બે દિવસના પ્રવાસે દ.કોરિયા પહોંચ્યા પીએમ મોદી, 'ભારત માતા કી જય'થી થયું સ્વાગત 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના પ્રવાસે દક્ષિણ કોરિયા પહોંચ્યા છે. દક્ષિણ કોરિયામાં હોટલમાં તેમનું સ્વાગત ભારતીય સમુદાયે કર્યું. આ દરમિયાન વંદે માતરમ અને ભારત માતાની જયના નારા પણ લાગ્યાં. આ સાથે જ હોટલમાં હર હર મહાદેવનો જયઘોષ પણ ગૂંજ્યો. બુધવારે મોડી રીતે રવાના થતા અગાઉ વડાપ્રધાને દક્ષિણ કોરિયાને મૂલ્યવાન મિત્ર અને મેક ઈન ઈન્ડિયા, સ્વચ્છ ભારત, સ્ટાર્ટ અપ ઈન્ડિયા જેવા કાર્યક્રમોમાં ખાસ વ્યૂહાત્મક ભાગીદાર ગણાવ્યાં હતાં. 
બે દિવસના પ્રવાસે દ.કોરિયા પહોંચ્યા પીએમ મોદી, 'ભારત માતા કી જય'થી થયું સ્વાગત 

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના પ્રવાસે દક્ષિણ કોરિયા પહોંચ્યા છે. દક્ષિણ કોરિયામાં હોટલમાં તેમનું સ્વાગત ભારતીય સમુદાયે કર્યું. આ દરમિયાન વંદે માતરમ અને ભારત માતાની જયના નારા પણ લાગ્યાં. આ સાથે જ હોટલમાં હર હર મહાદેવનો જયઘોષ પણ ગૂંજ્યો. બુધવારે મોડી રીતે રવાના થતા અગાઉ વડાપ્રધાને દક્ષિણ કોરિયાને મૂલ્યવાન મિત્ર અને મેક ઈન ઈન્ડિયા, સ્વચ્છ ભારત, સ્ટાર્ટ અપ ઈન્ડિયા જેવા કાર્યક્રમોમાં ખાસ વ્યૂહાત્મક ભાગીદાર ગણાવ્યાં હતાં. 

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે કહ્યું કે આ પ્રવાસથી દક્ષિણ કોરિયાની સાથે ભારતની  ખાસ કરીને વ્યૂહાત્મક ભાગીદારી મજબુત થશે અને લુક ઈસ્ટ નીતિમાં નવા અધ્યાય જોડાશે. 

કુમારે ટ્વિટ કરીને કહ્યું કે ઉચ્ચસ્તરીય આદાન પ્રદાનની ગતિને યથાવત રાખતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રિપબ્લિક ઓફ કોરિયાના બે દિવસના અધિકૃત પ્રવાસે સિયોલ જવા રવાના. રવાના થતા પહેલા વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે હું બુધવારે સાંજે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઈનના નિમંત્રણ પર દક્ષિણ કોરિયા માટે રવાના થઈશ. અમે દક્ષિણ કોરિયાને એક મૂલ્યવાન મિત્ર ગણીએ છીએ. જેની સાથે અમારી ખાસ વ્યૂહાત્મક ભાગીદારી છે. આ પ્રવાસથી દ્વિપક્ષીય સહયોગને પ્રોત્સાહન મળશે. 

— ANI (@ANI) February 21, 2019

તેમણે કહ્યું કે લોકતંત્રના સાથી તરીકે ભારત અને દક્ષિણ કોરિયાએ જોઈન્ટ મૂલ્ય અને વિશ્વ શાંતિ માટે એક દ્રષ્ટિકોણ શેર કર્યો છે. બજાર અર્થવ્યવસ્થાના સાથી  તરીકે અમારી જરૂરિયાતો અને તાકાત એકબીજાની પૂરક છે. દક્ષિણ કોરિયા મેક ઈન ઈન્ડિયા, સ્વચ્છ ભારત અને સ્ટાર્ટ અપ ઈન્ડિયાનો મહત્વપૂર્ણ ભાગીદાર છે. આ મુસાફરી દરમિયાન વડાપ્રધાન દક્ષિણ  કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઈન સાથે વ્યૂહાત્મક મુદ્દાઓ સહિત દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પરિમાણો પર ચર્ચા કરશે. ત્યાં તેમને શાંતિ સન્માન પણ આપવામાં આવશે. 

વિદેશ મંત્રાલયે પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 ફેબ્રુઆરીના રોજ સિયોલ પહોંચશે. આ અવસરે તેઓ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પરિમાણો થા હાલના ઘટનાક્રમ પર વિચાર વિમર્શ કરશે. પીએમ મોદીને શાંતિ સન્માન પણ અપાશે. આ અંગેના સમારોહનું આયોજન સિયોલ શાંતિ સન્માન સાંસ્કૃતિક ફાઉન્ડેશન દ્વારા 22 ફેબ્રુઆરીના રોજ થયું છે. જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર મોદીના યોગદાનને માન્યતા પ્રદાન કરવા અંગે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news