સુરતમાં પિતરાઇ ભાઇ-બહેન વચ્ચે પ્રેમ, એક થઇ નહી શકે તેવું લાગતા ભર્યું એવું પગલું કે પરિવાર શોકસંતપ્ત

શહેરના સચિવ જીઆઇડીસી વિસ્તારમાં પ્રેમનો એક ખુબ જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં સગા પિતરાઇ વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. સમાજ તેમને એક નહી થવા દે તેવું લાગતા તેમણે આખરે આપઘાત કરી લીધો હતો. જેના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. પિતરાઇ ભાઇ બહેન પ્રેમમાં હોવાની વાત પણ સમાજ માટે લાલબત્તી સમાન છે. આ અંગે માહિતી મળતા સચીન જીઆઇડીસી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. 
સુરતમાં પિતરાઇ ભાઇ-બહેન વચ્ચે પ્રેમ, એક થઇ નહી શકે તેવું લાગતા ભર્યું એવું પગલું કે પરિવાર શોકસંતપ્ત

સુરત : શહેરના સચિવ જીઆઇડીસી વિસ્તારમાં પ્રેમનો એક ખુબ જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં સગા પિતરાઇ વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. સમાજ તેમને એક નહી થવા દે તેવું લાગતા તેમણે આખરે આપઘાત કરી લીધો હતો. જેના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. પિતરાઇ ભાઇ બહેન પ્રેમમાં હોવાની વાત પણ સમાજ માટે લાલબત્તી સમાન છે. આ અંગે માહિતી મળતા સચીન જીઆઇડીસી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. 

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર સંતરામ રામસેવક નિશાદ (ઉ.વ 19) નેમારામની ચાલ શિવાંજલી સોસાયટી, સચિન જીઆઇડીસીમાં પોતાના ચારભાઇઓ સાથે રૂમ રાખીને રહેતો હતો. તેઓ મુળ યુપીનાં અને અહીં એમ્બ્રોડરીના કારખાનામાં ઓપરેટર તરીકે નોકરી કરતા હતા. તેઓ કુલ 6 જણા એક રૂમમાં રહેતા હતા. સવારે તમામ પાર્ટનર કામ માટે ગયા હતા. જો કે સાંજે તેઓ પરત ફર્યા ત્યારે જોયું તો સંતરામ અને એક યુવતીનો મૃતદેહ હુકમાં દુપટ્ટો બાંધીને આપઘાત કર્યો હતો. તત્કાલ પોલીસને ઘટના અંગે જાણ કરી હતી. પોલીસે બંન્નેને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યાં છે. બંન્નેના મોબાઇલ પણ જપ્ત કર્યા છે. બંન્ને 4-5 મહિનાથી એક બીજાના સંપર્કમાં હોવાનું પણ સામે આવ્યું છે. 

જો કે 2-3 દિવસથી સંતરામ લગ્ન માટે જીદ કરી રહ્યો હતો. પરંતુ પરિવારે જણાવ્યું કે, લગ્ન માટેના પૈસા એકત્ર થાય પછી બંન્નેના લગ્ન કરાવી દેશે. જો કે બંન્ને એક થઇ શકે તેવું નહી લાગતા બંન્નેએ આખરે આપઘાત કરી લીધો હતો. હાલ તો આ સિવાય આપઘાત પાછળનું બીજુ કોઇ કારણ સામે આવી શક્યું નથી. 

મૃતક પુનમ ઉર્ફે લક્ષ્મીના પિતા ગંગાચરણે જણાવ્યું કે, અક્ષય પટેલની ચાલ શિવાંજલી સોસાયટી સચિન જીઆઇડીસી ખાતે રહીએ છીએ. ઘટના સ્થળથી માત્ર 150 ફૂટ દુર જ રહે છે. તેઓ પણ યુપીનાં રહેવાસી છે. ટીએફઓ ઓપરેટર તરીકે કામ કરતા હતા. સંતાનમાં 1 દિકરો અને 1 દિકરી છે. જો કે દીકરી સાથે આપઘાત કરનાર મૃતક સંતરામ મારો ભાણીયો છે. આ અંગે વાત કરતા ગંગાચરણે કહ્યું કે, બંન્નેના પ્રેમ પ્રકરણ અંગે ખબર પડ્યાં બાદ હું તેમના ઘરે જઇને લગ્નની વાત કરવાનો જ હતો. જો કે બંન્નેની ઘીરજ ખુટી જતા તેમણે આ પગલું ભર્યું છે. દીકરી પુનમ દોઢ મહિના પહેલા જ સુરત આવી હતી. બંન્ને એક બીજાને બચપણથી ઓળખતા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news