ભાવનગર: માનવભક્ષી સિંહનો કોળીયો બન્યો યુવાન, દરિયાકાંઠા નજીક મળ્યો મૃતદેહ

ગુજરડા ગામ નજીક જંગલ વિસ્તારના દરિયાકાંઠે ગત મોડી રાત્રીના માછીમાર યુવક પર સિંહે હુમલો કરી યુવાન ને ફાડી ખાધો હતો. રામજીભાઈ ચુડાસમાના યુવાન સિંહનો કોળીયો બની જતા આસપાસના લોકોમાં ભય ફેલાઈ ગયો છે.

ભાવનગર: માનવભક્ષી સિંહનો કોળીયો બન્યો યુવાન, દરિયાકાંઠા નજીક મળ્યો મૃતદેહ

ભૌમિક સિદ્ધપુરા, ભાવનગર: ભાવનગરના મહુવાના ખરેડ અને ગુજરડા ગામ નજીક જંગલ વિસ્તારના દરિયાકાંઠે ગત મોડી રાત્રીના માછીમાર યુવક પર સિંહે હુમલો કરી યુવાન ને ફાડી ખાધો હતો. રામજીભાઈ ચુડાસમાના યુવાન સિંહનો કોળીયો બની જતા આસપાસના લોકોમાં ભય ફેલાઈ ગયો છે. સિંહના પંજાના નિશાન મળતા ફોરેસ્ટ વિભાગ દ્વારા તપાસ આદરી છે કે છ વર્ષથી આ વિસ્તારમાં રહેતા સિંહ ક્યાંક માનવભક્ષી નથી બન્યાને જો કે હાલ વનવિભાગે તપાસ આદરી છે.

ભાવનગરના મહુવાના સરતાનપરના રામજીભાઈ ચુડાસમા નામના યુવકને ફાડી ખાધા હોવાનું સામે આવ્યું છે. રામજીભાઈનો મૃતદેહ વન્ય પ્રાણીએ કોળીયો બનાવ્યો હોવાની હાલતમાં મળી આવ્યો હતો. રામજીભાઈનો મૃતદેહ જ્યાંથી મળ્યો ત્યાં થોડી દુર ઝૂંપડું કરીને રહેતો હતો અને ગત મોદી રાત્રે કોઈ કારણસર સિંહનો કોળીયો બન્યો હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે.

સિંહના પંજાના નિશાન મળી આવ્યા છે. જો કે થોડા દિવસ પૂર્વે ગીરના દેવળીયા નેશનલ પાર્કમાં સિંહે ત્રણ લોકો પર હુમલો કર્યાની ઘટના તાજી છે. ત્યાં આ બીજી ઘટના બની છે. આ ઘટના રાત્રે બે વાગ્યા આસપાસ બની હોવાનું અનુમાન સૂત્ર પાસે જાણવા મળેલ તપાસ માટે પણ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

આ યુવક પર સિંહે પહેલા હુમલો કર્યો. બાદમાં તેના અંગો ખાઈ ગયો હોવાની શક્યતા છે. સામાન્ય રીતે સિંહ માણસો પર હુમલા કરતા નથી. જો સિંહને છંછેડાઈને હુમલો કરે તો તે માણસને માત્ર ઘાયલ કરે છે. પરંતુ ગુરુવારે બહાર આવેલી ઘટનાએ એક નવી જ ભીતિ ઊભી કરી છે. સિંહ ક્યાંક માનવભક્ષી તો નથી બની રહ્યા ને એ ચિંતા વન્ય પ્રાણીપ્રેમીઓમાં ઊભી થઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news