સંભાળીને તહેવાર મનાવજો! ઉત્તરાયણ શરૂ થાય તે પહેલા લેવાયો પહેલો ભોગ! 10 વર્ષીય બાળકનું મોત
મહેસાણામાં પતંગ લુંટવા જતા બાળકને મોત મળ્યું છે. 10 વર્ષીય રાહુલ વણઝારા નામનો બાળક પતંગ લુંટવા જતા કુવામાં પડ્યો હતો, ત્યારબાદ તેને તાત્કાલિક ખેરાલુ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેના મૃતદેહનું પીએમ કરાયું હતું.
Trending Photos
ઝી બ્યુરો/મહેસાણા: ઉત્તરાયણના તહેવાર કોઈને નુકસાન ન પહોંચે તે રીતે મનાવવો જોઈએ, પરંતુ દરવર્ષની જેમ હજારો પંખીઓ અને માણસો ઈજાગ્રસ્ત થતાં હોય છે. અમુક કિસ્સામાં તો લોકોનું મોત પણ થતું હોય છે, ત્યારે ઉત્તરાયણ પહેલા મહેસાણાથી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. મહેસાણામાં પતંગ લુંટવા જતા બાળકને મોત મળ્યું છે. 10 વર્ષીય રાહુલ વણઝારા નામનો બાળક પતંગ લુંટવા જતા કુવામાં પડ્યો હતો, ત્યારબાદ તેને તાત્કાલિક ખેરાલુ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેના મૃતદેહનું પીએમ કરાયું હતું. ઉતરાયણના પર્વે પહેલા થયેલા મોતથી પરિવારમાં શોકનો માહોલ ફેલાયો હતો.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, મહેસાણામાં પતંગ લુંટવા જતા બાળકને કમકમાટીભર્યું મોત મળતાં વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ખેરાલુના મોટી હિરવાણી ગામના 10 વર્ષીય બાળક પતંગ લુંટવા માટે દોડી રહ્યો હતો. 10 વર્ષીય રાહુલ વણઝારા નામનો બાળક ગઈકાલે (શનિવાર) પાંચ વાગ્યે અતિઉત્સાહમાં પતંગ લુંટવા જતા કુવામાં ખાબક્યો હતો. જ્યાં તેનું કરૂણ મોત નિપજ્યું હતું. ત્યારબાદ તેના મૃતદેહને ખેરાલુ સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઉતરાયણના પર્વે થયેલા મોતથી શોકનો માહોલ છે.
અત્રે જણાવીએ કે, 10 વર્ષીય રાહુલ વણઝારા નામનો બાળક પતંગ લૂંટવાની લાયમાં કુવાને જોયા વિના તે પરથી પસાર થતાં તેમાં પડી ગયો હતો. જેના કારણે તેનુ કરૂણ મોત થયું છે. મોટી હિરવાણી ગામમા આઠ ઘરો વણઝારા સમાજના છે. ઉત્તરાયણના પવિત્ર તહેવાર પર દુર્ઘટના બનતા પરિવારમાં શોકનું મોઝું ફરી વળ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે