Digital India Week 2022: ડિજિટલ અભિયાનને કારણે દેશમાં ભ્રષ્ટાચાર પર લગામ લાગીઃ પીએમ મોદી
આજે ગાંધીનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રવ્યાપી ડિજિટલ ઈન્ડિયા વીક-2022નો પ્રારંભ કરાવ્યો છે. પીએમ મોદીએ ભારતમાં ડિજિટલ ઈન્ડિયાને કારણે આવેલી ક્રાંતિ પર વાત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યુ કે, ડિજિટલ ઈન્ડિયા અપનાવીને ભારત અનેક ક્ષેત્રમાં ખુબ આગળ વધી રહ્યું છે.
Trending Photos
અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડિજિટલ ઈન્ડિયા વીક-2022નું ઉદ્ઘાટન કરવા માટે ગુજરાતના પ્રવાસે છે. પીએમ નરેન્દ્ર મોદી ‘કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડ’ થીમ પર આધારિત ‘ડિજિટલ ઈન્ડિયા વીક ૨૦૨૨’નો મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતેથી દેશવ્યાપી શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરની પ્રેરક ઉપસ્થિતિમાં કરાવ્યો છે.. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીના હસ્તે ટેકનોલૉજીના માધ્યમ દ્વારા જનસુખાકારીના લાભો નાગરિકોને સરળતાથી મળી રહે તે માટે અનેકવિધ નવીન ડિજિટલ પહેલ દેશવાસીઓ માટે ખુલ્લી મુકવામાં આવી છે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસની પળે પળની અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ Live Updates
- ડિજિટલ ઈન્ડિયા વીક-2022માં પીએમ મોદીનું સંબોધન
- સ્પેસ હોય, મેપિંગ હોય, ડ્રોન હોય, ગેમિંગ હોય અને એનીમેશન હોય, આવા અનેક સેક્ટર જે future digital tech ને વિસ્તાર આપવાના છે, તેને ઈનોવેશન માટે ખોલી દેવામાં આવ્યા છે.
- વિશ્વના 40 ટકા ડિજિટલ ટ્રાન્ઝેક્શન માત્ર ભારતમાં થાય છે. આ ભારતની તાકાત છે. આજે મોલમાં જે ટ્રાન્ઝેક્શનની ટેક્નોલોજી છે, તે ટેક્નોલોજી ફુટપાથ પર ધંધો કરતા વ્યક્તિ પાસે છેઃ પીએમ મોદી
- કોરોના કાળમાં 3 કરોડથી વધુ લોકોએ ઘરે બેસી મોબાઇલ પર તબીબી સલાહો લીધીઃ પીએમ મોદી
- દેશમાં વન નેશન વન રાશનની મદદથી 80 કરોડ લોકોને ફ્રી રાશન આપ્યું. આ ટેક્નોલોજીનો કમાલ છે. પીએમ મોદીએ કહ્યું કે, આપણે ટેક્નોલોજીની મદદથી દેશમાં વિશ્વનું સૌથી મોટુ વેક્સીનેશન અભિયાન ચલાવ્યુંઃ પીએમ મોદી
- ડિજિટલ ક્રાંતિને કારણે રોજગારની તકોમાં ખુબ વધારો થયોઃ પીએમ મોદી
- દેશમાં ગરીબો સૌથી વધુ વંદે ભારત ટ્રેનનો ઉપયોગ કરે છેઃ પીએમ મોદી
- ડિજિટલ ઈન્ડિયાની એક અન્ય તાકાત પણ છે. ડિજિટલ સુવિધાને કારણે અનેક ખોવાયેલા બાળકોનું તેના પરિવારો સાથે મિલન થયુંઃ પીએમ મોદી
- ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી છેલ્લા 8 વર્ષમાં 23 લાખ કરોડ રૂપિયા સીધા લાભાર્થીઓના બેન્ક ખાતામાં મોકલવામાં આવ્યા છે. આ ટેક્નોલોજીને કારણે દેશના 2 લાખ 23 હજાર કરોડ રૂપિયા ખોટા હાથમાં જતા બચી ગયા છેઃ પીએમ મોદી
- સમયની સાથે જે દેશ આધુનિક ટેકનોલોજીને નથી અપનાવતા તેવા દેશને સમય પાછળ છોડી દેતો હોય છે.આજે આપણે ગૌરવપૂર્ણ કહી શકીએ કે, ભારત ચોથી ઔદ્યોગિક ક્રાતિ, ઇન્ડસ્ટ્રી 4.0 ની દિશા દુનિયાને બતાવી રહ્યું છે: પીએમ મોદી
- દેશમાં ગરીબોને મળ્યો જનધન, મોબાઇલ અને આધારનો લાભ.
