આજે સાંજે 5 વાગ્યે જાહેર થશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ
Trending Photos
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાર્ટીનો પ્રચાર કરવા માટે અરવિંદ કેજરીવાલથી માંડીને આપ પાર્ટીના તમામ દિલ્હીના હોદ્દેદારો ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે
- એક તરફ બીજેપી અને કોંગ્રેસના ઉમેદવારો તો છે જ, બીજી તરફ આપ અને અસુદ્દીની પાર્ટી પણ મેદાને છે
હિતલ પારેખ/ગાંધીનગર :આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થશે. આગમી બે-ત્રણ કલાકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (local election) ની તારીખો અંગે જાહેરાત કરાશે. ચૂંટણી આયોગ દ્વારા આ માટે પ્રેસ કોન્ફરન્સની તૈયારીઓ કરી લેવાઈ છે. રાજ્ય ચૂંટણી આયોગના કમિશનર સંજય પ્રસાદ આ અંગે જાહેર કરશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાતના સંદર્ભમાં આજે ચૂંટણી આયોગની કચેરી ચાલુ રાખવામાં આવી છે. ચૂંટણી આયોગ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ત્યારે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ખાસ બની રહેવાની છે. દરેક પક્ષ પ્રચાર કરવામાં એડીચોટીનું જોર લગાવી દેવાની છે. આવામાં આપ (AAP) ના મુખિયા અરવિંદ કેજરીવાલ (arvind kejriwal) પણ ગુજરાતમાં આવીને ચૂંટણીનો પ્રચાર કરશે.
આપ દ્વારા 1700 ઉમેદવારો જાહેર કરાયા
આપના પ્રચાર વિશે ગુજરાતમાં આપના પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાર્ટીનો પ્રચાર કરવા માટે અરવિંદ કેજરીવાલથી માંડીને આપ પાર્ટીના તમામ દિલ્હીના હોદ્દેદારો ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થાય એ પહેલા આપ પાર્ટી દ્વારા ગુજરાતમાં પગ પેસારો કરવા તૈયારીઓ કરી લેવાઈ છે. આજે સ્થાનિક સ્વરાજ્યની ત્રીજી યાદી જાહેર કરવામાં આવી છે. આપ પાર્ટી દ્વારા અત્યાર સુધીમાં 1700થી વધુ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં સ્થાનિક કક્ષાના પ્રશ્નોને આગળ કરી દિલ્હી મોડલને આધારે ગુજરાતમાં મતદારો પાસે મદદ માગવામાં આવશે.
આ પણ વાંચો : આઈફોન માંગનારી હીનાનો ઓડિયો થયો વાયરલ, memes તો તેના કરતા પણ ચઢિયાતા છે
ચૂંટણીમાં અસુદ્દીન ઔવેસીની એન્ટ્રી થઈ છે
આ ઉપરાંત ગુજરાતમાં ચૂંટણી લડવા માટે અસુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) ની પાર્ટીએ વસાવા બંધુઓ સાથે હાથ મિલાવ્યા છે. ગુજરાતના રાજકારણમાં અસુદ્દીન ઔવેસીની એન્ટ્રી થઈ છે. ગુજરાતમાં અસદ્દુદીન ઓવૈસીની પાર્ટી AIMIM (All India Majlis-e-Ittehadul Muslimeen) અને છોટુ વસાવા (chhotu vasava) ની પાર્ટીનું ગઠબંધન થયું છે અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે મળીને લડશે તેવી જાહેરાત છોટુ વસાવાએ કરી છે. ત્યારે આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી રોમાંચક બની રહેવાની છે. એક તરફ બીજેપી અને કોંગ્રેસના ઉમેદવારો તો છે જ, બીજી તરફ આપ અને અસુદ્દીની પાર્ટી પણ મેદાને છે.
આ પણ વાંચો : 18 વર્ષના અમદાવાદીનું ભેજુ ગજબનું છે, ખાણમાં બ્લાસ્ટ કરવાની તાકાત ધરાવતું ડ્રોન બનાવ્યું
તો બીજી તરફ, ગુજરાતમાં કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની જાહેરાત પૂર્વે કહ્યું કે, ચૂંટણી પંચની જાહેરાતને કોંગ્રેસ આવકારશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે કોંગ્રેસ તૈયાર છે. ચૂંટણી માટેની તમામ તૈયારીઓ કોંગ્રેસે પૂર્ણ કરી છે. 2015 માં ગ્રામ્ય વિસ્તારમાંના પરિણામો દોહરવીશું. પેટાચૂંટણીમાં રહેલ કમીઓ દૂર કરવામાં આવી છે. બૂથ લેવલથી લોકસભા બેઠક સુધીની તૈયારીઓ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે