ધંધૂકામાં ક્ષત્રિયોનું મહાસંમેલન; મકરાણાનો હુંકાર, 'આગામી 2-4 દિવસમાં રાજકોટમાં 4-5 લાખ ક્ષત્રિયોને ભેગા કરીશું'
Loksabha Election 2024: આજે ધંધુકામાં ક્ષત્રિય સમાજનું ‘અસ્મિતા મહાસંમેલન’ યોજાયું છે. મહાસંમેલનમાં ક્ષત્રિય સમાજના તમામ સંગઠનો પણ જોડાયા છે. મોટી સંખ્યામાં રાજપૂતો ઉપસ્થિત રહ્યા છે. ધંધૂકામાં ક્ષત્રિયોના મહાસંમેલનમાં શેરસિંહ રાણા, મહિપાલ મકરાણા સહિત અનેક ક્ષત્રિયો ધંધુકા પહોંચ્યા છે. વિરોધ કરવા માટે આગળની રણનીતિ ઘડાશે.
Trending Photos
Loksabha Election 2024: રૂપાલાની ટિકિટ કાપવાની માગ સાથે ક્ષત્રિય સમાજમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે. 3 વખત રૂપાલાની માફી અને પાટીલે હાથ જોડ્યા બાદ પણ ક્ષત્રિય સમાજ રૂપાલાને હટાવવાની માગ પર અડગ છે. તેવામાં રવિવારે ગાંધીનગરમાં વધુ એક બેઠક યોજાઇ છે. બીજી બાજુ રૂપાલા મુદ્દે ક્ષત્રિય સમાજ આકરાપાણીએ આવ્યો છે. જેના પગલે આજે ધંધુકામાં ક્ષત્રિય સમાજનું ‘અસ્મિતા મહાસંમેલન’ યોજાયું છે. મહાસંમેલનમાં ક્ષત્રિય સમાજના તમામ સંગઠનો પણ જોડાયા છે. મોટી સંખ્યામાં રાજપૂતો ઉપસ્થિત રહ્યા છે. ધંધૂકામાં ક્ષત્રિયોના મહાસંમેલનમાં શેરસિંહ રાણા, મહિપાલ મકરાણા સહિત અનેક ક્ષત્રિયો ધંધુકા પહોંચ્યા છે. વિરોધ કરવા માટે આગળની રણનીતિ ઘડાશે.
ધંધુકામા ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં મહિપાલસિંહ મકરાણાનું મોટુ નિવેદન સામે આવ્યું છે. મકરાણાએ મોટા સમાચાર આપ્યા છે. જી હા.. આગામી 2-4 દિવસમાં રાજકોટમાં 4-5 લાખ ક્ષત્રિયોને ભેગા કરવામાંઆવશે.
પરશોત્તમ રૂપાલાના વિરોધમાં કરણી સેનાના રાજ શેખાવતે 9 એપ્રિલે કમલમનો ઘેરાવ કરવાની ચીમકી આપી છે. રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે ક્ષત્રિયો કેસરિયા ઝંડા સાથે કમલમનો ઘેરાવ કરશે તેવો શેખાવતે દાવો કર્યો છે. ધંધુકામાં ક્ષત્રિય સમાજનું ‘અસ્મિતા મહાસંમેલન’માં સાંજે ક્ષત્રિય સમાજના 92 સંસ્થાના આગેવાનો રહેશે. અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી પણ ક્ષત્રિય સમાજના લોકો આવશે. સંમેલનમાં 7થી 10 હજાર લોકો જોડાય તેવી શક્યતાઓ છે. મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવાનો પણ આજે સંમેલનમાં ઉપસ્થિત રહેશે. સંમેલન દરમિયાન ક્ષત્રિય સમાજના 17 જેટલા વક્તાઓ દ્વારા આગામી રણનીતિ અંગે વાત કરવામાં આવશે. રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધીની રણનીતિ અહીંયા ઘડવામાં આવશે. સંકલન સમિતિના સભ્યોની પણ સંમેલનમાં ઉપસ્થિત રહેશે.
નોંધનીય છે કે, ગોતા રાજપૂત ભવન ખાતેથી રાષ્ટ્રવાદી જનલોક પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શેરસિંહ રાણાએ યોજેલી પ્રેસ-કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આજે હું અમદાવાદ રાજપૂત ભવન ખાતે ક્ષત્રિય આગેવાનોને મળવા આવ્યો છું. પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માતા-બહેનો માટે જે અપશબ્દો બોલ્યા જેનાથી લાગણી દુભાઈ છે. આજે રાજ્યભરમાં આંદોલનનું સ્વરૂપ પકડાઈ ગયું છે. આ મુદ્દાને માત્ર ગુજરાત સુધી જ નથી રાખવાનો, દેશભરમાં આ મુદ્દાને લઈ જવામાં આવશે. ગુજરાતના ક્ષત્રિયો સાથે અમે છીએ. ભાજપે રૂપાલાની ટિકિટ કાપવાની માગ પૂરી કરવી જોઈએ.
શેરસિંહ રાણા અને રાજપૂત સમાજની કોર કમિટીના આગેવાન વિજયસિંહ ચાવડાએ પ્રેસ-કોન્ફોરન્સ યોજી હતી. જેમાં તેમણે દલિત સમાજને નિવેદન કરતાં જણાવ્યું હતું કે તમે ભાજપની વાતમાં ન આવો. તમે અમારા ભાઈઓ છો. આપણા સંબંધો ખરાબ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત રાજ શેખાવતના ગાંધીનગરના કમલમના ઘેરાવ અંગેના નિવેદનને તેમનું વ્યક્તિગત ગણાવી અમારું સમર્થન ન હોવાનું જણાવ્યું હતું.
આ લડત ચાલુ રાખવા રાજવી પરિવારોનો હૂંકાર
ભાવનગર અને વઢવાણ રાજવી પરિવારે પણ પરશોત્તમ રૂપાલાની ટિપ્પણીનો વિરોધ કર્યો છે, અને ચૂંટણીમાં મતદાન થાય ત્યાં સુધી લડી લેવાનો સંકલ્પ કર્યો છે. રૂપાલાના વિરોધમાં સૌરાષ્ટ્રના રાજવી પરિવારો પણ મેદાનમાં આવ્યા છે, ભાવનગર અને વઢવાણના રાજવી પરિવારોએ રૂપાલાના નિવેદનનો ખુલ્લો વિરોધ દર્શાવ્યો છે અને સમાજ વિરૂદ્ધ આવી ટિપ્પણી ના ચલાવી લેવાયનું કહ્યું છે.
રાજવી પરિવારે શું કહ્યું?
રાજવી પરિવારના સુધીરસિંહ ઝાલાએ આ સમગ્ર ઘટના પર આક્રોશ વ્યક્ત કર્યો છે. રૂપાલાની ટિકિટ રદ્દ ના થાય ત્યાં સુધી લડી લેવાનો સંકલ્પ કર્યો છે. સુધીરસિંહ ઝાલાએ આ વિરોધને યોગ્ય ગણાવ્યો છે. તેમને કહ્યું કે, આવા નિવેદનો કોઈપણ સંજોગોમાં ના ચલાવી લેવાય. મતદાન સુધી આ લડત ચાલુ રાખવા હૂંકાર કર્યો છે.
યુવરાજસિંહનું નિવેદન
રૂપાલા વિવાદમાં યુવરાજસિંહે પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે રૂપાલાને બદલો એ જ સમાજની માંગ. સમાજ એક થયો છે રૂપાલાએ ભેગા કર્યા છે. કોણ આપણું કોણ પારકું એ ખબર પડી હશે. કોણ જયચંદ, કોણ શકુની એ હવે ખબર પડે છે. આપણામાં રહીને ફૂટ પાડવાનું કામ કરે છે. ખભા સાથે ખભા મિલાવી આપણે ના પતાવે એ જો જો. કોઈ બાપ ના બને લડત રાખો. રૂપાલાને ટીકીટ આપવી ગમતી નહીં. સૌએ ભાગ લઈ બદનક્ષી કરવી જોઈએ. રાજકોટની રેલી નહીં પગ નીચે આવેલો રેલો છે, જે bjpને લઈને ડૂબશે. લોક સાહિત્ય કલાકાર જે પર ટકોર કરી. લોક સાહિત્ય કલાકારો પણ હવે ક્ષત્રિય સમર્થનમાં આપે.
વીરભદ્રસિંહનું નિવેદન
વીરભદ્રસિંહે રૂપાલા વિવાદમાં જણાવ્યું કે શરમ આવવું જોઈએ કે કામ ધંધો મૂકી લડત આપો. આ સરકારે અમારી અટકાયત કરી. અમને દબાવવાની કોશિશ કરે છે. સ્પ્રિંગને દબાવો તે વધારે ઉછડે છે યાદ રાખો. પરિણામથી ન ડરો એકવાર નીકળી પડો. આપણે ક્યાં ઉધોગપતિ છે તો લઈ લેશે. જોહર કરવાની જરૂર નહીં લડત આપો.
પદ્મિનીબા વાળાનું નિવેદન
પદ્મિનીબાએ જણાવ્યું હતું કે, આ માફી એ જ ટીકીટ રદ્દ કરો. રાજકોટની તો રેલી હતી, રેલો હજી બાકી છે. રૂપાલા ભાઈ સમજી જજો માફમાં રહેજો. સામેથી રાજીનામુ આપી દો. આ તો ટ્રેલર છે મુવી બાકી છે જે સુપરહીટ મુવી રહેશે. મારું અનશન ચાલુ રહેશે.
કરણસિંહ ચાવડા
કરણસિંહ ચાવડાએ રૂપાલા વિવાદમાં જણાવ્યું હતું કે, અશ્વમેઘનો ઘોડો લગામ વગર ગાંધીનગર ઉભો છે. જે છૂટો મુકાયેલો છે જે ગમે ત્યારે નુકશાન કરી શકે છે. યુઘ્ધ એ જ છે પરંતુ યુદ્ધની રીત બદલાઈ છે. માથા કાપવાના નહીં માથા ભેગા કરવાની રીત છે. આજદિન સુધી ક્યારેય સમાજ મેદાનમાં આવ્યું નહીં. આજે અપમાનના લીધે મેદાને આવ્યા છે ક્ષત્રિયો. જ્યાં મારું તારૂ થાય ત્યાં મહાભારત થાય.
વિજયસિંહ ચાવડા (મહાકાલ સેના,પ્રમુખ)
મહાકાલ સેના,પ્રમુખના વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, માફીની વાત નહીં ઉમેદવારી રદ્દ કરો. લડાઈ આર પારની છે. Bjp એ હુમલો કરવાનું ચાલુ કર્યું હોય તે રીતે માંગ પુરી કરવાના મૂડમાં નહીં. ભારતભરના ક્ષત્રિયોના વિરાંગનાનું અપમાન કર્યું છે. આ આંદોલન ક્ષત્રિય સમાજનું છે કોઈ પાર્ટીઓનું નહીં. સોશિયલ મીડિયામાં પણ લડત આપો. દરેક યુવાઓને આગળ આવી સોશિયમ મીડિયામાં લડત ચલાવો. પાર્ટ 1 ટીકીટ ખેંચો. પાર્ટ 2 ટીકીટ ન લે તો પછીનું આંદોલન. સરકાર સામેની લડત છે. પોલીસ દમણ થશે. તલવાર લઈને નીકળવાનું નહીં. પાટીદારોએ gmdc ગ્રાઉન્ડ ભર્યું હતું, તો ક્ષત્રિયનો દીકરો બેસી નહીં શકે. ક્ષત્રણીઓ ક્યારેય બહાર ન આવી આજે લડત માટે બહાર આવી.
તૃપ્તિબાનું નિવેદન
તૃપ્તિબાએ જણાવ્યું હતું કે, મહિલાઓની અસ્મિતાનો સવાલ છે જેથી મેદાને આવ્યો છે. સતા પર બેસવા માટે રાજકીય આગેવાન આ રીતે ટિપ્પણી કરે તે ચલાવી ન લેવાય. લોકશાહીમાં આજ પછી કોઈપણ નેતા આવી ટિપ્પણી કરશે તો આ ક્ષત્રિય આંદોલન યાદ આવશે. માથા ભેગા કરી લડત આપો. સતાને જાણીએ છે જેથી કાયદો જાણીએ છે. જેથી લડાઈમાં કોઈ તોડફોડ કરવાની નહી. નિયમમાં રહીને આંદોલન કરવું.
પીટી જાડેજાનું નિવેદન
પીટી જાડેજાએ જણાવ્યું હતું કે, જે લોકો નામ નિશાન મિટાવવા આવ્યા હોય તો તેવા ભાજપૂતો રાજપૂતો બનો. પરષોત્તમ રૂપાલાની ટીકીટ રદ્દ થાય તેની શપથ લો. ફાંસી થાય તો પણ સંતોષ ક્ષત્રિય ને સંતોષ ન થાય પણ એક જ માંગ છે ઉમેદવારી રદ્દ કરાવો. જોહર ઉપવાસ પર રાજપુતાણીઓ મેદાને આવે તે ના ચાલે. પાળિયાને પડકાર છે ક્ષત્રિય સમાજનો. તમે પાઘડીઓનું અપમાન કર્યું છે અને કહો છો પાઘડી પહેરીને આવજો. રામને પુજો છો તેના જ પુત્રોનું અપમાન કરો છો. ધંધુકામાં ગ્રાઉન્ડ ઓછું પડ્યું છે. સ્વયંભૂ ક્ષત્રિયો મેદાને આવ્યા છે. હું શપથ લેવડાવી..હું રાજપૂત છું...ભાજપૂત નહીં. જો પરષોત્તમ રૂપાલા ટીકીટ રદ્દ ન થાય તો અમે મત નહીં આપીએ....લીધા શપથ. ભારતભરમાં આંદોલન ચાલુ રહેશે. રાજકોટમાં મહા સંમેલન થશે. ચુડાસમા બહુ ચતુર છે. કહી ટોણો માર્યો. હું આપું છું એટલે બાપુ છું. રૂપાલા સત્તાના ભૂખ્યા છે. ટીકીટ આપો બીજું કાંઈ નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે