Ahmedabad-Surat માં વેક્સીનેશન માટે વહેલી સવારથી લોકોની લાઇન યથાવત

સોમવારે સવારથી જ અમદાવાદ (Ahmedabad) અને સુરત (Surat) ના રસીકરણ કેન્દ્રો પર રસી લેવા લોકોની ભીડ જામી હતી. સોમવારે વહેલી સવારથી જ લોકો રસી લેવા માટે ઉમટી પડ્યા હતા.

Ahmedabad-Surat માં વેક્સીનેશન માટે વહેલી સવારથી લોકોની લાઇન યથાવત

ગૌરવ પટેલ, ચેતન પટેલ, અમદાવાદ/સુરત: રાજ્ય સરકાર (State Government) દ્વારા વેક્સીન (Vaccine) ફાળવણી કારણે તમામ કોરોના વેક્સીનેશન (Corona Vaccination) કેન્દ્ર રવિવારે વેક્સીનેશન બંધ હતા. શહેરમાં રસીકરણ અભિયાન ઝડપથી ચાલી રહ્યું હતું પરંતુ રાજ્ય સરકાર દ્વારા કોરોના વેક્સીન (Corona Vaccination) ની ફાળવણી ન થતાં વેક્સીનેશન અભિયાન પર બ્રેક લાગી ગઇ હતી. હવે દર બુધવારે મમતા દિવસ અને રવિવારે રજાના કારણે તમામ રસીકરણ કેન્દ્ર બંધ રાખવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. 

Rain In Gujarat: રાજ્યમાં 99 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ઉમરગામ અને વાપીમાં સવા 9 ઇંચ ખાબક્યો
 
સોમવારે સવારથી જ અમદાવાદ (Ahmedabad) અને સુરત (Surat) ના રસીકરણ કેન્દ્રો પર રસી લેવા લોકોની ભીડ જામી હતી. સોમવારે વહેલી સવારથી જ લોકો રસી લેવા માટે ઉમટી પડ્યા હતા. લોકો વેક્સીન (Vaccine) લેવા માટે સવારે ચાર વાગ્યાથી લાઇનો લગાવીને ઉભા છે. રસીનો નજીવો ડોઝ કેન્દ્ર પર આવતો હોવાથી ઘણા લોકોએ નિરાશ થઇને ઘરે પરત ફરવું પડ્યું હતું. વિશ્વના અનેક દેશોમાં કોરોનાની ત્રીજી લહેર (Third Wave) શરૂ થતાં રસી લેવા લોકોની ભીડ ઉમટી રહી છે. રસીકરણ કેન્દ્ર પર 100થી 150 ડોઝનો જથ્થો ઉપલબ્ધ છે.  

રાજ્ય સરકાર (State Government) દ્વારા સપ્તાહમાં બે દિવસ એટલે કે રવિવારે અને બુધવાર સિવાય પાંચ દિવસ જ તમામ રસીકરણ કેંદ્રો પર વેક્સીનેશનની અનુમતિ આપી છે. કોવેક્સીન કંપનીનો બીજો ડોઝ 28 દિવસ બાદ આપવામાં આવે છે જ્યારે કોવિશીલ્ડ કંપનીનો બીજો ડોઝ 84 દિવસ બાદ આપવામાં આવે છે. 1 મેના રોજ 18 થી 44 ઉંમરવાળા યુવાનોને રજિસ્ટ્રેશન કરીને કોરોના વેક્સીન લગાવવાનું શરૂ કર્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news