ભાવનગરમાં ફસાયેલા મજૂરોને પરત મોકલાશે, તંત્રએ તૈયારી કરી શરૂ
લોકડાઉનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે ત્યારે ફસાયેલા શ્રમિકોને પોતપોતાના વતન મોકલવા માટે વહીવટી તંત્ર દ્વારા 8 જેટલા કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે.
Trending Photos
નવનીત દલવાડી/ભાવનગરઃ રાજ્યમાં ફસાયેલા મજૂરોને પોતાના વતન પરત મોકલવામાં આવી રહ્યાં છે ત્યારે ભાવનગરમાં પણ મજૂરોને પોતાના વતન પરત મોકલવા માટેની વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા ફસાયેલા લોકોને વતન પરત મોકલવા 8 કેન્દ્રો પર વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જ્યાં વતન જવા ઉતાવળા બનેલા હજારો શ્રમિકો પરમીશન લેવા માટે ઉમટી પડ્યા હતા. પરમીશન મળી જતા ઉત્તર પ્રદેશના હજારો શ્રમિકો ટ્રેન અને બસ દ્વારા વતન જશે.
કોરોનાને લઈને દેશભરમાં ચાલી રહેલા લોકડાઉનના કારણે તમામ ધંધા રોજગાર બંધ છે, ત્યારે દેશના અનેક રાજ્યના પેટિયું રળવા આવેલા શ્રમિકો ગુજરાતમાં ફસાયા છે. હાલ લોકડાઉનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે બીજીબાજુ પૈસા અને અન્ન પુરવઠો ખૂટી જતા શ્રમિકો મૂંઝાયા છે અને વતન જવા માટે મજબૂર બન્યા છે. ત્યારે ગુજરાતમાં ફસાયેલા શ્રમિકોને વતન પરત મોકલવા માટે સરકાર દ્વારા ટ્રેન અને બસની વ્યવસ્થા કરવામાં આવી છે. ફસાયેલા શ્રમિકોને બસ અને ટ્રેન દ્વારા વતન મોકલવામા આવશે. જે માટે વિદ્યાનગર ખાતે આવેલી એન્જીનિયરિંગ કોલેજ ખાતે કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટેન્સિંગના પાલન સાથે શ્રમિકોને પ્રવેશ આપવામાં આવે છે, તેમજ શ્રમિકો પણ જાતે જ સોશિયલ ડિસ્ટેન્સિંગનું સાથે નિયમોનું પાલન કરતા જોવા મળી રહ્યા છે.
કોરોનાઃ ગુજરાતની હાલની પરિસ્થિતિ માટે 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ જવાબદારઃ કોંગ્રેસ
લોકડાઉનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે ત્યારે ફસાયેલા શ્રમિકોને પોતપોતાના વતન મોકલવા માટે વહીવટી તંત્ર દ્વારા 8 જેટલા કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે જ્યાં શ્રમિકોના સ્ક્રીનિંગ, આરોગ્યની ચકાસણી તેમજ માત્ર 720 રૂપિયા જેવા વ્યાજબી ટિકિટ ભાડા સાથે વતન જવા પરમીટ આપવા માં આવી રહી છે. પરંતુ લોકડાઉનના કારણે બેરોજગાર બનેલા શ્રમિકો પાસે પૈસા ખૂટી જતા ભાડાના પણ પૈસા ના હોય સરકાર પાસે યોગ્ય વ્યવસ્થાની માંગ કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે