લોકસભા ચૂંટણી 2019: સુરત બેઠક પર કોળી પટેલ મતદાર ભજવશે મહત્વની ભૂમીકા
લોકસભાની ચુંટણીમાં તમામ પક્ષો પોતાના ઉમેદવારને જીતાડવા માટે પ્રયાસ કરી રહી છે, તો બીજી તરફ સમાજ અને જ્ઞાતિઓ પણ પોતાના ઉમેદવારને જીતાડવા માટે મેદાને પડ્યા છે. જેના માટે સમાજના સંમેલનમાં પાર્ટીને નહીં પરતું સમાજની સાથે રહેવાની હાંકલ કરવામાં આવી રહી છે. ત્યારે નવસારી લોકસભા બેઠક પર ભાજપાએ પોતાના વર્તમાન સાંસદ સી આર પાટીલને જ ફરી એક વખત ટીકીટ આપી છે.
Trending Photos
તેજશ મોદી/ સુરત: લોકસભાની ચુંટણીમાં તમામ પક્ષો પોતાના ઉમેદવારને જીતાડવા માટે પ્રયાસ કરી રહી છે, તો બીજી તરફ સમાજ અને જ્ઞાતિઓ પણ પોતાના ઉમેદવારને જીતાડવા માટે મેદાને પડ્યા છે. જેના માટે સમાજના સંમેલનમાં પાર્ટીને નહીં પરતું સમાજની સાથે રહેવાની હાંકલ કરવામાં આવી રહી છે. ત્યારે નવસારી લોકસભા બેઠક પર ભાજપાએ પોતાના વર્તમાન સાંસદ સી આર પાટીલને જ ફરી એક વખત ટીકીટ આપી છે.
કોંગ્રેસે કોળી પટેલ સમાજના ધર્મેશ પટેલને ટીકીટ આપી છે, મહત્વનું છે કે કોળી પટેલને ટીકીટ આપવાની માંગણી છેલ્લા કેટલાક સમયથી સમાજ કરી રહ્યો હતો. ત્યારે સોમવારે સુરતમાં કોળી પટેલ સમાજની બેઠકમાં ધર્મેશ પટેલેને વોટ આપી જીતાડવા સમાજને અપીલ કરવામાં આવી છે. સુરતના જીઆવ બુડિયા ગામ ખાતે સુરત જીલ્લા કોળી પટેલ સમાજના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
લોકસભા ચૂંટણી 2019: જાણો બનાસકાંઠા બેઠક પર શું કહે છે ચૂંટણીનું ગણિત
આ સંમેલનમાં સમાજના મોભીઓએ એક માટે કહ્યું હતું કે દરેક સમાજ પોતાના સમાજનો ઉમેદવાર જીતે તેવું ઈચ્છે તો પછી નવસારીમાં કોળી પટેલ સમાજનો ઉમેદવાર કેમ ન જીતવો જોઈ, અને તેથી જ સમાજે કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલને જીતાડવાનું નક્કી કર્યું છે, બીજી તરફ એવું પણ કહેવામાં આવી રહ્યું છે, સી ડી પટેલ બાદ 39 વર્ષે કોળી પટેલ સમાજમાંથી ઉમેદવારી મળી છે તો જીત પણ નક્કી જ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે