ગર્લફ્રેન્ડને માર મારવાના મામલે અરમાન કોહલી સામે પોલીસ ફરિયાદ

લિવ ઇન પાર્ટનર નીરુ રંધાવાએ સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી છે

ગર્લફ્રેન્ડને માર મારવાના મામલે અરમાન કોહલી સામે પોલીસ ફરિયાદ

મુંબઈ : ‘બિગ બોસ’ના એક્સ કન્ટેસ્ટન્ટ અને બોલિવૂડ એક્ટર અરમાન કોહલી સામે પોલીસ ફરિયાદ થઈ છે. પોતાના ગુસ્સાવાળા સ્વભાવને કારણે કુખ્યાત અરમાને તેની એનઆરઆઈ ગર્લફ્રેન્ડ નીરુ રંધાવાને બહુ માર માર્યો હતો જેના પગલે નીરુને કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થવું પડ્યું હતું. હવે અરમાનની લિવ ઇન પાર્ટનર નીરુ રંધાવાએ સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી છે

નીરુએ અરમાન વિરુદ્ધ સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં કેસ પણ દાખલ કરાવ્યો છે. પોલીસે અરમાન સામે આઈપીસીની કલમ 326 હેઠળ ગુનો દાખલ કર્યો છે. જો અરમાન પર લાગેલા આરોપ સાબિત થઈ ગયા તો તેને સાત વર્ષ સુધીની જેલ થઈ શકે છે.

— ANI Digital (@ani_digital) June 5, 2018

અરમાનને તેના પિતા અને ફિલ્મમેકર રાજકુમાર કોહલી દ્વારા 1992માં 'વિરોધી'થી લોન્ચ કર્યો હતો. આ પછી તેણે અનેક ફિલ્મોમાં કામ કર્યું પણ કોઈ ખાસ ઓળખ બનાવી શક્યો નથી. તે 2002માં આવેલી 'જાની દુશ્મન'માં અને પછી 2003માં 'એસઓસી કારગિલ'માં જોવા મળ્યો હતો. આ પછી તે 2013માં બિગ બોસ 7માં પણ જોવા મળ્યો હતો. 

'બિગ બોસ 7' દરમિયાન તેનું નામ તનીષા મુખરજી સાથે પણ જોડાયું હતું. જોકે, પછી બંને અલગ થઈ ગયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news