‘કાગળિયા લખી લખી થાક્યા, સરકાર તારા મનમાં નથી....’ LRD મુદ્દે મહિલાઓનો રોષ

LRD મહિલા આંદોલનકારીઓના ધરણા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે હજુ પણ યથાવત છે. મહિલા આંદોલનકારીઓ એક જ વાત કહી રહ્યા છે કે, જ્યાં સુધી GR રદ નહિ કરવામાં આવે ત્યાં સુધી ધરણા યથાવત રાખીશું. જો સરકારે અમારા તરફી નિર્ણય કરવો હોય તો હાઇકોર્ટમાં એફિડેવિટ કરે. ત્યાર બાદ મેરીટ લિસ્ટ બહાર પાડે જો તેમ નહિ કરી શકે તો આંદોલન ચાલુ રહશે ત્યારે આજે મહિલા આંદોલનકારીઓએ સરકાર વિરુદ્ધ ભજન બનાવ્યું છે. મહિલાઓએ લખેલા ભજનની લાઈન કંઈક એવી છે કે, ‘અમે કાગળિયા લખી લખી થાક્યા, સરકાર તારા મનમાં નથી...’ 

‘કાગળિયા લખી લખી થાક્યા, સરકાર તારા મનમાં નથી....’ LRD મુદ્દે મહિલાઓનો રોષ

ગૌરવ પટેલ/અમદાવાદ :LRD મહિલા આંદોલનકારીઓના ધરણા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે હજુ પણ યથાવત છે. મહિલા આંદોલનકારીઓ એક જ વાત કહી રહ્યા છે કે, જ્યાં સુધી GR રદ નહિ કરવામાં આવે ત્યાં સુધી ધરણા યથાવત રાખીશું. જો સરકારે અમારા તરફી નિર્ણય કરવો હોય તો હાઇકોર્ટમાં એફિડેવિટ કરે. ત્યાર બાદ મેરીટ લિસ્ટ બહાર પાડે જો તેમ નહિ કરી શકે તો આંદોલન ચાલુ રહશે ત્યારે આજે મહિલા આંદોલનકારીઓએ સરકાર વિરુદ્ધ ભજન બનાવ્યું છે. મહિલાઓએ લખેલા ભજનની લાઈન કંઈક એવી છે કે, ‘અમે કાગળિયા લખી લખી થાક્યા, સરકાર તારા મનમાં નથી...’ 

મજૂરોને લઈ જતી જીપના ચાલકને ઝોકું આવી જતા ઝાડ સાથે ધડાકાભેર ટકરાઈ, 6ના મોત

મહિલાઓએ એક ધૂન શરૂ કરી છે. સવારથી મહિલાઓ આ ધૂન ગાઈ રહી છે. ગુજરાતી ધૂનના માધ્યમથી મહિલાઓ સરકારને કહી રહી છે કે, 65 દિવસથી સરકારના મનમાં કંઈ નથી. લાંબા સમયથી સરકાર સાથે સંવાદ પણ સરકાર વાત મનમાં લેતી નથી. તેથી મહિલાઓ કહી રહી છે કે આ જીઆર રદ નહિ થાય ત્યાં સુધી તેઓનું આંદોલન ચાલુ રહેશે .લાંબા સમયથી મહિલાઓ અહી ભૂખી તરસી બેસી છે, પણ સરકારના મનમાં નથી. સરકાર સુધી અવાજ પહોંચાડવા માટે મહિલાઓ સુધી આ ગુજરાતી ધૂન ગાવામા આવી રહી છે. જુઓ મહિલાઓએ કઈ ધૂન બનાવી છે...

Corona virusમાં મોટો ખુલાસો: ચામાચીડિયું નહિ, પણ આ વિચિત્ર પ્રાણીને કારણે ફેલાયો વાયરસ

અમે કાગળિયા લખી લખી થાક્યા, સરકાર તારા મનમાં નથી...
અમે તડકામાં બેસીને થાક્યા, સરકાર તારા મનમાં નથી...

આવા શિયાળાના 65 દિવસો વિત્યા, અમે ભૂખ્યા ને તરસ્યા બેઠા, પ્રદીપસિંહ તમારા મનમાં નથી...

અમે કાગળિયા લખી લખી થાક્યા, સરકાર તારા મનમાં નથી...
અમારા સપનાઓ ધૂળમાં રોળ્યા, સરકાર તારા મનમાં નથી...

આજે LRD મામલે મહિલા આંદોલનકારીઓ મહિલાઓના સમર્થનમાં કોંગ્રેસી ધારાસભ્યો આવ્યા છે. કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો 72 કલાકના ઉપવાસ પર ઉતર્યાં છે. કોંગ્રેસના ધારાસભ્ય નવસાદ સોલંકીએ  સરકારને અલ્ટીમેટમ આપ્યું છે કે, જો દીકરીઓને ન્યાય નહિ આપવામાં આવે તો અમે અમેરિકન રાષ્ટ્ર પ્રમુખના પ્રવાસ દરમ્યાન વિરોધ કરીશું. ડોનાલ્ડ ટ્રમ્પ સુધી અમને પહોંચતાં આવડે છે. 

ઉલ્લેખનીય છે કે, LRD ભરતીમાં મહિલા અનામત મુદ્દે 1-8-18ના પરિપત્રમાં સુધારો કરવાની સરકારની જાહેરાત બાદ આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે. સીએમ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળનારી આજની બેઠકમાં LRD મહિલા અનામત મામલે વિવાદાસ્પદ ઠરાવમાં સુધારો કરવા અંગે ચર્ચા થઈ શકે છે. ગઈ કાલે રાજ્ય સરકારે પરિપત્રમાં સુધારો કરવાનો સૈદ્ધાંતિક  નિર્ણય લીધો હતો. SC-ST-OBC વર્ગની મહિલાઓને LRD ભરતીમાં અનામતમાં અન્યાય થયો હોવાના મુદ્દે ગાંધીનગરમાં 65 દિવસથી મહિલાઓ ધરણાં પર બેઠી છે. તેમની માગ છે કે સરકાર લેખિતમાં ખાતરી નહીં આપે ત્યાં સુધી તેઓ પોતાનાં ધરણાં નહીં સમેટે.

ગઈકાલે રાજ્યમાં LRD ભરતીમાં અનામત વર્ગની મહિલાઓને 1-8-18નાં પરિપત્રના કારણે અન્યાય થવા મુદ્દે 64 દિવસથી ચાલી રહેલા ઉપવાસ આંદોલન મુદ્દે સરકારે નમતુ ઝોખ્યું છે. પરિપત્રમાં સુધારો કરવા માટેની હૈયાધારણા આંદોલનકર્તાઓને આપી છે. જો કે આ મુદ્દે રાજ્યનાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા પત્રકાર પરિષદ સંબોધિત કરવામાં આવી હતી. જેમાં તેમણે કહ્યું કે, એલઆરડી સંદર્ભે 1-8-18નો પરિપત્ર છે તેમાં કોઇ પણ વિસંગતતાઓ હશે તો તેને સરકાર દ્વારા દુર કરવામાં આવશે. તેમણે દેશનાં જુદા જુદા રાજ્યોમાં તેનો કઇ રીતે અમલ થાય છે તેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news