DCP કે પાસ જાવ કે ફરિયાદ કરો પૈસૈ નહિ દીયે તો ગોલી ખાવ: કુખ્યાત શિવા મહાલિંગમની ધમકી
સામાન્ય રીતે પોલીસ ફરિયાદ બાદ ફરિયાદીની મુશ્કેલીમાં ઘટાડો થતો હોય છે. પણ અમદાવાદના જુહાપુરાના બિલ્ડરે કુખ્યાત ગુનેગાર શિવા મહાલિંગમ પર ફરિયાદ બાદ મુશ્કેલીમાં વધારો થયો છે. શું મુશ્કેલીમાં વધારો થયો છે. બિલ્ડરે પોલીસ ફરિયાદ કર્યા બાદ બિલ્ડર પાસે માગવામાં આવેલી રકમને ત્રણ ગણી વધારીને 50 લાખ રૂપિયાથી 2 કરોડ કરી દીધી છે.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: સામાન્ય રીતે પોલીસ ફરિયાદ બાદ ફરિયાદીની મુશ્કેલીમાં ઘટાડો થતો હોય છે. પણ અમદાવાદના જુહાપુરાના બિલ્ડરે કુખ્યાત ગુનેગાર શિવા મહાલિંગમ પર ફરિયાદ બાદ મુશ્કેલીમાં વધારો થયો છે. શું મુશ્કેલીમાં વધારો થયો છે. બિલ્ડરે પોલીસ ફરિયાદ કર્યા બાદ બિલ્ડર પાસે માગવામાં આવેલી રકમને ત્રણ ગણી વધારીને 50 લાખ રૂપિયાથી 2 કરોડ કરી દીધી છે.
અમદાવાદના જુહાપુરા વિસ્તારના બિલ્ડર ઇસ્માઇલ શેખ ઉર્ફે સજ્જો ને એક માસ અગાઉ આરોપી શિવા મહાલિંગમએ ફોન કરી 50 લાખની ખંડણી માંગી હતી. આરોપી શિવાએ બિલ્ડરનેએ પણ ધમકી આપી હતી જો 50 લાખની ખંડણી નહિ આપે તો તેને અને તેના પરિવારને ગોળી મારી દેશે. ત્યાર બાદ ફરિયાદીએ વેજલપુર પોલીસનો આશરો લીધો અને શિવા મહાલિંગમ સામે ફરિયાદ નોંધાવી હતી.
રથયાત્રા માટે અમદાવાદ પોલીસ સુરક્ષા માટે સજ્જ, 30 હોટલ માલિકો પર કેસ
ફરિયાદી બિલ્ડરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ તાપસમાં લાગી પણ શિવા મહાલિંગમ હજુ સુધી પકડાયો નથી. એક અઠવાડિયા પહેલા શિવા મહાલિંમગનો ફરિયાદી બિંલ્ડર ઇસ્માઇલ શેખ પર ફરી ફોન આવ્યો જેમાં શિવા મહાલિંગમએ કહ્યું ફરિયાદ કરી છે એટલે હવે 2 કરોડની ખંડણી આપવાની રહેશે અને કોઈ પણ પોલીસ અધિકારી પાસે જઇશ તો પણ પૈસા તો આપવા જ પડશે તેવી ધમકી શિવાએ આપી હતી.
ઉત્તરવહી કૌભાંડ: વિધાર્થી નેતાઓની કડક કાર્યવાહીની માગ, આંદોલનની આપી ચીમકી
ઓડિયો ક્લિપિંગ નો સવાંદ
- શિવાઃ અસલામ વાલીકુમ સજ્જુ
- ભોગ બનનારઃ કોણ
- શિવાઃ શિવાભાઇ બોલતા હું
- ભોગ બનનારઃ હા બોલો
- શિવાઃ ક્યા હુઆ કલ કા વાયદા હૈ કલ કરના હૈ કી ફિર નાટક કરના હે
- ભોગ બનનારઃ ભાઇ સે બાત હુઇ હે ના
- શિવાઃ હા ભાઇ સે બાત હુઇ હે , કલ લે લેને કા બોલા હૈ
- ભોગ બનનારઃ હા પર મેરે કો કુછ બોલા નહિ હૈ
- શિવાઃ કલકા બોલા હૈ, કલ શામ યા દોપહર તક પહુંચાયેગા એસા બોલા હૈ, દેખતે હૈ અબ, દાવ તો નહિ કરના હૈ ના
- ભોગ બનનારઃ અભી રમજાન ચલતા હૈ મેનેજ કરતા હું
- શિવાઃ કલ કા ભાઇને બોલા થા પર તુમ ક્યા બોલતે હો
- ભોગ બનનારઃ સોમવાર કો પેમેન્ટ દેના હે એસા બોલા થા
- શિવાઃ કલ કી રાહ દેખુંગા, બાકી નહિ દેખુંગા
- શિવાઃ દોનો કા ખરાબ હોગા, ફિર મજા નહિ આયેગી, બાકી ફીર ચલો અલ્લા હાફિઝ
- ભોગ બનનારઃ હેલ્લો.....હેલ્લો....ફોન કપાઇ ગયો
ખંડણીખોર દ્વારા ફરીવાર ફોન કરવામાં આવે છે.
