સુરતમાં PIની લુખ્ખી દાદાગીરી! વકીલને લાત મારતી ઘટના CCTVમાં કેદ, લગાવ્યો એવો આરોપ કે...

ડીંડોલી વિસ્તારમાં રવિવારે રાત્રે ઓફિસથી ઘરે જઇ રહેલાં વકીલ હિરેન નાઈ સાથે ડિંડોલી PI એચ.જે.સોલંકી સાથે માથાકુટ થઈ હતી. જેમાં PIએ વકીલને લાત મારી હતી. વકીલ હિરેને PI સોલંકી અને અન્ય એક પોલીસ કર્મી સામે ફરિયાદ આપી છે.

સુરતમાં PIની લુખ્ખી દાદાગીરી! વકીલને લાત મારતી ઘટના CCTVમાં કેદ, લગાવ્યો એવો આરોપ કે...

પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં સુરત ડિસ્ટ્રિક્ટ વકીલ મંડળ એસોસિએશન દ્વારા ડીંડોલી પીઆઈ વકીલને લાત મારતો વીડિયો વાઈરલ મામલે સુરત પોલીસ કમિશનરને આવેદન અપાયું છે. ડીંડોલી વિસ્તારમાં રવિવારે રાત્રે ઓફિસથી ઘરે જઇ રહેલાં વકીલ હિરેન નાઈ સાથે ડિંડોલી PI એચ.જે.સોલંકી સાથે માથાકુટ થઈ હતી. જેમાં PIએ વકીલને લાત મારી હતી. વકીલ હિરેને PI સોલંકી અને અન્ય એક પોલીસ કર્મી સામે ફરિયાદ આપી છે. આ ઘટનાનો વીડિયો પણ વાઇરલ થયો છે

સુરતમાં પોલીસકર્મીએ વકીલને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં 18 ઓગસ્ટની રાત્રે ડીંડોલીમાં નાઈટ પેટ્રોલિંગમાં નીકળેલા પોલીસ ઈન્સ્પેક્ટરે પીસીઆર વેનમાંથી ઊતરીને કારના દરવાજા પાસે ઊભેલા વકીલને જોરદાર લાત મારી હતી. 

આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ લઈ છે. આ મામલે વકીલે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં કરેલી અરજીમાં જણાવ્યું છે કે, પોલીસ ઈન્સ્પેક્ટર સોલંકીએ તેને બિનજરૂરી માર માર્યો હતો અને ખોટા કેસમાં ફસાવવાની ધમકી પણ આપી હતી. 

તો આ મામલે ટેલીફોનિક વાતચીતમાં પીઆઈએ જણાવ્યું હતું કે, કેટલાક લોકો ત્યાં હોવાથી દૂર જવાનું કહેવામાં આવ્યું, પરંતુ તેણે વળતો જવાબ આપ્યો. જે બાદ આવું કરવા મજબૂર થવું પડ્યું હતું. હાલ આ ઘટનાને પગલે વકીલ આલમમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં સૂરજ ડિસ્ટ્રિક્ટ વકીલ મંડળના સભ્યોએ પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદનપત્ર આપી પીઆઈ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news