ગુજરાતનું આ શહેર હવે વિદેશને ટક્કર મારશે! એરપોર્ટને ટક્કર મારે એવું વર્લ્ડ ક્લાસ બનશે રેલવે સ્ટેશન
કાલુપુર રેલ્વે સ્ટેશન પર પાર્સલ મોકલવા માટે એક અલગ બિલ્ડિંગ તૈયાર કરવામાં આવશે. જેની એન્ટ્રી પણ અલગથી રાખવામાં આવશે. હાલના તમામ પ્લેટફોર્મમાં લિફ્ટ સિસ્ટમ છે. હવે તેની જગ્યાએ 8 લિફ્ટ અને 8 એસ્કેલેટર બનાવવામાં આવશે.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના વિકાસ માટે સતત બ્યુટીફિકેશન પર ખાસ કામો થઈ રહ્યા છે. આ અંતર્ગત અમદાવાદ શહેરના કાલુપુર રેલ્વે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. નવીનીકરણ બાદ મુસાફરોને કાલુપુર રેલ્વે સ્ટેશન પર ઘણી આધુનિક સુવિધાઓ મળશે. કહેવામાં આવી રહ્યું છે કે કાલુપુર રેલ્વે સ્ટેશનમાં એરપોર્ટ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે.
તમને જણાવી દઈએ કે કાલુપુર રેલ્વે સ્ટેશન પર પાર્સલ મોકલવા માટે એક અલગ બિલ્ડિંગ તૈયાર કરવામાં આવશે. જેની એન્ટ્રી પણ અલગથી રાખવામાં આવશે. હાલના તમામ પ્લેટફોર્મમાં લિફ્ટ સિસ્ટમ છે. હવે તેની જગ્યાએ 8 લિફ્ટ અને 8 એસ્કેલેટર બનાવવામાં આવશે. કાલુપુર રેલ્વે સ્ટેશનમાં એરપોર્ટ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ ઉપરાંત બુલેટ ટ્રેન, મેટ્રો, બીઆરટીએસ, એએમટીએસ સહિતની તમામ વાહન પરિવહન વ્યવસ્થા પણ એક જ જગ્યાએ ઉપલબ્ધ રહેશે.
કાલુપુર, સરસપુર, દરિયાપુર જેવા વિસ્તારોમાંથી અવર-જવર કરતા લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે આગામી 15 વર્ષ માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જ્યાં કાલુપુર બ્રીજથી સારંગપુર બ્રિજ સુધી હયાત રોડની ઉપર એલિવેટેડ રોડ બનાવવામાં આવી રહ્યો છે. જેથી મુસાફર બંને છેડે કોઈપણ વિક્ષેપ વગર આવ જા કરી શકશે. 2500 કરોડના ખચે અમદાવાદ અને 300 કરોડના ખર્ચે સાબરમતી રેલવે સ્ટેશનનું નવીનીકરણ ચાલી રહ્યું છે. કાલુપુર જેવા વ્યસ્ત અને ગીચ વિસ્તારમાં વર્તમાન ટ્રાફિકને ઓછામાં ઓછી મુશ્કેલી પડે એ રીતે વર્ષ 2027 અંત સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાની ખાતરી રેલવેના ઉચ્ચ અધિકારીઓએ આપી છે.
આ સુવિધાઓ જોવા મળશે
કાલુપુર રેલવે સ્ટેશનમાં 90 હજાર ચોરસ મીટરના મુખ્ય સ્ટેશન બિલ્ડિંગમાં 30 લિફ્ટ, 6 એસ્કેલેટર અને 25 સીડી બનાવવામાં આવશે. તો સાત હજાર ચોરસ ફૂટ જેટલો ખૂલ્લો વિસ્તાર પેસેન્જરની અવર-જવર માટે રાખવામાં આવશે. આ રેલવે સ્ટેશનમાં ત્રણ હજાર કાર પાર્કિંગ, ચાર કાર લિફ્ટ સહિત કુલ 21 લિફ્ટ, 5 સ્ટાર હોટલ જેવી સુવિધા ઉભી કરાશે. તો પાર્સલ સેવા માટે અલગ-અલગ વિભાગ બનાવવામાં આવશે.
રેલવે સ્ટેશનમાં વીજળીની જરૂરીયાત માટે સોલર પેનલ, ઈલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગની સુવિધા, મુસાફરોની સલામતી માટે સીસીટીવી કેમેરા વિકસાવવામાં આવશે. એટલે કે આગામી ત્રણ વર્ષમાં અમદાવાદની શાનમાં વધુ એક વધારો થવાનો છે. આ કામ જૂન 2027 સુધી પૂર્ણ કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે