LRD પરીક્ષા: વેબ સાઇટ પર ઉમેદવારોના ગુણ જાહેર કરાયા
મહત્વનું છે, કે લોકસક્ષક દળની ભરતીમાં પેપર લીક થતા મોટો વિવાદ સર્જાયો હતો. જેથી ભરતી બોર્ડ દ્વારા પરીક્ષા રદ કરવાની ફરજ પડી હતી. જેથી પરીક્ષા 06-01-2019ના રોજ યોજવામાં આવી હતી. જેમાં 6 લાખ કરતા પણ વધારે લોકોએ પરીક્ષા આપી હતી.
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર: વિવાદો વચ્ચે લેવામાં આવેલી લોકરક્ષક દળની પરીક્ષાનું પરિણામ જાહેર થયાના અહેવાલ મળતા આ સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. પરંતુ આ માત્રા લોકરક્ષક દળની પરીક્ષા અંગે ભરતી બોર્ડ દ્વારા જાહેર કરેલા પ્રોવિજનલ માર્કની જાણકારી આપવામાં આવી છે.
આ અંગે ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી, કે આ બોર્ડ તરફથી પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી. આમા માત્ર આન્સર કી પ્રમાણે વિદ્યાર્થીઓ પોતાના માર્ક તપાસી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થી પોતાના પ્રોવિઝનલ માર્ક જોઇ શકે છે અને એમાં કોઇ વાંધો હોય તો તેને રજૂઆત ભરતી બોર્ડ સમક્ષ કરી શકે છે.
ભરતી બોર્ડના અઘ્યક્ષ વિકાસ સહાય દ્વારા માહિતી આપવામાં આવી હતી. કે, પરીક્ષાર્થીઓ પોતાનું નામ અને જન્મ તારીખ નાંખતા પોતાના માર્ક જોઇ શકે છે. અને જો આ માર્કમાં કોઇ વાંધો હોય તો 15 દિવસમાં ભરતી બોર્ડ સમક્ષ રજૂઆત કરી શકે છે.
સુરત: લોકસભાની ચૂંટણી પહેલા 55813 નવા મતદારનો થયો ઉમેરો
મહત્વનું છે, કે લોકસક્ષક દળની ભરતીમાં પેપર લીક થતા મોટો વિવાદ સર્જાયો હતો. જેથી ભરતી બોર્ડ દ્વારા પરીક્ષા રદ કરવાની ફરજ પડી હતી. જેથી પરીક્ષા 06-01-2019ના રોજ યોજવામાં આવી હતી. જેમાં 6 લાખ કરતા પણ વધારે લોકોએ પરીક્ષા આપી હતી. હવે આ પરીક્ષામાં પ્રોવિઝનલ માર્ક પરીક્ષાર્થીઓ જોઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે