ગુજરાતમાં ક્યાં આવેલું છે એવું મંદિર કે જ્યાં ગર્ભગૃહમાં મૂર્તિ નથી, વાગેલા છે તાળા, છતાં લાખો કરે છે દર્શન

દેશ અને વિદેશથી પણ પર્યટકો સૂર્યમંદિર નિહાળવા આવે છે. પરંતુ જ્યારે કોઈ પર્યટકો મંદિરના ગર્ભ ગૃહ સુધી પહોંચે તો ગર્ભ ગૃહના દરવાજે લટકેલા તાળા જોવા મળે છે. કારણકે આ સૂર્ય મંદિરમાં સૂર્ય ભગવાનની વર્ષોથી પ્રતિમા જ નથી. મંદિરમાં સૂર્ય પ્રતિમા મૂકવા સરકાર કાઈ વિચારે તેવી લોકમાંગ ઉઠી છે.

ગુજરાતમાં ક્યાં આવેલું છે એવું મંદિર કે જ્યાં ગર્ભગૃહમાં મૂર્તિ નથી, વાગેલા છે તાળા, છતાં લાખો કરે છે દર્શન

તેજસ દવે/મહેસાણા: સામાન્ય રીતે મંદિરનું નામ પડતાં જ મંદિરની અંદર કોઈ દેવી દેવતાની પ્રતિમા ના દર્શનની આશા થાય. પરંતુ આજે અમે આપણે એક એવું મંદિર બતાવીએ કે જે વર્ષોથી મંદિરના નામે ઓળખાય છે. સમગ્ર રાજ્ય સહિત દેશ-વિદેશમાં મંદિરના નામથી સુપ્રસિદ્ધ છે. પરંતુ આ મંદિરમાં નથી થતી કોઈની પૂજા કે નથી કોઈ દેવી-દેવતા ની પ્રતિમા. ક્યાં આવેલું છે આવું મંદિર કે જ્યાં ગર્ભગૃહમાં નથી કોઈ પ્રતિમા, ગર્ભ ગૃહને વાગેલા છે તાળા, હજારો લાખો લોકો મંદિરની તો પણ લે છે મુલાકાત. 

એક એવું મંદિર કે જે વિશ્વ પ્રસિદ્ધ છે, એક એવું મંદિર કે જેને જોવા વરસે દહાડે હજારો લાખો લોકો આવે છે, એક એવું મંદિર કે જેને મંદિર તરીકે સંબોધાય છે પરંતુ આ મંદિરમાં નથી થતી પૂજા અર્ચના, નથી થતી આરતી, અહીં આવતા લોકોને નથી થતા કોઈ દેવી દેવ તેના દર્શન, એટલું જ નહિ પરંતુ અહી આવતા લોકો ને ગર્ભ ગૃહ સુધી પહોંચતા ગર્ભ ગૃહના બંધ દરવાજે લટકેલા તાળા જોવા મળે છે. આ મંદિર છે મહેસાણા નું સુપ્રસિદ્ધ સૂર્યમંદિર.

આ સૂર્ય મંદિર ને સરકાર દ્વારા સારો એવો વિકાસ પણ કરવામાં આવ્યો છે. દર વર્ષે અહીં ઉત્તરાર્ધ મહોત્સવ ની ભવ્ય ઉજવણી પણ થાય છે. દેશ અને વિદેશથી પણ પર્યટકો સૂર્યમંદિર નિહાળવા આવે છે. પરંતુ જ્યારે કોઈ પર્યટકો મંદિરના ગર્ભ ગૃહ સુધી પહોંચે તો ગર્ભ ગૃહના દરવાજે લટકેલા તાળા જોવા મળે છે. કારણકે આ સૂર્ય મંદિરમાં સૂર્ય ભગવાનની વર્ષોથી પ્રતિમા જ નથી. મંદિરમાં સૂર્ય પ્રતિમા મૂકવા સરકાર કાઈ વિચારે તેવી લોકમાંગ ઉઠી છે.

પ્રાચીન ભારતમાં ભવ્ય સ્થાપત્યકલા અને અદ્વિતીય મંદિરોના મંડપમાં સુર્યદેવની પૂજા અર્ચના થતી. મહેસાણા મોઢેરા સ્થિત સૂર્ય મંદિર સંસ્કૃતિનું ઉત્તમ પ્રતિક સમાન છે. મોઢેરા પ્રાચીનકાળમાં સુર્યપૂજકોનું મુખ્ય સ્થાન હતું. પ્રાચીન ધર્મશાસ્ત્રોમાં મોઢેરા અને તેની આજુબાજુણા પ્રદેશને ધર્મારણ્ય તરીકે ઓળખવામાં આવે છે. સ્કંદપુરાણ અને બ્રહ્મપુરાણમાં મોઢેરાનો ઉલ્લેખ ધર્મારણ્ય તરીકે કરવામાં આવ્યો છે. મોઢેરા સત્ય યુગમાં ધર્મારણ્ય ક્ષેત્ર, ત્રેતા યુગમાં સત્યમંદિર, દ્વાપર યુગમાં વેદભુવન અને કળીયુગમાં મોઢેરા ઓળખાવા લાગ્યું. લોકવાયકા મુજબ ભગવાન શ્રી રામચંદ્રજીએ અહી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ દેવોની સન્મુખ સૂર્યદેવની પૂજા કરી હતી. 

પ્રાચીન સાહિત્યના ઉલ્લેખમાં મોઢેરા હારીક્ષેત્ર તરીકે પ્રચલિત હતું. પછી મહોરીક્પુર અને મોધેર્ક પછી મોઢેરા તરીકે ઓળખાય છે દૂર દૂરથી આવતા પર્યટકો જેમાં રાજ્ય બહારથી અને દેશ પરદેશથી પણ લોકો આવે છે જે અહીંયા સૂર્ય મંદિર તો નિહાળે છે પરંતુ મંદિરની અંદર ભગવાન સૂર્યનારાયણની મૂર્તિ ન હોવાથી એક નિસાસો નાખીને પરત ફરે છે પર્યટકોના કહેવા પ્રમાણે જો અહીંયા ભગવાન સૂર્યનારાયણની મૂર્તિ સ્થપાય તો મંદિરની ગરિમા પણ જળવાશે અને પર્યટકોમાં પણ વધારો થશે. 

સુપ્રસિદ્ધ સૂર્યમંદિર ગુજરાતને સોલંકીઓના સાશનથી સુવર્ણશક્તિ પ્રદાન કરે છે. સોલંકી યુગના આ સૂર્ય મંદિરના ગર્ભગૃહની ભીતમાં સંવત ૧૦૮૩ નો શિલાલેખ છે. ઈ.સ.૧૦૨૭ માં આ મંદિર બંધાયું હશે. મહેસાણા જીલ્લામાં સૌથી વધુ સૂર્ય મંદિરો હોવાના ઐતિહાસિક પુરાવા પણ સાંપડે છે. જેમાં મોઢેરા સુર મંદિર, સરસ્વતી નદી કિનારે ભાયલ સ્વામી સુર્ય મંદિર, નુગરનું સૂર્ય મંદિર, પીલુદરાનું સૂર્ય મંદિર, ખેરાલુનું સૂર્ય મંદિર, કોનાર્ક સૂર્ય મંદિર, દવાડા નું સૂર્ય મંદિર, આસોડાનું સૂર્ય મંદિર વગેરેનો ઉલ્લેખ કરી શકાય છે. સોલંકી કાલીન રાજવીઓના રાજ ધ્વજ ઉપર કુકડાનું નિશાન રહેતું. કુકડો સૂર્યના આગમનને પોકારનાર, અરુણોદયની આહલેકને જગાવનાર હોવાનું મનાય છે. જો કે, જયારે સૂર્યોદય થાય, ત્યારે તેનું પહેલું કિરણ મોઢેરા સૂર્ય મંદિરમાં પડતું અને ગર્ભ ગૃહમાં રહેલી સૂર્યની મૂર્તિ ને સ્પર્શ કરતુ હશે! 

એવું માનવામાં આવે છે. પરંતુ આજે અહી આવતા કોઈ સૂર્ય પ્રતિમા જોવા મળતી નથી. અહી આવતા પર્યટકો છેક ગર્ભ ગૃહ સુધી પહોંચી તાળા જોતા નિસાસા નાખે છે. પર્યટકો અને સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે અહી સૂર્ય પ્રતિમા મૂકવામાં આવે તો મંદિર ની અભિવૃદ્ધિ થાય અને મંદિરનું તેજ પણ વધી જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news