KUTCH: અદાણી પોર્ટમાં હવામાં રહેલું રેલવે એન્જિન અચાનક છુટી ગયું, પોર્ટના સેંકડો લોકોના જીવ તાળવે ચોંટ્યા

અદાણી પોર્ટ પર મોટી દુર્ઘટના બની હતી. જો કે આ દુર્ઘટનામાં મોટી જાનહાની ટળી હતી. ટ્રેનના ડબ્બાના લિફ્ટ ઓપરેશન દરમિયાન ડબ્બો છૂટી જતા નીચે પટકાયો હતો. જેના કારણે તે તત્કાલ નીચે પટકાયો હતો.

KUTCH: અદાણી પોર્ટમાં હવામાં રહેલું રેલવે એન્જિન અચાનક છુટી ગયું, પોર્ટના સેંકડો લોકોના જીવ તાળવે ચોંટ્યા

રાજેન્દ્ર ઠક્કર/ કચ્છ: અદાણી પોર્ટ પર મોટી દુર્ઘટના બની હતી. જો કે આ દુર્ઘટનામાં મોટી જાનહાની ટળી હતી. ટ્રેનના ડબ્બાના લિફ્ટ ઓપરેશન દરમિયાન ડબ્બો છૂટી જતા નીચે પટકાયો હતો. જેના કારણે તે તત્કાલ નીચે પટકાયો હતો. ટ્રેનનો ડબ્બો લિફ્ટ ઓપરેશન દરમિયાન પડી જવાની ઘટના કેમેરામાં થઈ કેદ થઇ હતી. આ ફિલ્મી દ્રશ્ય જોઇને કોઇ પણ વ્યક્તિ થોડા સમય માટે ગભરાય તેવી સ્થિતિ સર્જાય છે. ગઇકાલે બનેલી ઘટનાનું મૂળ કારણ જાણવા પોર્ટ દ્વારા તપાસ માટેના આદેશ આપી દેવામાં આવ્યા છે. 

આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. કચ્છમાં સ્થિતી સૌથી મોટા ખાનગી પોર્ટમાં દુર્ધટનાનો એક લાઇવ વિડીયો વાયરલ થયો છે. કાલે ઓપરેશનલ કામગીરી દરમ્યાન સ્લીંબ તુટી પડતા ઉપરથી મહાકાય રેલ્વે એન્જીનનો ભાગ નીચે પટકાયો હતો. આસપાસ મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત હતા, પરંતુ સદ્દનસીબે કોઇ જાનહાની થઇ ન હતી, પરંતુ આખી ધટના કેમેરામાં કેદ થયા બાદ આજે વાયરલ થઇ હતી. 

આ અંગે અદાણી પોર્ટના સત્તાવાર સાધનોએ વિગત આપતા જણાવ્યુ છે કે, વિડીયો ગઇકાલનો છે અને ગઇકાલે અદાણી મુન્દ્રા સીટી પોર્ટ નંબર 3 નજીક લિફ્ટ ઓપરેશન દરમ્યાન કોઇ ટેકનીકલ ખામી સર્જાઇ હતી. જેને લઇ રેલ્વે એન્જિનનો લોડીંગ કરાયેલું હતું ત્યારે નીચે પટકાયું હતું. અને તેમા કોઇ જ પ્રકારની જાનહાની સર્જાઇ નથી. એ.પી.એ.સી.ઝેડના સત્તાવારોએ જણાવ્યુ હતુ કે ઓપરેશનલ કામગીરી દરમ્યાન કોઇ જાનહાની થઇ નથી. પોર્ટની કામગીરી પર પણ તેની અસર થઇ નથી. દુર્ધટનાનુ સચોટ કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે. અને તમામ ધારાધોરણ અને ચોક્કસાઇ સાથે કામ કરાઇ રહ્યુ છે. જો કે જીવંત વિડીયો જોઇ એક સમયે ઉપસ્થિત સૌ કોઇ ચોંકી ઉઠ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news