ઝી 24 કલાક મહાસન્માન : પીએમ મોદીના 'નયા ભારત' નિર્માણમાં ગુજરાત રોલ મોડલ બને- સીએમ રૂપાણી

રાજ્યના ઉદ્યોગપતિઓનું મહાસન્માન કરવા આવેલા સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, "દેશના અર્થતંત્રને 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનાવવા માટે ગુજરાત દેશમાં રોલ મોડેલ બનશે. ગુજરાતે એમએસએમઈ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત રાજ્યએ પહેલા ઉદ્યોગ સ્થાપવા અને પછી જરૂરી ત્રણ વર્ષમાં લઈ લેવાની જાહેરાત કરાઈ છે. એમએસએઈને વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવા માટે રાજ્ય સરકારે વિશેષ સોલાર પોલીસી બનાવી છે. રાજ્યમાં અનેક વેપાર-ઉદ્યોગોને 'લાયસન્સ રાજ'માંથી મુક્તી આપી. વડાપ્રધાન મોદીના 'નયા ભારત' નિર્માણના સ્વપ્નમાં ગુજરાત રોલ મોડલ બને, ગુજરાત પહેલ કરે, ગુજરાતીઓ વધુ ને વધુ સાહસ કરતા થાય એવી આપ સૌ પાસે અપેક્ષા છે. "

ઝી 24 કલાક મહાસન્માન : પીએમ મોદીના 'નયા ભારત' નિર્માણમાં ગુજરાત રોલ મોડલ બને- સીએમ રૂપાણી

અમદાવાદઃ ગુજરાતીઓના લોહીમાં સદીઓથી વેપાર વણાયેલો છે. ગુજરાતની ઉદ્યોગપતિઓ દેશ-વિદેશમાં ફેલાયેલા છે. દેશાંતર પાર પણ ગુજરાતીઓએ પોતાની કોઠાસૂઝ વડે વેપાર-ધંધામાં કાઠું કાઢેલું છે. વહાણ લઈને વેપાર-ધંધો કરવા અનેક દેશો સુધી પહોંચેલા ગુજરાતીઓની જાજરમાન શૌર્યગાથાથી ગુજરાતનો ઈતિહાસ ભરેલો છે. આવા જ ખમીરવંતા ઉદ્યોગપતિઓનું ઝી 24 કલાક દ્વારા ગુરૂવારે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે 'મહાસન્માન'ના કાર્યક્રમનું આયોજન કરાયું હતું

ગુજરાતના MSME ક્ષેત્રના સાહસિક ઉદ્યોગપતિઓનું સન્માન કરવા માટે ઝી 24 કલાક દ્વારા ગુરૂવારે અમદાવાદના ઉસ્માનપુરામાં આવેલી હોટલ હયાત ખાતે સાંજે 7.00 કલાકે ‘મહાસન્માન 2019 - એક શામ ઉદ્યોગ સાહસિકોને નામ’ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ઝી મીડિયાના સીઈઓ પુરુષોત્તમ વૈષ્ણવ, ઝી 24 કલાકના એડિટર દિક્ષીત સોની, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપ સિંહ જાડેજા, વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, અમુલના ચેરમેન આર.એસ. સોઢી, અમદાવાદના મેયર બિજલબેન પટેલ સહિતના ગુજરાતના વિવિધ ક્ષેત્રોના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 

આ પ્રસંગે ઝી 24 કલાકના સીઈઓ પુરુષોત્તમ વૈષ્ણવે જણાવ્યું કે, "હું રાજસ્થાનથી આવું છુ. રાજસ્થાન અને ગુજરાતની ધરતીમાં ખાસ વાત છે. કોઈ કહે છે કે, અહીંની માટી સોનું ઉગાડે છે. ગુજરાતની ધરતી ઉદ્યોગપતિઓને જન્મ આપે છે. હું આપ સૌનું ગુજરાતની પ્રગતિમાં યોગદાન આપવા બદલ અભિવાદન કરું છું. ગુજરાતની પ્રગતિમાં તમારું અપ્રતિમ યોગદાન છે. તમે ઉદ્યોગ સાહસિક રાજ્ય અને દેશના અર્થતંત્રની ધમની છો. એમએસએમઈ ઉદ્યોગો ઘણી વખત ધ્યાનમાં આવતા નથી, પરંતુ ગુજરાત સરકારનાં પ્રયાસોના કારણે આ ઉદ્યોગો આજે અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર બનેલા છે. ગુજરાતના આ ઉદ્યોગ સાહસિકોના પરિણામે જ ગરીબોના ઘરનો ચૂલો સળગે છે. તમને સૌને ખુબ-ખુબ અભિનંદન. ગુજરાતની ધરતીના આ ખમીરવંતા ઉદ્યોગપતિઓનું હું સ્વાગત કરું છું." 

રાજ્યના ઉદ્યોગપતિઓનું મહાસન્માન કરવા આવેલા રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, "શૂન્યમાંથી સર્જન કરનારા, જોબ સીકરમાંથી જોબ ગીવર બનનારા ગુજરાતના ઉદ્યોગપતિઓનું સન્માન કરવાની તક આપવા બદલ ઝી 24 કલાકનો આભાર માનું છું. ગુજરાત અને અન્ય રાજ્યના લોકોમાં મુખ્ય અંતર શાંત સ્વભાવ, મૃદુ અને સાહસિક સ્વભાવ, ઉદ્યમશીલતા વણેલી છે. સદીઓ પહેલાથી આપણાં બાબ-દાદાઓ આફ્રિકાથી માંડીને વિશ્વના અન્ય દેશોમાં ગયા હતા. ગુજરાતના ઉદ્યોગપતિઓએ નાના ઉદ્યોગોથી શરૂઆત કરીને હરણફાળ ભરી છે અને વિશાળ વટવૃક્ષ બનીને બેઠા છે. ગુજરાતના ડીએનએમાં વેપાર, સાહસ અને ઈમાનદારી છે, તેના કારણે જ રાજ્યના ઉદ્યોગપતિઓ સફળ બન્યા છે. અત્યારે દેશમાં એમએસએમઈ અને કૃષિ ક્ષેત્રે દેશના અર્થતંત્રમાં મુખ્ય યોગદાન આપી રહ્યા છે. ગુજરાતમાં 34 લાખ એમએસએમઈ કાર્યરત છે. એમએસએમઈ સેક્ટરમાં 40 ટકા વિકાસ થયો છે. 

— Vijay Rupani (@vijayrupanibjp) October 11, 2019

મુખ્યમંત્રી રૂપાણીએ વધુમાં જણાવ્યું કે, "દેશના અર્થતંત્રને 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનાવવા માટે ગુજરાત દેશમાં રોલ મોડેલ બનશે. ગુજરાતે એમએસએમઈ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત રાજ્યએ પહેલા ઉદ્યોગ સ્થાપવા અને પછી જરૂરી ત્રણ વર્ષમાં લઈ લેવાની જાહેરાત કરાઈ છે. રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાએ પોત-પોતાની રીતે વિવિધ ઉદ્યોગો માટે આગવી ઓળખ ઊભી છે. એમએસએઈને વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવા માટે રાજ્ય સરકારે વિશેષ સોલાર પોલીસી બનાવી છે. ગુજરાતે 'શોપ એક્ટ'માં ફેરફાર કરીને દુકાનદારોને 24 કલાક સુધી દુકાન ચલાવાની મંજુરી આપી. રાજ્યમાં અનેક વેપાર-ઉદ્યોગોને 'લાયસન્સ રાજ'માંથી મુક્તી આપી. વડાપ્રધાન મોદીના 'નયા ભારત' નિર્માણના સ્વપ્નમાં ગુજરાત રોલ મોડલ બને, ગુજરાત પહેલ કરે, ગુજરાતીઓ વધુ ને વધુ સાહસ કરતા થાય એવી આપ સૌ પાસે અપેક્ષા છે. ઝી 24 કલાકે એમએસએમઈ ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકોનું સન્માન કર્યું છે તે બિરદાવવાને લાયક છે. આ મહાસન્માન બીજા માટે પણ પ્રેરણાસ્રોત બનશે એવી મને આશા છે."

કહેવાય છે કે, સારો વેપાર કરવા માટે માત્ર સારો આઈડિયા જ નહિ, પરંતુ ધગશની પણ એટલી જ જરૂર હોય છે. ઝી 24 કલાક દ્વારા આવા જ શૂન્યમાંથી સર્જન કરનારા ઉદ્યોગપતિઓનું મહાસન્માન કરવામાં આવ્યું હતું. તેમણે આકરી મહેનતથી પોતાનું બિઝનેસ સામ્રાજ્ય વિકસાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઝી 24 કલાક દ્વારા દર વર્ષે ઉદ્યોગ સાહસિકોનું આ રીતે સન્માન કરાય છે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news