લંડનની હાઈફાઈ બસ હવે ગાંધીનગરના રસ્તાઓ પર દોડશે, અંદર હોટલના રૂમ જેવો છે નજારો

double decker AC e-buses : અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડતી જોવા મળશે ડબલ ડેકર AC બસ... લંડનથી મંગાવેલી 5 ડબલ ડેકર ACનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યુ લોકાર્પણ... વાયબ્રન્ટ સમીટ બાદ સરખેજ-ગાંધીનગરથી ગિફ્ટ સુધી બસ ચાલશે

લંડનની હાઈફાઈ બસ હવે ગાંધીનગરના રસ્તાઓ પર દોડશે, અંદર હોટલના રૂમ જેવો છે નજારો

Gandhinagar News : ગુજરાતમાં નવું નજરાણું ઉમેરાયું છે. ગાંધીનગરના રસ્તા પર હવે ડબલ ડેકર એસી ઈ-બસ દોડશે, આ બસ ખાસ રીતે લંડનથી મંગાવવામાં આવી છે. CM ભૂપેન્દ્ર પટેલે આ બસોનું લોકાર્પણ કર્યું છે. લંડનથી 5 AC ડબલ ડેકર બસ લાવવામાં આવી છે. આ ડબલ ડેકર એસી બસ વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. વાઈબ્રન્ટ બાદ આ ડબલ ડેકર બસોને ગાંધીનગરમાં દોડાવાશે. 

ડબલ ડેકર એસી બસની વિશેષતા 

  • યુએસબી ચાર્જ, વાઈફાઈ
  • રિડીંગ લાઇટ અને કન્ફર્ટ સીટ 
  • ૬૩ પ્લસ ડ્રાઇવરની કેપીસીટી 
  • ચાર્જ થયા બાદ ૨૫૦ કિમી ચાલશે 
  • દરરોજનું સંચાલન ૨૦૦ કિમી કરાશે 
  • ચાર્જ સમય દોઢ કલાક થી ૩ કલાક લાગશે 
  • ૯૦૦ એમ એમ ફલોર હાઇટ 
  • ૪૭૫૦ એમએમ હાઇટ 
  • ૯૮૦૦ એમએમ લંબાઇ 
  • ૨૬૦૦ એમએમ પહોળાઇ

સીએમ ભુપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં ડબલ ડેકર એસી ઈ-બસ લોકાર્પણ કર્યું. આ વાઈબ્રન્ટ સમિટના પ્રિ-ઈવેન્ટના ભાગરૂપે બે બસ ખુલી મુકાઈ છે. લંડનની ડબલ ડેકર AC ઈલેક્ટ્રીક બસનો ઉપયોગ વાઈબ્રન્ટ સમિટમાં અવરજવર માટે કરવામા આવશે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ -૨૦૨૪ ના ભાગરૂપે બસનું સંચાલન કરવામાં આવશે. ત્યાર બાદ સરખેજ-ગાંધીનગર-ગિફ્ટ સિટી રૂટ પ્રાથમિક સંચાલન શરૂ કરાશે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news