વેપારી ભરત પટેલ અને કિરણ પટેલના સંપર્કમાં આવ્યા હતા.તે વખતે કિરણ પટેલે પોતાની ઓળખ ક્લાસ વન ઓફિસર હોવાની અને સરકારમાં પોતાનું સારું એવું વર્ચસ્વ હોવાનું જણાવ્યુ હતું. તે સમયે વેપારી ભરતભાઈ પટેલને બીજોટીક લાઈફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ નામથી કંપની ચાલુ કરવાની હોવાથી તેના લાયસન્સનું પ્રોસેસિંગ GPCB બોર્ડ ખાતે કરવાનું હોય, જેથી લાયસન્સ જલ્દી આવી જાય તે માટે કિરણ પટેલ સાથે વાતચીત કરી હતી.

જે ખર્ચ પેટે 40 થી 45 લાખ રૂપિયા થશે તેવી ઠગ કિરણ વાત કરી હતી.જેના બગલે 42 લાખ રૂપિયા વેપારી પાસે પડાવી લાઇસન્સ પરત ના આપી માત્ર 11.75 લાખ જ પરત કર્યા. જોકે લાંબો સમય સુધી રકમ પરત ન કરતા વેપારીએ આખરે મહાઠગ સામે છેતરપિંડીની સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આરોપી મહાઠગ કિરણ પટેલને હાલ તો ટ્રાન્જીકટ રીમાન્ડ પર છે. ત્યારે વધુ પૂછપરછ કરવા આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચ આ કેસમાં 7 દિવસના રિમાન્ડની ક્રાઇમ બ્રાંચ માગણી કરી શકે છે. મહત્વનું છે કે પોલીસને કિરણ પટેલના બેન્ક એકાઉન્ટમાંથી માત્ર 1500 થી 2 હજાર રૂપિયા બેલેન્સ મળી આવ્યું હતું .ત્યારે સવાલ એ થાય કે અત્યાર સુધીમાં છેતરપીંડી કરી કરોડો રૂપિયા પડાવ્યા તે ક્યાં રોક્યા હોઈ શકે તે અંગે ક્રાઇમ બ્રાંચે ઠગ કિરણ પટેલની વધુ પૂછપરછ શરૂ કરી તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news