ભારતીય ટીમમાં હાર્દિક જેવી બીજી કોઈ પ્રતિભા નથીઃ વીરૂ

હાર્દિક પંડ્યાએ આઈપીએલમાં ઓલરાઉન્ડ પ્રદર્શન કરીને મુંબઈ ઈન્ડિયન્સને ચોથી વખત ટાઇટલ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.  
 

ભારતીય ટીમમાં હાર્દિક જેવી બીજી કોઈ પ્રતિભા નથીઃ વીરૂ

નવી દિલ્હીઃ ભારતના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગનું કહેવું છે કે ટીમની પાસે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા જેવો પ્રતિભાશાળી કોઈ ખેલાડી નથી. સેહવાગ અનુસાર હાર્દિક તે ખેલાડીઓમાંથી છે જેનો કોઈ વિકલ્પ ન હોઈ શકે. વીરૂએ કહ્યું, 'બેટ અને બોલથી હાર્દિક પંડ્યાની પ્રતિભાની કોઈ આસપાસ પણ નથી.'

હાર્દિકે મુંબઈ ઈન્ડિયન્સને આઈપીએલમાં ચોથું ટાઇટલ અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. આ પહેલા તે ટીવી ચેટ શોમાં મહિલા વિરોધી નિવેદનને કારણે વિવાદોમાં હતો. મહત્વનું છે કે હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ બોલીવુડના પ્રોડ્યુસર કરણ જોહરના ચેટ શો 'કોફી વિથ કરણ'માં જાન્યુઆરીમાં એક એપિસોડ દરમિયાન મહિલાઓ વિરુદ્ધ વિવાદાસ્પદ વાતો કહી હતી, જેના કારણે આ મામલો ખુબ વિવાદોમાં રહ્યો હતો અને સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવ્યો હતો. 

આ બંન્ને ખેલાડીઓએ 'કોફી વિથ કરણ' શોમાં ઘણી મહિલાઓ સાથે સંબંધ બનાવવા અને તેના વિશે પોતાના માતા-પિતાની સાથે ખુલીને વાત કરવાની વાતો કરી હતી. ત્યારબાદ બંન્નેને બીસીસીઆઈએ સીઓએની સાથે મળીને સંયુક્ત નિર્ણય હેઠળ તમામ ફોર્મેટમાં તત્કાલ પ્રભાવથી પ્રતિબંધ લગાવી દીધો હતો. 

પ્રતિબંધ બાદ હાર્દિકે આઈપીએલમાં 15 મેચોમાં 402 રન બનાવ્યા અને 15 વિકેટ ઝડપી હતી. રાહુલે પણ આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news