કોરોનાને કારણે Kanwar Yatra 2021 રદ્દ, ઉત્તરાખંડ સરકારનો મોટો નિર્ણય

Kanwar Yatra 2021 પર કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. આ વર્ષે કાવડ યાત્રા યોજાશે નહીં. કોરોના સંકટને કારણે સરકારી નિર્ણય લીધો છે. 

કોરોનાને કારણે Kanwar Yatra 2021 રદ્દ, ઉત્તરાખંડ સરકારનો મોટો નિર્ણય

દેહરાદૂનઃ ઉત્તરાખંડ સરકારે કાવડ યાત્રા  (Kanwar Yatra 2021)  પર મોટો નિર્ણય લીધો છે. કોરોના વાયરસને કારણે કાવડ યાત્રા રદ્દ કરી દેવામાં આવી છે. આ પહેલા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કાવડ યાત્રાને લઈને કહ્યુ હતુ કે, વાત આસ્થાની છે પરંતુ લોકોની જિંદગી પણ દાવ પર છે. ભગવાનને તે પણ સારૂ નહીં લાગે કે જો લોકો કાવડ યાત્રાને કારણે કોવિડથી સંક્રમિત થઈને પોતાનો જીવ ગુમાવે. મહત્વનું છે કે આ પહેલા ઈન્ડિયન મેડિકલ એસોસિએશને પણ ઉત્તરાખંડ સરકારને કાવડ યાત્રા રદ્દ કરવા માટે પત્ર લખ્યો હતો.

કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય
સોમવારે કાવડ યાત્રા (Kanwar Yatra 2021) ના સંબંધમાં પૂછવામાં આવેલા પ્રશ્ન પર મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યુ હતુ કે પ્રદેશ સરકારે 30 જુનની કેબિનેટની બેઠકમાં નિર્ણય લીધો હતો કે આ વર્ષે કાવડ યાત્રા નહીં યોજાઈ. છતાં અમે વિચારી રહ્યાં છીએ અને જો જરૂર પડશે તો અમે ઉચ્ચસ્તરીય બેઠક કરીશું, પરંતુ લોકોની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આજે સરકારે સ્પષ્ટતા કરી દીધી કે આ વર્ષે કાવડ યાત્રા યોજાશે નહીં.

— ANI (@ANI) July 13, 2021

કુંભને લઈને થઈ હતી સરકારની આલોચના
મહત્વનું છે કે આ પહેલા જ્યારે કોરોનાની બીજી લહેર પિક પર હતી ત્યારે ઉત્તરાખંડમાં કુંભ (Kumbh 2021) નું આયોજન કરવામાં આવ્યું હતું. કુંભ દરમિયાન અનેક સાધુ-સંતો કોરોનાથી સંક્રમિત થયા હતા. તેવામાં ઉત્તરાખંડ સરકાર અને ભાજપ વિપક્ષના નિશાના પર રહ્યુ હતું. સરકારની આલોચના કરવામાં આવી કે દેશ કોરોના સંકટનો સામનો કરી રહ્યું છે તેવા સમયે આટલા મોટા ધાર્મિક આયોજનના નામ પર લોકોને ભેગા થવાની મંજૂરી કેમ આપવામાં આવી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news