આ છે દેશની સૌથી શ્રીમંત મહિલાઓ, હસ્તી જાણીને ચકિત રહી જશો તમે

HCLની CEO અને કાર્યકારી નિર્દેશક રોશની નાડર લગભગ 302 અબજની મિલકત સાથે બીજા ક્રમે છે 

Trending Photos

આ છે દેશની સૌથી શ્રીમંત મહિલાઓ, હસ્તી જાણીને ચકિત રહી જશો તમે

નવી દિલ્હીઃ ગોદરેજ ગ્રુપની ત્રીજી પેઢીની વારસદાર સ્મિતા કૃષ્ણા દેશની સૌથી શ્રીમંત મહિલાઓની યાદીમાં આ વર્ષે ટોચ પર છે. કોટક વેલ્થ-હારૂન દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં દેશની સૌથી શ્રીમંત મહિલાઓ અને તેમની સંપત્તિની વિગતો જાહેર કરાઈ છે. ગોદરેજ ગ્રુપમાં કૃષ્ણાની ભાગીદારી 20 ટકા છે અને તેમની કુલ સંપત્તિ રૂ. 357.7 અબજ છે. HCLની સીઈઓ અને કાર્યકારી નિર્દેશક રોશની નાડર લગભગ રૂ.302 અબજની સંપત્તિ સાથે બીજા ક્રમે છે. 

BCCLની ઈન્દુ જૈન અને કિરણ મજૂમદાર શો કોટક વેલ્થ હારૂનની વર્ષ 2018ની સૌથી શ્રીમંત મહિલાઓની યાદીમાં અનુક્રમે ત્રીજા અને ચોથા સ્થાને છે. આ યાદીમાં 100 મહિલાઓને સામેલ કરાઈ છે, જે 10 અબજ કરતાં વધુની માલિક છે. જોકે, ફિલ્મ અને રમત-જગત સાથે જોડાયેલી મહિલાઓનો આ યાદીમાં સમાવેશ કરાયો નથી, કેમ કે તેમના સચોટ આંકડા ઉપલબ્ધ હોતા નથી. 

હારૂન ગ્લોબલ રિચ લિસ્ટ 2018માં 404 મહિલાઓ છે, જેમાંથી 14 મહિલાઓ ભારતની છે. ફાર્મા ક્ષેત્રની સૌથી વધુ મહિલાઓએ આ યાદીમાં સ્થાન મેળવ્યું છે. ત્યાર બાદ સોફ્ટવેર અને સેવા ક્ષેત્રનો આવે છે. આ યાદીમાં મહિલાઓની સંપત્તિ સરેરાશ રૂ.40 અબજ છે. મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં શ્રીમંત મહિલાઓની સંખ્યા સૌથી વધારે છે. 

આ યાદીમાં બેન્ટ એન્ડ કોલમેન ગ્રૂપનાં ચેરપર્સન ઈન્દુ જૈન ત્રીજા નંબરે છે. તેમની સંપત્તિ રૂ.262.50 અબજ છે. ચોથા નંબરે બાયોકોનનાં કિરણ મજૂમદાર સો છે, જેમી સંપત્તી રૂ.247.90 અબજ છે. શિવ નાડરની પુત્રી ઉપરાંત તેમનાં પત્ની કિરણ નાડરનો પણ આ યાદીમાં સમાવેશ થયેલો છે, જેમની સંપત્તી રૂ.201.20 અબજ છે. આ યાદીમાં તેઓ પાંચમા ક્રમે છે. 

ઉલ્લેખનીય છે કે, ફોર્બ્સ 2018ની સૌથી શ્રીમંત મહિલાઓની યાદીમાં ભારતની 8 મહિલાઓનો સમાવેશ થયો હતો. આ યાદીમાં સમગ્ર વિશ્વની 256 મહિલાઓનો સમાવેશ કરાયો હતો. બારતની તમામ 8 મહિલાઓની કુલ સંપત્તી 1000 બિલિયન છે. 

ફોર્બ્સ 2018ની યાદીમાં સાવિત્રી જિંદલ એન્ડ ફેમિલી 176 નંબરે છે. તેમની કુલ સંપત્તિ 8.8 બિલિયન ડોલર છે. ફોર્બ્સની યાદીમાં બાયોકોનનાં પ્રમુખ કિરણ મજૂમદાર શો ભારતની બીજા નંબરની સૌથી શ્રીમંત મહિલા છે.તેઓ ભારતની સૌથી શ્રીમંત સેલ્ફમેડ વુમન પણ છે. તેમની કુલ સંપત્તી 3.6 બિલિયન ડોલર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news