લોકસભા ચૂંટણી 2019: રાહુલગાંધી 27માર્ચે આવશે ગુજરાતની મુલાકાતે

લોકસભા ચૂંટણી 2019, રાહુલ ગાંધી, ગુજરાત પ્રવાસ, ગુજરાતની લોકસભા સીટો, પ્રચાર, પ્રિયંકા ગાંધી, ગૌરવ પટેલ, અમદાવાદ, સૌરાષ્ટ્ર, Lok Sabha Elections 2019, Rahul Gandhi, Gujarat Tour, Gujarat Lok Sabha seats, Promotions, Priyanka Gandhi, Gaurav Patel, Ahmedabad, Saurashtra

લોકસભા ચૂંટણી 2019: રાહુલગાંધી 27માર્ચે આવશે ગુજરાતની મુલાકાતે

ગૌરવ પટેલ/ ગાંધીનગર: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંઘી 27 માર્ચ બાદ ગુજરાતના પ્રવાસે આવશે. ગુજરાત કાંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના સૌરાષ્ટ્ર પ્રવાસની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અને આ માટે તેમણે આમંત્રણ આપવામાં આવ્યુ છે. મળતી માહિતી પ્રમાણે રાહુલ ગાંઘી સૌરાષ્ટ્રના પરબવાવડી ધામની મુલાકાત લેશે અને પછી સૌરાષ્ટ્ર પંથકમાં જનસભાને સંબોધન કરશે.

નાંધનીય છે કે રાહુલ ગાંધીએ 14 ફેબ્રુઆરીએ વલસાડ ખાતે જનસભાને સંબોધન કરી ચુંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. ત્યાર બાદ 12 માર્ચે કાંગ્રેસની વર્કીંગ સમિતિની બેઠક માટે ગુજરાત આવ્યા હતા. અને હવે પરબધામના પ્રવાસે આવશે. એટલે માત્ર દોઢ મહિનાના સમય ગાળામાં ત્રીજીવાર રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે.

લોકસભાની ચૂંટણીને અનુલક્ષી કોંગ્રેસ ગુજરાત લોકસભાની સીટો પર પકડ મજબૂત કરવા માટે સ્ટાર પ્રચારકોની ટીમ પણ કામે લગાડશે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલગાંધી પણ ગુજરાતના પ્રવાસે આવશે તેમની સાથે પ્રિયંકા ગાંધી પણ ગુજરાતના પ્રવાસે આવે તેવી સંભાવનાઓ છે. ત્યારે કોંગ્રેસના ગુજરાતના નેતાઓએ પણ રાહુલ ગાંધીના પ્રવાસને લઇને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news