જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ શરૂ, 28 જુને નીકળશે જલયાત્રા

અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી નગરયાત્રાએ નીકળવાના છે તે પહેલા અમદાવાદમાં યોજાશે નાની રથયાત્રા. જી હાં ભગવાન જગન્નાથજીનો જલાભિષેક યોજાશે જલયાત્રામાં. 

જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ શરૂ, 28 જુને નીકળશે જલયાત્રા

સંજય ટાંક/અમદાવાદઃ અષાઢીબીજના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે. પરંતુ તે પૂર્વે જેઠ સુદ પૂનમ એટલે કે 28 જુનના રોજ જગન્નાથજી મંદિરેથી નીકળશે જલયાત્રા. આ યાત્રા પણ 151 ધ્વજા પતાકા, બેન્ડવાજા અને હાથી સાથે નીકળતી હોવાથી યાત્રાને કહેવાય છે નાની રથયાત્રા. જલયાત્રા વાજતે ગાજતે સોમનાથ ભૂદરના આરે જશે. ત્યાંથી 108 ઘડામાં જળ ભરી મંદિરે લાવી ભગવાન જગન્નાથજીનો જળાભિષેક કરવામાં આવશે.

રથયાત્રા પૂર્વેની જલયાત્રાનું પણ વિશેષ મહત્વ છે. જેઠ સુદ પૂનમના દિવસે 108 કળશમાં જળ ભરીને લાવવામાં આવે છે અને ભગવાનનો જલાભિષેક કરાય છે. જેને ભગવાનનો જેષ્ઠાભિષેક પણ કહેવાય છે. તો બીજીતરફ જળયાત્રા બાદ ભગવાન મામાના ઘરે જવાના હોઈ મોસાળ વાસીઓમાં પણ જગન્નાથમય બન્યા છે. 

આ વર્ષે પણ ભગવાન ભક્તોને દર્શન આપવા નગરયાત્રાએ નીકળવાના છે ત્યારે ભગવાનને આવકારવા ભક્તો અધીરા બન્યા છે. ત્યારે જગન્નાથજી મંદિર પ્રશાસન પણ રથયાત્રા પૂર્વેની જલયાત્રાને લઈને તૈયારીમાં લાગી ગયું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news