ગુજરાતમાં આજે 'કિસાન સન્માન દિવસ'ની ઉજવણી, 1.10 લાખ ખેડૂતોને અપાશે કિસાન સર્વોદય યોજનાનો લાભ

ગુજરાતમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના શાસનના 5 વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે રાજ્યમાં 'કિસાન સન્માન દિવસ'ની ઉજવણી કરાઈ રહી છે. મુખ્યમંત્રીએ 'કિસાન સન્માન દિવસ'ની ઉજવણીના કાર્યક્રમમાં કહ્યુંકે, આ કોઈ ઉજવણી નથી આ સેવાનો યજ્ઞ છે. કિસાન એ અન્નનો દાતા છે એટલે જ તેને જગતનો તાત કહેવામાં આવે છે. કિસાનએ જગતનો તાત છે અને આપણે હંમેશા તેનું સન્માન કરવું જોઈએ. 

ગુજરાતમાં આજે 'કિસાન સન્માન દિવસ'ની ઉજવણી, 1.10 લાખ ખેડૂતોને અપાશે કિસાન સર્વોદય યોજનાનો લાભ

ઝી બ્યૂરો, ગાંધીનગરઃ ગુજરાતમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના શાસનના 5 વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે રાજ્યમાં 'કિસાન સન્માન દિવસ'ની ઉજવણી કરાઈ રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી કચ્છથી કાર્યક્રમનો શુભાંરભ કરાવ્યો. આ કાર્યક્રમમાં ખેડૂતોનું સન્માન કરવા માટે રાજ્યના કૃષિમંત્રી આર.સી.ફળદુ પણ તેમની સાથે ઉપસ્થિત છે. ગુજરાત સરકાર વતી 'કિસાન સન્માન દિવસ' અંતર્ગત રાજ્યના 1.10 લાખ ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજનાનો લાભ આપવામાં આવશે. આ સાથે લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાશે. તો આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દેત્રોજમાં આયોજીત કાર્યક્રમમાં હાજર છે. જ્યાં તેઓ કિસાન સન્માન દિવસની ઉજવણી કરી રહ્યા છે. જે અંતર્ગત 1501 ગામને આવરી લેવામાં આવશે.

કચ્છી બોલીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. સીએમ રૂપાણીએ જણાવ્યુંકે, કોંગ્રેસે ખેડૂતોના નામે માત્ર મગર મચ્છના આંસુ સાર્યા છે. કોંગ્રેસે ખેડૂતો સામે આન્યાય કર્યો હતો. કોંગ્રેસે ખેડૂતોને ગોળીએ દીધાં હતાં. ભૂતકાળમાં કોંગ્રેસની સરકારોમાં જગતનો તાત- રોતો હતો દિન-રાત. ખેડૂતો કોંગ્રેસના શાસનમાં પાયમાલ થઈ ગયા હતાં. કોંગ્રેસ કાળમાં ખેડૂતો આત્મ હત્યા કરી લેતાં હતાં. મુખ્યમંત્રી રૂપાણીએ એમ પણ જણાવ્યુંકે, અમારી સરકારોએ ખેડૂતોના કલ્યાણ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી છે. અમારી સરકારોએ ખેડૂતોને સસ્તાં ભાવે વિજળી આપી છે.

મુખ્યમંત્રીએ 'કિસાન સન્માન દિવસ'ની ઉજવણીના કાર્યક્રમમાં કહ્યુંકે, આ કોઈ ઉજવણી નથી આ સેવાનો યજ્ઞ છે. કિસાન એ અન્નનો દાતા છે એટલે જ તેને જગતનો તાત કહેવામાં આવે છે. કિસાનએ જગતનો તાત છે અને આપણે હંમેશા તેનું સન્માન કરવું જોઈએ. ભૂતકાળમાં પાણીના ટીપાં-ટીપાં પાણી માટે પણ લોકો મરતા હતાં. કોંગ્રેસે પોતાના 70 વર્ષના શાસનમાં ખેડૂતોના નામે માત્ર રાજનીતિ જ કરી છે. કોંગ્રેસે આટલાં વર્ષોમાં ક્યારેય ખેડૂતોના હિતની વાત કરી નથી.અમારી સરકારે ખેડૂતોના કલ્યાણ માટે છેલ્લાં 5 વર્ષમાં સૌની યોજના પુરી કરી. ખેડૂતોના કલ્યાણ માટે અમે કિસાન સર્વોદય યોજના લાવ્યાં છીએ. અમારી સરકારે આદિવાસી વિસ્તારોમાં પણ 7 કરોડના કામો કર્યાં છે. કોંગ્રેસના શાસનમાં ગુજરાતમાં ખેતી માટે સિંચાઈની કોઈ વ્યવસ્થા જ નહોંતી. કોંગ્રેસના રાજમાં ખેડૂતો પાયમાવ થઈ ગયા હતાં. અમે ખેડૂતોના કલ્યાણની ચિંતા કરી રહ્યાં છીએ.

કૃષિમંત્રી આર.સી.ફળદુએ કચ્છ ખાતેના કાર્યક્રમમાં મુખ્યમંત્રીની હાજરીમાં પોતાના સંબોધનમાં જણાવ્યુંકે, ગુજરાતમાં કૃષિક્ષેત્રે ઉત્પાદન અને ઉત્પાદકતા વધી છે. ખેડૂતોની આવક બમણી કરવાનો અમારો મુખ્ય લક્ષ્યાંક છે. આગામી દિવસોમાં ગુજરાતના ખેડૂતોની આવકમાં ધરખમ વધારો થશે. અમારી સરકાર એ દિશામાં કામ કરી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news