ભાવનગર લોકસભા ચૂંટણી 2019 પરિણામ: ભારતીબેન શિયાળ જંગી લીડથી જીત્યા

સાત તબક્કામાં યોજાયેલી લોકસભા ચૂંટણી 2019ના આજે પરિણામનો દિવસ છે. જેમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએનો સપાટો જોવા મળ્યો છે. ગુજરાતમાં પણ તમામ 26 બેઠકો પર હાલ ભાજપના ઉમેદવારો આગળ છે. કેટલાક તો જંગી બહુમતી ધરાવી રહ્યાં છે. આવી જ એક બેઠક છે ભાવનગર. ભાવનગરની લોકસભા બેઠક પર 1991થી ભાજપનો કબ્જો છે. આ વખતની ચૂંટણીમાં ભાજપ તરફથી ડો.ભારતીબેન શિયાળ અને કોંગ્રેસ તરફથી મનહરભાઈ પટેલ ચૂંટણીના મેદાનમાં હતાં. 

ભાવનગર લોકસભા ચૂંટણી 2019 પરિણામ: ભારતીબેન શિયાળ જંગી લીડથી જીત્યા

અમદાવાદ: સાત તબક્કામાં યોજાયેલી લોકસભા ચૂંટણી 2019ના આજે પરિણામનો દિવસ હતો. જેમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએનો સપાટો જોવા મળ્યો છે. ગુજરાતમાં પણ તમામ 26 બેઠકો પર હાલ ભાજપના ઉમેદવારો જીત્યા. આવી જ એક બેઠક છે ભાવનગર. ભાવનગરની લોકસભા બેઠક પર 1991થી ભાજપનો કબ્જો છે. આ વખતની ચૂંટણીમાં ભાજપ તરફથી ડો.ભારતીબેન શિયાળ અને કોંગ્રેસ તરફથી મનહરભાઈ પટેલ ચૂંટણીના મેદાનમાં હતાં. ભારતીબેન શિયાળ જંગી લીડથી જીત્યા છે. 

આ બેઠક પર 6 વખત ભાજપના ક્ષત્રિય અને એક વખત કોળી ઉમેદવાર વિજેતા બન્યા છે. ભાજપે વર્તમાન સાંસદ ભારતીબેન શિયાળને રિપીટ કરીને ચૂંટણી જીતવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો. તેની સામે કોંગ્રેસે પ્રથમ વખત પટેલને મેદાનમાં ઉતારીને નવા સમીકરણ માંડ્યા છે. ભાવનગરની લોકસભા બેઠકમાં સૌથી વધુ વસતી કોળી, પાટીદાર અને ક્ષત્રિય સમાજની છે. 

જુઓ LIVE TV

ભાવનગર લોકસભાની બેઠક પર આ વખત પ્રથમવાર કોળી અને પટેલ વચ્ચે જંગ જામ્યો હતો. પાટીદાર અનામત આંદોલન પછીના બદલાયેલા પરિબળો, બોટાદ જિલ્લાનો આ બેઠકમાં સમાવેશ, અન્ય સમાજની નારાજગી સહિતના પરિબળોને ધ્યાનમાં લીને કોંગ્રેસ દ્વારા મનહર પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતાં. પાટીદાર આંદોલનમાં પણ ભાવનગર જિલ્લામાં સક્રિયતા જોવા મળી હતી. આથી પાટીદાર ફેક્ટર પણ આ બેઠક પર કામ કરી ગયું હોય તેવું લાગે છે. 

જુઓ વિગતવાર પરિણામ...

Gujarat-Bhavnagar
Results
O.S.N. Candidate Party EVM Votes Postal Votes Total Votes % of Votes    
1 PATEL MANHARBHAI NAGJIBHAI (VASANI) Indian National Congress 329131 2623 331754 31.86    
2 DR.BHARATIBEN DHIRUBHAI SHIYAL Bharatiya Janata Party 655272 6001 661273 63.51    
3 VIJAYKUMAR RAMABHAI MAKADIYA Bahujan Samaj Party 6882 59 6941 0.67    
4 DHAPA DHARAMSHIBHAI RAMJIBHAI Vyavastha Parivartan Party 7756 80 7836 0.75    
5 RAMDEVSINH BHARATSINH ZALA Jan Sangharsh Virat Party 2402 107 2509 0.24    
6 SONDHARVA BHARATBHAI KANJIBHAI Sardar Vallabhbhai Patel Party 1362 1 1363 0.13    
7 CHAUHAN AJAYKUMAR RAMRATANSINH (AMIT CHAUHAN) Independent 1557 4 1561 0.15    
8 CHAMPABEN ZAVERBHAI CHAUHAN Independent 1822 6 1828 0.18    
9 SITAPARA SAGARBHAI BHURABHAI Independent 3766 9 3775 0.36    
10 HARESHBHAI BABUBHAI VEGAD (HARABHAI) Independent 6055 1 6056 0.58    
11 NOTA None of the Above 16115 268 16383 1.57    
  Total   1032120 9159 1041279      
                 

ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news