દુર્ઘટનાને દેર ભલી હે: ઉત્તરગુજરાતનું કાણીયોલ ગામ 7 દિવસ માટે સ્વયંભૂ પાળશે બંધ

જિલ્લામાં વધતા કોરોના સંક્રમણને અટકાવવા માટે ગામડાઓ સ્વંયભુ બંધ પાળી રહ્યા છે. હિંમતનગરનું કાણીયોલ ગામ આજથી સાત દિવસ માટે સ્વયંભુ સજ્જડ બંધ રહેશે. માત્ર સવાર સાંજ બે કલાક આવશ્યક ચીજ વસ્તુની દુકાનો રહશે. સાબરકાંઠા જીલ્લા સહીત સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે એને અટકાવવા માટે લોકો સ્વયભું લોકડાઉન કરી રહ્યા છે.અત્યાર સુધીમાં સાબરકાંઠા જીલ્લામાં 5000 જેટલા કોરોના પોઝેટીવ કેસ નોધાઇ ચુક્યા છે ત્યારે વધતા સંક્રમણ ને અટકાવવા માટે ગામડાઓ સ્વંયભુ બંધ પાળવા તરફ આગળ આવ્યા છે.
દુર્ઘટનાને દેર ભલી હે: ઉત્તરગુજરાતનું કાણીયોલ ગામ 7 દિવસ માટે સ્વયંભૂ પાળશે બંધ

શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા : જિલ્લામાં વધતા કોરોના સંક્રમણને અટકાવવા માટે ગામડાઓ સ્વંયભુ બંધ પાળી રહ્યા છે. હિંમતનગરનું કાણીયોલ ગામ આજથી સાત દિવસ માટે સ્વયંભુ સજ્જડ બંધ રહેશે. માત્ર સવાર સાંજ બે કલાક આવશ્યક ચીજ વસ્તુની દુકાનો રહશે. સાબરકાંઠા જીલ્લા સહીત સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે એને અટકાવવા માટે લોકો સ્વયભું લોકડાઉન કરી રહ્યા છે.અત્યાર સુધીમાં સાબરકાંઠા જીલ્લામાં 5000 જેટલા કોરોના પોઝેટીવ કેસ નોધાઇ ચુક્યા છે ત્યારે વધતા સંક્રમણ ને અટકાવવા માટે ગામડાઓ સ્વંયભુ બંધ પાળવા તરફ આગળ આવ્યા છે.

જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરના કાણીયોલ ગામ માં વધતા કોરોના સંક્રમણને અટકાવવા માટે ગામને સાત દિવસ સંયભુ બંધ રાખવાનો ગ્રામજનોએ નિર્ણય કર્યો છે.ગામના આગેવાનોએ બેઠક કરી ગ્રામજનોની સુખાકારી માટે સાત દિવસ સંપૂર્ણ લોકડાઉન રાખવાનો નિર્ણય કરાયો છે જેને લઈને ગામના રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે બપોરના સમયે આ લોક ડાઉનનો ચુસ્ત અમલ જોવા મળી રહ્યો છે.

હિંમતનગર તાલુકાના કાણીયોલ ગામમાં આશરે ૨૨૦૦ જેટલા લોકો વસવાટ કરી રહ્યા છે ગામમાં વસતા ગ્રામજનો મુખ્યત્વે ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે ત્યારે ગામમાં સ્થાનિકોને કોરોના કેસ પોઝીટીવ આવ્યા છે.ગામમાં ફળીયે ફળીયે કોરોનાના કેસો નોધાયા છે જેને લઈને ફળિયામાં જવાના રસ્તે સ્થાનિકોએ જ લાલ કપડાની પટ્ટી લગાવી દીધી છે જેને લઈને  કોરોના સંક્રમણ વધે નહીં એ માટે ગ્રામજનોએ સાત દિવસ ગામ સ્વંયભુ સજ્જડ બંધ પાળ્યું છે.ગામમાં આવેલ તમામ દુકાનો પણ બંધ રહશે અને આવશયક ચીજ વસ્તુની દુકાન સવાર સાંજ બે બે કલાક શરૂ રહેશે ત્યારબાદ તમામ દુકાનો પણ બંધ રાખવાનો નિર્ણય ગ્રામજનોએ કર્યો છે.તો થયેલ સ્વંયભુ બંધનું ચુસ્ત પણે અમલ જોવા મળી રહ્યો છે.

એક તરફ રાજ્યમાં દિન પ્રતિદિન કોરોના કેસોમાં ધરખમ વધારો નોંધાઇ રહ્યો છે તો બીજી તરફ વધતા સંક્રમણ ને અટકાવવા માટે ગામડાઓ સ્વંયભુ બંધ પાળી રહ્યા છે.સરકાર દ્વારા મહાનગરોમાં રાત્રી કરફ્યુ અમલ કરી સંક્રમણ અટકાવવા પ્રયત્ન કરી રહ્યુ છે તો બીજી તરફ કાણીયોલમાં ગ્રામજનો સ્વંયભુ પણ બંધ પાળી કોરોના સંક્રમણ ઘટાડવાના પ્રયત્નો કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news