મહેસાણા લોકસભા ચૂંટણી 2019 પરિણામ: પાટીદારોએ ખોબલે ખોબલે ભાજપને આપ્યાં મત

લોકસભા ચૂંટણી 2019માં ભાજપે સપાટો બોલાવ્યો છે. મહેસાણા બેઠક પર શારદાબેન પટેલે કોંગ્રેસના એ જે પટેલને 281519 મતોથી હરાવ્યાં. 

મહેસાણા લોકસભા ચૂંટણી 2019 પરિણામ: પાટીદારોએ ખોબલે ખોબલે ભાજપને આપ્યાં મત

અમદાવાદ: લોકસભા ચૂંટણી 2019માં ભાજપે સપાટો બોલાવ્યો છે. મહેસાણા બેઠક પર શારદાબેન પટેલે કોંગ્રેસના એ જે પટેલને 281519 મતોથી હરાવ્યાં. ટીદાર બહુમતી ધરાવતું મહેસાણા ઉત્તર ગુજરાતનું પ્રવેશદ્વાર ગણાય છે. છેલ્લા એક દાયકાથી ઔદ્યોગિક વિકાસને કારણે આ શહેરનો ઝડપી વિકાસ થયો છે. ગુજરાતમાં ચાલેલા પાટીદાર આંદોલન સમયે મહેસાણા મુખ્ય એપી સેન્ટર હતું. ભાજપ દ્વારા અહીં પ્રમાણમાં અજાણ્યા કહી શકાય એવા શારદાબેન પટેલને ટિકિટ આપવામાં આવી હતી, જ્યારે તેમની સામે કોંગ્રેસ દ્વારા પૂર્વ સનદી અધિકારી એ.જે. પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતાં.

જુઓ LIVE TV

મહેસાણા લોકસભા બેઠક પર વર્ષોથી પાટીદારોનું પ્રભુત્વ રહેલું છે. આ સમાજ મોટાભાગે ભાજપની મજબૂત વોટબેન્ક ગણાય છે. 1984 પછી આ બેઠક પર ભાજપનો દબદબો જોવા મળ્યો છે. જોકે, પાટીદાર આંદોલન બાદ મહેસાણા જિલ્લામાં રાજકીય સમીકરણો હબદલાયા હોવાતી કોંગ્રેસ અને ભાજપ બંને દ્વારા પાટીદાર ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ભાજપે છેલ્લી બે ટર્મથી આ બેઠક પરથી ચૂંટાઈ આવતા જયશ્રીબેન પટેલને રિપીટ કરવાને બદલે જાણીતા ઉદ્યોગપતિનાં પત્ની શારદાબેન પટેલને ટિકિટ આપીને જોખમ ખેડ્યું છે. જોકે, સેવાકીય ક્ષેત્રે શારદાબેન પટેલનું સારું એવું નામ છે. 

વિગતવાર પરિણામ...

Gujarat-Mahesana
Results
O.S.N. Candidate Party EVM Votes Postal Votes Total Votes % of Votes    
1 CHAUHAN PRAHLADBHAI NATTHUBHAI Bahujan Samaj Party 9449 63 9512 0.88    
2 A. J. Patel Indian National Congress 376193 1813 378006 34.94    
3 SHARDABEN ANILBHAI PATEL Bharatiya Janata Party 656686 2839 659525 60.96    
4 CHAUDHARI SENDHABHAI ABHERAJBHAI Bahujan Mukti Party 4556 29 4585 0.42    
5 PRAJAPATI KANUBHAI AMATHARAM Bharatiya Rashtravadi Paksha 987 5 992 0.09    
6 BAROT KULDIPKUMAR BHARATKUMAR Yuva Jan Jagriti Party 913 6 919 0.08    
7 THAKOR JAYANTIJI CHUNTHAJI Independent 1467 16 1483 0.14    
8 THAKOR BIPINKUMAR SHANKARJI Independent 2101 10 2111 0.2    
9 THAKOR MAYURKUMAR RUPSINGJI Independent 1392 5 1397 0.13    
10 PATEL ANITABEN RAMABHAI Independent 2114 5 2119 0.2    
11 PATEL AMBALAL TALASHIBHAI Independent 3999 2 4001 0.37    
12 RATHOD GULABSINH DURSINH Independent 5211 10 5221 0.48    
13 NOTA None of the Above 11979 88 12067 1.12    
  Total   1077047 4891 1081938      
                 

ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news