CU અને VVPT નંબર મેચ નહીં થતાં બારડોલી કોંગ્રેસના ઉમેદવારના એજન્ટે કરી ફરિયાદ
બારડોલી વિધાનસભા ક્ષેત્રમાં કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીના એજન્ટે મતગણતરી પહેલા ચૂંટણી પંચને વીવીપેટ અંગે ફરિયાદ કરી છે. વીવીપેટના સીયુ નંબર અને વીવીપેટ નંબર મેચ ન થતા બારડોલી વિધાનસભાના કોંગ્રેસના ઉમેદાવરના એજન્ટે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. જેથી રાજકારણ ગરમાયુ છે.
Trending Photos
તેજશ મોદી/સુરત: બારડોલી વિધાનસભા ક્ષેત્રમાં કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીના એજન્ટે મતગણતરી પહેલા ચૂંટણી પંચને વીવીપેટ અંગે ફરિયાદ કરી છે. વીવીપેટના સીયુ નંબર અને વીવીપેટ નંબર મેચ ન થતા બારડોલી વિધાનસભાના કોંગ્રેસના ઉમેદાવરના એજન્ટે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. જેથી રાજકારણ ગરમાયુ છે.
બારડોલી બેઠક પર આવેલા કામરેજ વિધાનસભાના વિસ્તારમાં આવેલા સીયુ અને વીવીપેટના નંબર અલગ અલગ નિકળતા અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે. જેને લઇને ગુજરાત કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી છે. આ બેઠક પર 405 પુણા 162 અને 445 પુણા 202 બુથના મશીનોના સીયુ અને વીવીપેટ નંબર મેચ નહિ થતા કોંગ્રેસના ઉમેદવારના એજન્ટે ફરિયાદ કરી છે.
કોંગ્રેસના બારડોલી બેઠક પરના ઉમેદવારના એજન્ટે આ અંગે આરોપ લગાવ્યો છે, કે જે નંબરના મશીન હતા તેને બદલે અન્ય મશીન આવ્યા છે. ગુજરાતમાં 2019 લોકસભાની ચૂંટણીમાં પ્રથમવાર આ અંગેની ઘટના સામે આવતા હવે ચૂંટણી પંચ દ્વાર કેવા પ્રકારનો નિર્ણય કરવામાં આવે છે તેના પર કોંગ્રેસ દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે