અમદાવાદનો એક ધમધમતો વિસ્તાર જાહેર કરાયો ક્લસ્ટર ક્વોરેન્ટાઇન, જાણી લો અને થઈ જાઓ સાવધાન
રાજ્યમાં કોરોના મહામારીનો કહેર વધતો જોવા મળી રહ્યો છે જેને લઇને તંત્ર વધારેને વધારે સતર્ક સાબિત થઈ રહ્યું છે. હાલમાં તંત્ર દ્વારા અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં ઘરેઘરે જઈને સર્વે કરવામાં આવી રહ્યો છે.
Trending Photos
અમદાવાદ : રાજ્યમાં કોરોના મહામારીનો કહેર વધતો જોવા મળી રહ્યો છે જેને લઇને તંત્ર વધારેને વધારે સતર્ક સાબિત થઈ રહ્યું છે. હાલમાં તંત્ર દ્વારા અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં ઘરેઘરે જઈને સર્વે કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો કોટ વિસ્તારમાં દર્દીઓની સંખ્યા વધતા બફર ઝોન જાહેર કરાયો છે ત્યારે તંત્ર દ્વારા વાડજના કિરણ પાર્ક વિસ્તારને પણ કલસ્ટર ક્વોરેન્ટાઇન જાહેર કરાયો છે. વાડજના કિરણ પાર્કને કલસ્ટર ક્વોરન્ટાઇન જાહેર કરવામાં આવતાં તંત્ર દ્વારા જે નિયમો જાહેર કરવામાં આવ્યાં છે તેનું પાલન સ્થાનિક લોકોએ કરવું પડશે. કલસ્ટર ક્વોરન્ટાઇન કરાતાં સ્થાનિકોની અવરજવર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
ગઈકાલ સાંજથી અત્યાર સુધી ગુજરાતમાં કોરોના (corona virus)ના 46 નવા કેસ આવ્યા છે. જેમાં અમદાવાદ (Ahmedabad) કોરોનાના વિસ્ફોટ પર બેસેલુ હોય તેવુ લાગે છે. અમદાવાદમાં આજે નવા 11 દર્દીઓનો ઉમેરો થયો છે. આ સાથે જ અમદાવાદમાં કુલ દર્દીઓની સંખ્યા 153 પર પહોંચી છે. અમદાવાદમાં આરોગ્ય વિભાગના એક ડોક્ટરનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હોવાનું આરોગ્ય અગ્ર સચિવે જણાવ્યું. આ તબીબ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા. હાલ કોરોનાની કામગીરી માટે અમદાવાદ સિટીમાં ફરજ બજાવતા હતા. અમદાવાદમાં જે નવા 11 કેસ સામે આવ્યા છે.
અમદાવાદમાં નવા આવેલા કેસો કાલુપુર, માણેકચોક, જુહાપુરા, બાપુનગર, નવા વાડજ અને બાવળાના છે. રાજ્યમાં સૌથી વધુ કોરોનાના પોઝિટિવ કેસ અમદાવાદમાં સામે આવ્યાં છે. ત્યારે અમદાવાદમાં કોરોનાના વધતા વ્યાપને અટકાવી શકાય તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોટ વિસ્તારમાં મેગા સર્વેલન્સ હાથ ધરાયું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે