લોકસભા ચૂંટણી 2019: સુરતમાં પાટીદાર સમાજમાંથી ટિકિટ આપવા કરાઇ માગ

સુરત લોકસભા ઉમેદવાર માટે કાપોદ્રા, સરથાણા, કતાર ગામ સહતિના પાટીદાર ગઢમાં સુરત અને સૌરાષ્ટ્રાના પાટીદાર નેતાઓને ટિકિટ આપવવા માટે બેનરો લગાવવામાં આવ્યા છે.

લોકસભા ચૂંટણી 2019: સુરતમાં પાટીદાર સમાજમાંથી ટિકિટ આપવા કરાઇ માગ

ચેતન પટેલ, સુરત: ગુજરાત લોકસભા ચૂંટણીને લઇને પાર્ટીઓ દ્વારા તેમના ઉમેદવારોના નામની જાહેરતા કરવામાં આવી હતી. જેને લઇ સુરતમાં પોસ્ટર યુદ્ધ શરૂ થઇ ગયું છે. જેમાં પોતાના માનીતા ઉમેદવારોને ટિકીટ ન મળતા પાર્ટી કાર્યકર્તાઓ અને સમાજના લોકો નારાજ જોવા મળી રહ્યાં છે. ત્યારે પાતાના સમાજના નેતાઓને ટિકિટ મળે તે માટે બેનરો લગાવી પાર્ટી સામે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. સુરતના અને સૌરાષ્ટ્રના પાટીદાર નેતાઓને ટિકિટ મળે તે માટે સુરતમાં બેનરો લગાવવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત લોકસભા ઉમેદવાર માટે કાપોદ્રા, સરથાણા, કતાર ગામ સહતિના પાટીદાર ગઢમાં સુરત અને સૌરાષ્ટ્રાના પાટીદાર નેતાઓને ટિકિટ આપવવા માટે બેનરો લગાવવામાં આવ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે, સુરત લોકસભાની ટિકિટ પાટીદાર સમાજમાંથી અથવા સૌરાષ્ટ્રવાસીઓમાંથી આપવામાં નહીં આવે તો અન્યાય સહન નહીં કરીએ અને ચૂંટણીમાં જવાબ મતથી આપવામાં આવશે. આ બેનર સુરત ડાયમંડ એસોસિએશન, મા ઉમાખોડલ સમિતી, પાટીદાર એક્તામંચ, સુરત બિલ્ડર એસોસિએશન, ગુજરાત પાટીદાર યુવા મોરચા દ્વારા લગાવવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ જ્યારે બંને રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીની કવાયત ચાલી રહી હતી. ત્યારે હાલ પ્રદેશ મોવડીઓ દ્વારા ઉમેદવારોના નામ પર ચર્ચા વિચારણા કરવામાં આવી રહી હતી. જેન લઇ પોસ્ટર વોર ચાલુ થઇ ગયું હતું. ત્યારે અનેક શહેરો અને જિલ્લાઓમાં તેમના સાંસદોની રિપીટ ન કરવાના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. જેમાં ઉપલેટાના કોંગ્રેસ સાંસદ લલિત વસોયાને પણ આડે હાથ લીધા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news