વલસાડ : હડતાળ શરૂ થતા જ મુસાફરોને બસમાંથી અધવચ્ચે ઉતાર્યા, મહારાષ્ટ્રના મુસાફરો અટવાયા

 સમગ્ર રાજ્ય સહિત વલસાડ એસટી બસના કર્મચારીઓ મધરાતથી હડતાળ ઉતરતા રાજ્યભરના મુસાફરો અટવાયા છે, જેને લઈને રાતથી જ બેગ લઈને ઘરથી નીકળેલા મુસાફરો ક્યાં જાય અને ક્યાં ના જાયની પરિસ્થિતિ ઉદભવી છે. 

વલસાડ : હડતાળ શરૂ થતા જ મુસાફરોને બસમાંથી અધવચ્ચે ઉતાર્યા, મહારાષ્ટ્રના મુસાફરો અટવાયા

જય પટેલ/વલસાડ : સમગ્ર રાજ્ય સહિત વલસાડ એસટી બસના કર્મચારીઓ મધરાતથી હડતાળ ઉતરતા રાજ્યભરના મુસાફરો અટવાયા છે, જેને લઈને રાતથી જ બેગ લઈને ઘરથી નીકળેલા મુસાફરો ક્યાં જાય અને ક્યાં ના જાયની પરિસ્થિતિ ઉદભવી છે. આ હડતાળની અસર અન્ય રાજ્યોના મુસાફરોને પણ થઈ રહી છે. ખાસ કરીને મહારાષ્ટ્રના મુસાફરોને. ત્યારે વલસાડ ખાતે મહારાષ્ટ્રની બસોને પણ અટકાવી દેવાતા મહારાષ્ટ્રના મુસાફરો પણ વલસાડ ખાતે અટવાયા હતા.

ValsadST.jpg

ગુજરાત એસટી નિગમની વિવિધ પડતર માંગણીઓના મુદ્દે એસટી યુનિયન દ્વારા હડતાળ પાડવાનું એલાન કરવામાં આવ્યું હતું. જેને લઈને એસટી નિગમના કર્મચારીઓ દ્વારા મધરાતથી હડતાળ શરુ કરતા મુસાફરો અટવાયા છે. વલસાડ એસટી નિગમના 400 જેટલી બસોના કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે. જેમાં 2300 જેટલા કર્મચારીઓ હડતાળમાં જોડાતા એસટી નિગમનો વહીવટ ખોરવાયો છે. ત્યારે હડતાળને કારણે અધવચ્ચે મુસાફરોને ઉતારી દેવામાં આવતા લોકો એસટી નિગમ વિરુદ્ધ રોષ ઠાલવ્યો હતો. પરિવારો સાથે આવેલ લોકોએ પણ ‘ક્યાં જવું અને ક્યાંના જવું’ની પરિસ્થિતિ નો સામનો કરવો પડી રહ્યો છે. આવા સમયે વલસાડ ખાતે રાત્રે 1.30 કલાકે નાસિકથી આવેલ મહારાષ્ટ્રની બસને અટકાવી દેવાતા તમામ મુસાફરોએ વલસાડ એસટી બસ સ્ટેશન પર ઉતરી જવાનો વારો આવ્યો હતો. ખાસ મહિલાઓની પરોસ્થિતિ કફોડી બની હતી.

આ હડતાળને કારણે મહારાષ્ટ્રના મુસાફરોને અસર થતા તેમણે પણ રોષ ઠાલવ્યો હતો. અન્ય રાજ્યમાંથી આવેલા મુસાફરોને મધરાત્રે બીજી વ્યવસ્થા કરવા દોડવું પડ્યું હતું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news