- ઈ-સંજીવનીનો અત્યાર સુધી ત્રણ કરોડ લોકોને લાભ મળ્યો- પીએમ મોદી
- ડિજિટલ ઈન્ડિયાને કારણે ભ્રષ્ટાચાર પર લગામ લાગી છે. પહેલા સામાન્ય કામ માટે પૈસા આપવા પડતા હતા. ડિજિટલ ઈન્ડિયા વચેટિયાઓનું નેટવર્ક સમાપ્ત કરી રહ્યું છે.
- ડિજિટલ ઈન્ડિયાએ ટેક્નોલોજીને વધુ સરળ બનાવી.
- ગુજરાત ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમમાં પથદર્શકની ભૂમિકા નિભાવી રહ્યું છે.
- પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, ભારતે ડિજિટલ અભિયાનને સમગ્ર વિશ્વની સામે રાખ્યું.
- ટેક્લોનોજીનો સાચો ઉપયોગ માનવતા માટે કેટલો ક્રાંતિકારી છે, તેનું ઉદાહરણ ભારતે ડિજિટલ ઈન્ડિયા અભિયાન તરીકે વિશ્વની સામે રાખી છે.
- મને ખુશી છે કે 8 વર્ષ પહેલા શરૂ થયેલું અભિયાન બદલતા સમયની સાથે ખુદને વિસ્તાર આપી રહ્યું છેઃ પીએમ મોદી
- પીએમ મોદીએ કહ્યુ કે, 8-10 વર્ષ પહેલા બેન્કથી લઈને રાશન સહિત અનેક કામ માટે લાઈનો લાગતી હતી. પરંતુ હવે ડિજિટલ ક્રાંતિને કારણે આ તમામ સુવિધા ઓનલાઇન થઈ છે.
- પીએમ મોદીએ કહ્યુ કે, આજનો કાર્યક્રમ 21મી સદીના ભારતની ઝલક છે. સમયની સાથે ટેક્નોલોજીનો સમાવેશ થયો. જે લોકો ટેક્નોલોજી સાથે ચાલતા નથી, તે સમયથી પાછળ રહી જાય છે.
- પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, ભારતે ડિજિટલ અભિયાનને સમગ્ર વિશ્વની સામે રાખ્યું.
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઈન્ડિયા વીકનું કર્યું ઉદ્ઘાટન
આ કાર્યક્રમમાં વિવિધ ડિજિટલ પહેલ જેવી કે ‘ઇન્ડિયાસ્ટેક ગ્લોબલ’, ‘માય સ્કીમ’, ‘મેરી પહેચાન’, ‘ડિજિટલ ઇન્ડિયા ભાષિની’, ‘ડિજિટલ ઇન્ડિયા જેનિસિસ’, ‘ચીપ્સ ટુ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ’ તથા ‘કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડની ઇ-બુક’નો પ્રધાનમંત્રીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો.
Hon. PM @narendramodi launches https://t.co/ECD8DwugHA, a platform that will help position our nation as the world leader in building Digital Transformation projects at a population scale. #DIW2022 #IndiasTechade pic.twitter.com/mfJGZ0mctw
— Ministry of Electronics & IT (@GoI_MeitY) July 4, 2022
- પ્રધાનમંત્રી કાર્યક્રમ સ્થળે પહોંચ્યા. બસ થોડી ક્ષણોમાં થશે ડિજિટલ ઈન્ડિયા વીકનો પ્રારંભ
- ડિજિટલ મેળામાં 200થી વધુ સ્ટોલ, સ્ટોલ પર યુવતીઓ સાથે ચર્ચા કરી રહ્યાં છે પીએમ મોદી
PM Modi takes a view of an exhibition organized as part of Digital India Week program in Gandhinagar, Gujarat
(Source: DD) pic.twitter.com/w9rbxAmgyk
— ANI (@ANI) July 4, 2022
- પીએમ મોદીએ મહાત્મા મંદિર ખાતે ડિજિટલ મેળાની મુલાકાત લીધી
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડિજિટલ ઈન્ડિયા વીકનું ઉદ્ઘાટન કરવા માટે મહાત્મા મંદિર પહોંચી ગયા છે.
- ગાંધીનગર ખાતે રાજભવન પહોંચ્યા પીએમ મોદી... થોડીવારમાં ત્યાંથી પહોંચશે મહાત્મા મંદિર..
- એરપોર્ટથી પીએમ મોદી ગાંધીનગર રાજભવન ખાતે જવા રવાના
- પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા, રાજ્યપાલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું સ્વાગત
- પીએમ મોદીનું સ્વાગત કરવા એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પહોંચ્યા.
શું છે ડિજિટલ ઈન્ડિયા વીક કાર્યક્રમ
ડિજિટલ ઇન્ડિયા વીક-૨૦૨૨ની ઉજવણી અંતર્ગત મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે તા. ૪થી ૬ જુલાઈ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ડિજિટલ ઈન્ડિયાની વર્ષગાંઠની ઉજવણી કરાશે તથા આધાર, યુપીઆઈ, કૉ-વિન, ડિજિલૉકર જેવા જાહેર ડિજિટલ પ્લેટફોર્મ મારફત નાગરિકોને સરળતાથી સેવા મળી રહે તે અંગેની જાણકારી આપતું પ્રદર્શન યોજાશે. આ ઉપરાંત ટેકનોલૉજીના વિવિધ પ્લેટફોર્મ થકી ભારતવાસીઓને મળતી સુવિધાઓના લાભો અંગેનું તકનીકી કૌશલ્યનું પ્રદર્શન વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરાશે. તેમજ આવનારી પેઢી માટે ડિજિટલ માધ્યમ થકી રોજગારીની કેવી તકોનું નિર્માણ થઈ શકે તે માટે પણ ચર્ચા થશે. આ ઉપરાંત સ્ટાર્ટઅપ, સરકાર, ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓની જનભાગીદારી થકી ૨૦૦થી વધુ સ્ટોલ સાથેનો ડિજિટલ મેળો યોજાશે, જેમાં રોજિંદી જીવનશૈલીને સરળ બનાવતા વિવિધ ડિજિટલ સોલ્યુશન્સ અંગેનું પ્રદર્શન કરવામાં આવશે.
વધુમાં, ભારતીય યુનિકોર્ન્સ અને સ્ટાર્ટઅપ્સ દ્વારા વિકસાવવામાં આવેલા વિવિધ ટેકનોલૉજી આધારિત સોલ્યુશન્સ પણ તા. ૭થી ૯ જુલાઈ દરમિયાન વર્ચ્યુઅલ મોડમાં યોજાશે, જેમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો દ્વારા ડિજિટલ નોલેજનું આદાન-પ્રદાન કરાશે.
પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવનાર ‘ડિજિટલ ઈન્ડિયા ભાષિની’ પહેલ થકી દેશની વિવિધ ભાષાઓમાં વૉઇસ-આધારિત ઍક્સેસથી ભારતીય ભાષાઓમાં કન્ટેન્ટના નિર્માણમાં ઈન્ટરનેટ અને ડિજિટલ સેવાઓની સરળ પહોંચને વધુ મજબૂત કરાશે. ભારતીય ભાષાઓ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ભાષા ટેક્નોલોજી કલ સોલ્યુશન્સથી વધુને વધુ નાગરિકો જોડવામાં સરળતા થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે