IND vs SA: બીસીસીઆઇએ T20 સિરીઝના શેડ્યૂલની કરી જાહેરાત, આ તારીખથી શરૂ થશે મેચ

India vs South Africa T20 Series Schedule: બીસીસીઆઇએ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે યોજાનાર ટી20 સિરીઝના શેડ્યૂલની જાહેરાત કરી દીધી છે. બંને ટીમ વચ્ચે 5 મેચની ટી20 સિરીઝ રમાશે.

IND vs SA: બીસીસીઆઇએ T20 સિરીઝના શેડ્યૂલની કરી જાહેરાત, આ તારીખથી શરૂ થશે મેચ

India vs South Africa T20 series Schedule: BCCI એ આઇપીએલ વચ્ચે ભારત અને સાઉથ આફ્રિકા ટી20 સિરીઝના શેડ્યૂલની જાહેરાત કરી છે. સાઉથ આફ્રિકા જૂન મહિનામાં ભારતના પ્રવાસે આવશે. બંને ટીમ વચ્ચે 5 મેચની ટી20 સિરીઝ રમાશે. આ સિરીઝની શરૂઆત 9 જૂનથી થશે. ટી20 વર્લ્ડ કપ 2022 ને જોતા આ સિરીઝ ભારત માટે ઘણી મહત્વની સાબિત થશે.

ટીમ ઇન્ડિયાને જૂમાં 7 ટી20 મેચ રમવાની છે. ભારત સાઉથ આફ્રિકા સામે 9-19 જૂન વચ્ચે પાંચ મેચની ઘરેલું સિરીઝ રમશે. ત્યારબાદ આયર્લેન્ડના માલાહાઇડમાં ટીમ 26 જૂન અને 28 જૂનના બે ટી20 મેચ રમશે. આયર્લેન્ડ પ્રવાસ સમયે ભારતની મુખ્ય ટીમ ઇંગ્લેન્ડમાં હશે, એવામાં આ પ્રવાસ પર નવા ખેલાડીઓને તેક મળશે.

— BCCI (@BCCI) April 23, 2022

બંને ટીમ વચ્ચે 5 મેચની ટી20 સિરીઝ

મેચ તારીખ જગ્યા
પહેલી મેચ 9 જૂન દિલ્હી
બીજી મેચ 12 જૂન કટક
ત્રીજી મેચ 14 જૂન વિશાખાપટ્ટનમ
ચોથી મેચ 17 જૂન રાજકોટ
પાંચમી મેચ 19 જૂન બેંગલુરૂ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news