કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ, હવે કડી કોંગ્રેસમાં ઉઠી વિવાદની લહેર

 દેશ કોંગ્રેસમાં વિધિ મોરચે આંતરિક વિખવાદ સપાટી પર પહોંચીગ યો છે. કોંગ્રેસ હાલ પોતાના જ પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓના વિરોધનો સામનો કરી રહ્યું છે. ત્યારે રાજકોટ, સુરત બાદ હવે કડી કોંગ્રેસમાં પણ આંતરિક વિવાદ ઉભો થયો છે. કડી તાલુકાના કાર્યકરોનો કોંગ્રેસ કાર્યાલયે બેનર અને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે કાર્યકરોનો હોબાળો સામે આવ્યો છે. 

કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ, હવે કડી કોંગ્રેસમાં ઉઠી વિવાદની લહેર

ગૌરવ પટેલ/અમદાવાદ : દેશ કોંગ્રેસમાં વિધિ મોરચે આંતરિક વિખવાદ સપાટી પર પહોંચીગ યો છે. કોંગ્રેસ હાલ પોતાના જ પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓના વિરોધનો સામનો કરી રહ્યું છે. ત્યારે રાજકોટ, સુરત બાદ હવે કડી કોંગ્રેસમાં પણ આંતરિક વિવાદ ઉભો થયો છે. કડી તાલુકાના કાર્યકરોનો કોંગ્રેસ કાર્યાલયે બેનર અને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે કાર્યકરોનો હોબાળો સામે આવ્યો છે. 

કોંગ્રેસમાં આંતરિક વિખવાદ નથી, એવું નિવેદન પ્રભારી રાજીવ સાતવ દ્વારા આજ સવારે આપવામાં આવ્યું હતું. પણ ગણતરીના કલકોમાં જ નારાજ અસંતુષ્ટ કાર્યકરોએ પ્રદેશ કાર્યલાય ખાતે હલ્લાબોલ કર્યો હતો અને કડી તાલુકા પ્રમુખ મોહનજી ઠાકોરને હટાવવાની માંગ સાથે 200 જેટલા કાર્યકરોનું ટોળું ઘસી આવ્યું હતું. કડી તાલુકા કોંગ્રેસમાં થયેલી નિમણૂંકો અને નવનિયુક્ત પ્રમુખનો વિરોધ કરાયો છે. કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો હતો કે, પક્ષમાં કામ કરનારાઓને ન્યાય, માન સન્માન નથી મળી રહ્યું અને અન્યાય થઈ રહ્યો છે. તો બીજી તરફ, કલોલના સ્થાનિક ધારાસભ્યની ભલામણથી કડી તાલુકા પ્રમુખની વરણી કરવામાં આવી છે અને કામ કરનારાઓને દૂર રાખવામાં આવ્યા છે.

KadiCongress.jpg

તો બીજી તરફ, કોંગ્રેસમાં ચાલી રહેલા કકળાટને લઈને રાજુ પરમાર સિનિયર નેતાઓના બચાવમાં આવ્યા છે. પ્રભારી રાજીવ સાતવની અધ્યક્ષતામાં કોંગ્રેસના નેતાઓની  બેઠક  મળી હતી. જેમાં લોકસભાની ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં કોંગ્રેસના સિનિયર નેતાઓનું રાજુ પરમારે સમર્થન કર્યું. તેમણે કહ્યું કે, સિનિયર નેતાઓને લોકસભાની ટિકીટ આપવી જોઈએ. કારણ કે જુનિયર નેતાઓ કરતા સિનિયર નેતાઓ ભાજપના પ્રચાર સામે સિનિયર નેતાઓ જ લડી શકે. આવું કહીને તેમણે યુવા નેતાઓને પણ આડકતરી રીતે નવા નિશાળિયા ગણાવ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, આ પહેલા કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે એવું નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસના સિનિયર નેતાઓ યુવા નેતાઓથી નારાજ ચાલી રહ્યા છે અને પોતાની રીતે ખાનગી બેઠકો કરી રહ્યા છે. જાણે તેમનો ગરાસ લૂંટાઈ ગયો હોય.

ગણતરીની મિનીટમાં અમદાવાદથી કુંભ મેળા પહોંચાશે, વાંચી લો ફટાફટ

કોંગ્રેસના આંતરિખ વિખવાદ પર ભાજપના પ્રહાર
કોંગ્રેસમાં સિનિયર અને જુનિયર નેતાઓ વચ્ચેની જૂથ બંધી અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રહાર કર્યા છે. ગાંધીનગરમાં વિશ્વમંગલ ગુરુકૂળના રજત જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાજરી આપી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું કે, કોંગ્રેસમાં આ સહજ છે. નેતાગીરીનો અભાવ છે અને જસદણની ચૂંટણી હાર્યા પછી કોંગ્રેસના નેતાઓ અપસેટ થઈ ગયા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ ભલે ગમે તેવા પ્રયાસ કરે રંતુ લોકસભાની ચૂંટણીમાં ભાજપની જ જીત થવાની છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news