વડોદરામાં નીકળી ભગવાન કાર્તિકેયની શાભાયાત્રા, મોટી સંખ્યામાં ઉમટ્યા ભક્તો

કેરલીયન સમાજ ભગવાન કાર્તિકેયમાં અતૂટ શ્રદ્ધા શારાવે છે. ત્યારે આજે ભગવાન કાર્તિકેયની પૂજા અર્ચના કરીને સુરસાગર ખાતેથી પરંપરાગત રીતે શોભાયાત્રા નીકળી.

વડોદરામાં નીકળી ભગવાન કાર્તિકેયની શાભાયાત્રા, મોટી સંખ્યામાં ઉમટ્યા ભક્તો

તૃષાર પટેલ, વડોદરા: વડોદરામાં કેરલા સમાજ દ્વારા પંગુમી ઉથથીરમ ઉત્સવની ઉજવણી ભગવાન કાર્તિકેયની શોભાયાત્રા દ્વારા કરવામાં આવી. શાસ્ત્રોક્ત રીતે પરંપરા મુજબ પહેરવેશ ધારણ કરીને કેરાલિયન સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા.

કેરલીયન સમાજ ભગવાન કાર્તિકેયમાં અતૂટ શ્રદ્ધા શારાવે છે. ત્યારે આજે ભગવાન કાર્તિકેયની પૂજા અર્ચના કરીને સુરસાગર ખાતેથી પરંપરાગત રીતે શોભાયાત્રા નીકળી. ભગવાન કાર્તિકેયની શોભાયાત્રા પસાર થતી હતી તે રસ્તાને પાણીથી સાફ કરવામાં આવ્યા. ત્યાર બાદ કેરાલિયન સમાજની મહિલાઓ અને યુવતીઓ માથા પર કળશ લઈને જોડાઈ હતી.

શહનાઈ તેમજ અન્ય પારંપરિક વાધ્યોની સુરાવલી સાથે પુરુષો પણ પારંપરિક વસ્ત્રોમાં સજ્જ થઈને માથા પર મયુરપંખ ધારણ કરીને શોભાયાત્રામાં પગપાળા જોડાયા હતા. નૃત્ય અને વાદન સાથે નીકળેલી ભગવાન કાર્તિકેયની શોભાયાત્રાએ અનેરુ આકર્ષણ ઉભું કર્યું હતું. કેરાલિયન સમાજની મહિલા યુવાનો અને યુવતીઓ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જોડાઈ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news