Plane Crash: મધ્ય પ્રદેશ પ્લેન ક્રેશમાં ગુજરાતની દીકરીનું મોત, પિતાએ આકાશમાં ઉડવા મોકલી હતી, પરંતું

Madhya Pradesh Plane Crash : મધ્યપ્રદેશના બાલાઘાટના જંગલમાં પ્લેન ક્રેશ થતાં ગાંધીધામની પાયલટ યુવતી સહિત 2 ટ્રેઈની પાયલટના મોત..... શિપીંગ કંપનીના પરિવારની વૃષંકા મહેશ્વરીનું થયું મોત....
 

Plane Crash: મધ્ય પ્રદેશ પ્લેન ક્રેશમાં ગુજરાતની દીકરીનું મોત, પિતાએ આકાશમાં ઉડવા મોકલી હતી, પરંતું

Madhya Pradesh Balaghat plane crash : ગત રોજ મધ્યપ્રદેશના બાલાઘાટમાં એક મોટી દુર્ઘટના બની હતી. બપોરના સમયે એક ચાર્ટર પ્લેન ક્રેશ થયુ હતં. જેમાં બે પાયલટના મોત નિપજ્યા હતા. ત્યારે ગુજરાત માટે દુખદ સમાચાર એ છે કે, મધ્યપ્રદેશમા પ્લેન ક્રેશ થતા કચ્છના ગાંધીધામની પાયલોટ યુવતીનુ મોત નિપજ્યું છે. આશાસ્પદ પાયલટ વૃષંકા ચંદનભાઈ માહેશ્વરીનુ પ્લેન ક્રેશમાં મોત થયું છે. ગાંધીધામની જાણીતી માહેશ્વરી શીપીંગ કંપનીના પરિવારની દીકરીના મૃત્યુથી શોકની લાગણી પ્રસરી ગઈ છે. 

મધ્યપ્રદેશના બાલાઘાટના જંગલમાં ગઈકાલે એક ટ્રેઈની ચાર્ટર પ્લેન ક્રેશ થયું હતું. જેમાં ગાંધીધામની પાયલટ યુવતી સહિત 2 ટ્રેઈની પાયલટના મોત નિપજ્યાં છે. મધ્યપ્રદેશના ભક્કટોલામાં આ પ્લેન ક્રેશ થયું હતું. જેમાં ગાંધીધામની જાણીતી માહેશ્વરી શિપીંગ કંપનીના પરિવારની પુત્રીનું મોત થયું છે. 

આ પ્લેનમાં ગાંધીધામની વૃષંકા ચંદનભાઈ મહેશ્વરી ટ્રેઈની પાયલટ તરીકે સવાર હતી, તો તેની સાથે ઈન્સ્ટ્રક્ટર મોહિત કુમાર સવાર હતા. બંનેનું મોત નિપજ્યું હતું. વૃષંકા ગાંધીધામની જાણીતી માહેશ્વરી હેન્ડલિંગ પેઢીના પાર્ટનર ચંદન માહેશ્વરીની પુત્રી હતી. ત્યારે દીકરીના મોતથી મહેશ્વરી પરિવારમાં માતમ છવાયો છે. ઘટનાની જાણ થતા જ પરિવાર આઘાતમાં ગરકાવ થયો હતો. 

વૃષંકાએ નિયમ મુજબ 100 કલાકનું ફ્લાઈંગ પૂર્ણ કરી દીધું હતું અને તેને પાયલટ તરીકે પ્લેન ઉડાવવા મંજૂરી પણ મળી ગઈ હતી. જોકે, આ અકસ્માત કેવી રીતે થયો તેની હજી જાણ થઈ નથી. પરંતુ અકસ્માત સમયે પ્લેનનું છેલ્લું લોકેશન 3.45 કલાકે કિરણાપુર પાસે જોવા મળ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news