- શિવા : તુમ દીપન ભદ્રન સાહબ કે પાસ જાવ, રોજીયા સાહબ કે પાસ જાવ કિસી કે પાસ ભી જાવ મુજે કોઈ ફર્ક નહિ પડતા ઓર મુજે માલુમ નહિ તુમે કોઈ નહિ બચા સકેગા તુમે પૈસે દેના હી હૈ
- ફરિયાદી : અચ્છા
- શિવા : લેને દેને કે બાત છોડો મેં બોહત કુછ લેના દેના પડેગા આપકો મેં કોઈ શાકભાજી બેચને વાલા નહિ તુમ કિસી કી ભલામણ કરોગે ઓર મેં ડર જૌઉંગા તુમારી સલામતી ઈસમે હૈ
- શિવા : તુમને મેરેપે ફરિયાદ કી , તુમ લોગો કો મેં લાસ્ટ બાર બોલ રહા હું તુમ મુસલમાન હો તો બાત કર રહા હું કોઈ હિન્દૂ હોતા તો કબ કી ગોલી મારદી હોતી
- ફરિયાદી : કિસકો મીલના હૈ
- શિવા : અયુબ ભાઈ કો મિલ ના તુમ
- ફરિયાદી : વો તો સલીમ ભાઈ કા પાર્ટનર હૈ ના
- શિવા : મેં કિસી કી ભી ભલામણ નહિ ચાલાઉંગા
- અયુબ રાયખડ : સજ્જુને પુલીસ વાલોકો કિતને પૈસે દીયે હૈ, પોલીસ ખાતા ક્યાં ચાહતા પતા હૈ શિવા કો પકડને મેં રસ નહિ તું જે મારવાને મેં રસ નહિ એ પતવાકે દો પૈસે કમાંને મેં રસ હૈ ,પુલીસ કો કોઈ હમ દર્દ નહિ હૈ, અપને મેં ભી ગુનેગારી કી હૈ શિવા કા નેટર્વક કો સલામ કરતા હું। કબ સજ્જુ પોલીસ સ્ટેશન બેઠા હૈ. પુલીસ ક્યાં બોલતી હૈ પતા હૈ શિવા હાઈ લેવલ કા આદમી હૈ પુલીસ બોલતી હૈ કે દારૂ ઓર જુગાર કા ધંધા કર એ બોલા મેં સમાન લાવુંગા ઓર બેચુગા પુલીસ બોલી કે બડા સમાનના લાના છોટા સમાન લાના શિવા કા નેટવર્ક બોહત પાવર ફૂલ હૈ.
આ છે શિવાનું પોલીસ સાથેનું સેટિંગ. ત્યારે સવાલએ થઇ રહ્યો છે કે, પોલીસ કેમ હજુ સુધી શિવા મહાલિંગને પકડી નથી શકી? શું સાચે જ શિવા મહાલિંગમનું પોલીસ સાથે સેટિંગ છે. ત્યારે ફરિયાદી શિવાની ધમકીથી એટલો ડરી ગયો છે. કે ઘર બહાર પણ નથી નીકળી રહ્યો. પોલીસ શિવા મહાલિંગમને લઇને અલગ અલગ ટીમથી તપાસ કરી રહી છે પણ હજુ સુધી શિવા પોલીસના હાથે લાગ્યો નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે