Makar Sankranti 2024: ઉત્તરાયણ પર વર્ષોથી અહીં ચગ્યો નથી પતંગ, લોકો રમે છે ક્રિકેટ, જાણો કેમ

Makar Sankranti festival: ધાનેરાના ફતેપુરા ગામમાં 32 વર્ષથી પતંગ ચગાવવા ઉપર પ્રતિબંધ છે. ફતેપુરા ગામમાં ઉત્તરાયણ (uttarayan 2024) ની લોકો પશુઓને ઘાસચારો નાખી દાન-પૂર્ણ કરીને ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવે છે.

Makar Sankranti 2024: ઉત્તરાયણ પર  વર્ષોથી અહીં ચગ્યો નથી પતંગ, લોકો રમે છે ક્રિકેટ, જાણો કેમ

Uttarayan 2024 :આજે આખુ ગુજરાત ઉત્તરાયણ (uttarayan) ના તહેવારની ઉજવણી કરી રહ્યુ છે. પરંતુ ગુજરાતનુ એક ગામ એવુ છે જ્યા ઉત્તરાયણ ઉજવાતી નથી. 32 વર્ષથી ઉત્તરાયણના દિવસે આ ગામમા કોઈએ પતંગ ચગાવી નથી. પતંગ ચગાવવાને બદલે ગામના યુવકો ક્રિકેટ રમીને તહેવાર ઉજવે છે. એટલુ જ નહિ, આ ગામમા જો કોઈ ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવે તો તેને દંડ ફટકારવામાં આવે છે. 

ઉજવણી ન કરવા પાછળ છે દુખદ ઘટના
ધાનેરાના ફતેપુરા ગામમાં 32 વર્ષોથી પતંગ ચગાવવા ઉપર પ્રતિબંધ છે. ફતેપુરા ગામમાં ઉત્તરાયણ (uttarayan 2024) ની લોકો પશુઓને ઘાસચારો નાખી દાન-પૂર્ણ કરીને ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવે છે. ગામના અનેક ઘરો ઉપર કઠેડા ન હોવાના કારણે વર્ષો પહેલા અનેક બાળકોએ પતંગ ચગાવતા જીવ ગુમાવ્યાના કારણે ગામમાં પતંગ ચગાવવા ઉપર પ્રતિબંધ કરાયો છે. ધાનેરા તાલુકાના ફતેપુરા ગામમાં ઉત્તરાણ પર્વમાં પતંગ ઉડાડવામાં આવતા નથી. 1996માં ઉત્તરાણના દિવસે વીજ કરંટ લાગવાથી બે યુવકોના મોત થયા હતા. જેથી ગામના વડીલો એકઠા થઈ આ પર્વમાં પતંગ નહીં ઉડાડવાનો નિર્ણય લીધો હતો. 1991 થી ગામમાં પતંગ ચગાવવા ઉપર કડક પ્રતિબંધ હોવાના કારણે કોઈ પતંગ ચગાવતું નથી.

પતંગ ચગાવે તો દંડ કરાય છે
ફતેપુરા ગામના લોકો આજે પતંગથી દૂર રહીને દાનધર્મનું કામ કરે છે. અહી વડીલો ધાર્મિક કાર્યો પણ કરે છે. વડીલો ધાર્મિક લાગણી માટે એકઠા થઈ ગામમાં પતંગ માટે થનાર ખર્ચની સામે ગૌમાતા સહિતના પશુઓ માટે ઘાસચારો અને શ્વાન માટે લાડુ બનાવે છે. ફતેપુરાના યુવાનોએ ગામમાં કોઈપણ વ્યક્તિના ઘરે મોતનો માહોલ ના સર્જાય તેમજ પક્ષી જગતના રક્ષણ માટે પણ પતંગને તિલાંજલિ આપે છે. પરંતુ આ ગામનો એક નિયમ પણ છે. જો કોઈ ઉતરાયણના ગામમાં પતંગ ઉડાડે તો તેને 11 હજાર રૂપિયાનો દંડ કરાય છે.

ગામના યુવકે કહ્યું હતું કે, અમારા ગામમાં ભૂતકાળમાં અનેક બનાવો બનતા હવે કોઈ પતંગ ચગાવતા નથી. તો ગામના વડીલ કહે છે કે, અમારા ગામના વડીલોએ પતંગ ચગાવવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો તે આજે પણ અકબંધ છે. ફતેપુરાના લોકો ગ્રામજનો માટે ચિંતિત થયા હતા અને તે દિવસે બધા ભેગા મળી ફતેપુરા ગામના લોકોનો આવા ભયના માહોલથી દૂર રાખવા માટે ઉત્તરાયણમાં દોરી પતંગ નહીં ચગાવવાનો નિર્ણય લીધો  હતો અને ત્યારથી આજ સુધી આ ગામમાં કોઈએ દોરી, પતંગ ઉત્તરાણની ઉજવણી થતી નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news