ન ઘરના, ન ઘાટના રહ્યાં શોટગન... પત્ની પણ ભૂંડી રીતે હારી

લોકસભા ઈલેક્શન 2019ના પરિણામની તસવીર હવે લગભગ ક્લિયર થઈ ગઈ છે અને દેશમાં ફરીએકવાર ભાજપના નેતૃત્વમાં એનડીએ સરકાર બનવા જઈ રહી છે. નરેન્દ્ર મોદી લહેરની આગળ કોંગ્રેસ કે મહાગઠબંધન ટકી શક્યુ નથી. આ તમામની વચ્ચે બીજેપી છોડીને કોંગ્રેસનો હાથ પકડનાર શત્રુધ્ન સિન્હા ભૂંડી રીતે હારી ગયા છે. 

ન ઘરના, ન ઘાટના રહ્યાં શોટગન... પત્ની પણ ભૂંડી રીતે હારી

અમદાવાદ :લોકસભા ઈલેક્શન 2019ના પરિણામની તસવીર હવે લગભગ ક્લિયર થઈ ગઈ છે અને દેશમાં ફરીએકવાર ભાજપના નેતૃત્વમાં એનડીએ સરકાર બનવા જઈ રહી છે. નરેન્દ્ર મોદી લહેરની આગળ કોંગ્રેસ કે મહાગઠબંધન ટકી શક્યુ નથી. આ તમામની વચ્ચે બીજેપી છોડીને કોંગ્રેસનો હાથ પકડનાર શત્રુધ્ન સિન્હા ભૂંડી રીતે હારી ગયા છે. 

રસપ્રદ બાબત તો એ છે કે, કોંગ્રેસે શત્રુધ્ન સિન્હા અને સમાજવાદી પાર્ટીએ તેમની પત્ની પૂનમ સિન્હાને બીજેપીના કદાવર નેતાઓ સામે ઉતાર્યા હતા, જે તમામ બીજેપીની ગઢ હતી. નરેન્દ્ર મોદી સરકારથી નારાજ રહેલા શત્રુઘ્ન સિન્હાએ લોકસભા ઈલેક્શન પહેલા જ ભાજપને જાકારો આપ્યો હતો અને કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો હતો. તેના બાદ પટના સાહિબથી તેમણે ચૂંટણી લડવાનુ નક્કી કર્યું હતું. કોંગ્રેસે તેમની આ વાત માની હતી, અને ભાજપના રવિશંકર પ્રસાદની સામે મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ આજે પરિણામ આવ્યા બાદ તેમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. 

તો બીજી તરફ, સમાજવાદી પાર્ટીએ લોકસભા સીટથી પૂનમ સિન્હા પર નસીબ અજમાવ્યું હતું. તેમને બીજેપીના કદાવર નેતા અને ગૃહમંત્રી રાજનાથ સિંહની સામે લોકસભા સીટ પરથી ઉતાર્યા હતા અને અહી પૂનમ સિન્હાને હારનો સામનો કરવો પડ્યો હતો. જેથી કહી શકાય કે, શત્રુધ્ન સિન્હા બંને લોકસભા ચૂંટણીમાં હારી ગયા છે. 

ઉલ્લેખનીય છે કે, લોકસભા ઈલેક્શનનું પરિણામ એનડીએ તરફી છે. એનડીએ 345 સીટ પર આગળ રહ્યું છે. જ્યારે કે, યુપીએ 92 સીટ અને અન્ય 105 સીટ પર આગળ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news