ખેડૂતોને આગળ ખાઇને પાછળ કુવો, બાગાયતી ખેતીમાં કરોડોનું નુકસાન, સરકાર પાસે મદદની આશા

રાજય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટેના વચનો અપાયા પરંતુ આ વચન સાથે જાણે કુદરત જ સહમત ન હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા 3 વર્ષથી વાતાવરણમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે. જેના કારણે ખેડૂતોનાં પાકને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. 
ખેડૂતોને આગળ ખાઇને પાછળ કુવો, બાગાયતી ખેતીમાં કરોડોનું નુકસાન, સરકાર પાસે મદદની આશા

ગાંધીનગર : રાજય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટેના વચનો અપાયા પરંતુ આ વચન સાથે જાણે કુદરત જ સહમત ન હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા 3 વર્ષથી વાતાવરણમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે. જેના કારણે ખેડૂતોનાં પાકને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. 

ડાંગ, વલસાડ, નવસારી, સુરત અને તાપી ઉપરાંત સૌરાષ્ટ્રના તાલાલા, રાજકોટ, જુનાગઢ અને ભાવનગર જિલ્લાઓમાં બાગાયતી પાક કરતા ખેડૂતોને આ વખતે સતત બદલાતા વાતાવરણના કારણે નુકસાન સહન કરવાનું આવ્યું છે. માત્ર દક્ષિણ ગુજરાતમાં 70 હજાર હેકટરમાં બાગાયતી પાકોનું વાવેતર થયું છે. જેમાં મોટેભાગે કેરીનું વધારે વાવેતર કરાયું હતું. કેરીના પાકને નુકસાન થતા મુખ્યમંત્રીને પત્ર લખીને ખેડૂતોએ સહાયની માંગ કરી છે. 

ખેડૂતો દ્વારા વધુ કેરીનો પાક મળે તે માટે સમયે સમયે માવજત, ખાતર, પાણી, દવા છંટકાવ કરવામાં આવે છે. જો કે આખુ વર્ષ વાદળ છાયુ વાતાવરણ અને કમોસમી વરસાદ પડવાથી મોડુ ફ્લાવરીંગ તેમજ મોરીયા ન બેસતા આ વર્ષે માંડ ૩0% જેટલો જ પાક અને તે પણ નબળો પાક મળવાનો છે. બાગાયતી કેરીના પાક પર નિર્ભર ખેડૂત પરિવારની હાલત ખૂબ જ કફોડી થઈ છે.

ખેડૂત અગ્રણી જયેશ પટેલે જણાવ્યું કે, ખેડૂતો મોંઘવારીનો માર અને કમોસમી વરસાદ તથા અકુદરતી વાતાવરણના પરિણામે બંને બાજુથી સહન કરવુ પડે તેવી દયાજનક સ્થિતિ આવી છે. સરકાર રાજયના દરેક નાગરિકની મુશ્કેલીમાં હંમેશા પડખે ઉભી રહી છે. દરેક ક્ષેત્રે 'સરકાર હંમેશા સૌની દ૨કાર કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news