કચ્છના મુંદ્વા નજીક પ્લેન ક્રેશ થતાં થયા બે ટુકડા, પ્લેનમાંથી કૂદકો મારવા છતાં પાયલોટનું મોત

કચ્છના મુંદ્વા નજીક એરફોર્સનું પ્લેન થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. આ પ્લેન બેરાજા ગામ પ્લેન ક્રેશ થતાં પ્લેનના ટૂકડે ટૂકડા થઇ ગયા છે. પ્લેન ક્રેશ થતાં ભાગદોડ મચી ગઇ હતી. જોકે પાયલોટ કૂદકો મારી બચવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ પાયલોટનું મોત નિપજ્યું છે. 

કચ્છના મુંદ્વા નજીક પ્લેન ક્રેશ થતાં થયા બે ટુકડા, પ્લેનમાંથી કૂદકો મારવા છતાં પાયલોટનું મોત

કચ્છ: કચ્છના મુંદ્વા નજીક એરફોર્સનું પ્લેન થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. આ પ્લેન બેરાજા ગામ પ્લેન ક્રેશ થતાં પ્લેનના ટૂકડે ટૂકડા થઇ ગયા છે. પ્લેન ક્રેશ થતાં ભાગદોડ મચી ગઇ હતી. જોકે પાયલોટ કૂદકો મારી બચવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ પાયલોટનું મોત નિપજ્યું છે. જોકે સમગ્ર ઘટનાની જાણકારી મળતાં જામનગરની એરફોર્સ ટીમ અત્યારે ઘટનાસ્થળે જવા માટે રવાના થઇ ગઇ છે. આ ઉપરાંત મુંદ્વા પોલીસ સહિતનો કાફલો રવાના થઇ ગયો છે. 

— ANI (@ANI) June 5, 2018

કચ્છના અંજાર પાસે બેરાજા ગામ આવેલું છે જ્યાં પ્લેનની ઘટના સર્જાઇ છે. પ્લેન જે સ્થળે ક્રેશ થયું હતું તે સ્થળે ગાયોનું ધણ ચરી રહ્યું હતું જેથી 3 થી 4 ગાયોના મોત નિપજ્યા છે. ઘટનાસ્થળની નજીક પશુઓને ચરાવી રહેલા માલધારીઓએ પશુઓને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ પ્લેન સીધું જ ગાયોના ધણ પર આવી ચડ્યું હોવાથી 3 થી 4 ગાયોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. આ ઉપરાંત આસપાસની જમીન પણ બળી ગઇ છે. કયા કારણોસર આ ઘટના સર્જાઇ તે અંગે હજુ જાણી શકાયું નથી આ અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

સામાન્ય રીતે આ ટ્રેનિંગ બેઝનું પ્લેન હોય છે જેથી તેમાં સવારો હોતા નથી માત્ર પાયલોટ જ હોય છે. મળતી માહિતી મુજબ સમય સૂચકતાં વાપરી પ્લેન ક્રેશ થતાં પાયલોટ પ્લેનમાંથી કૂદકો મારીને કૂદી પડ્યો હતો. પરંતુ પાયલોટનું મોત નિપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પ્લેન રહેલા બ્લેક બોક્ષ દ્વારા સમગ્ર ઘટના વિશે માહિતી જાણી શકાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news