ચાલુ શાળામાં આચાર્ય અને શિક્ષિકાની કામલીલા આવી સામે, વીડિયો થયો વાયરલ
શાળામાં આચાર્ય અને શિક્ષકનો કામલીલાનો વીડિયો વાયરલ, શિક્ષણ અધિકારીએ આપ્યા તપાસના આદેશ
Trending Photos
દાહોદ: જિલ્લાની એક શાળામાં આચાર્ય દ્વારા શાળાની શિક્ષિકાને પ્રેમના પાઠ શીખવતા હોવાનો વીડિયો વાઈરલ થયો છે. આચાર્યએ શાળાના ક્લાસરૂમમાં જ શિક્ષિકા સાથે પ્રેમના પાઠ શરૂ કરી દીધા હતા. ત્યારે આ વીડિયો વાઈરલ થતાં શિક્ષણ જગતમાં ખળભળાટ મચ્યો છે. આ વીડિયો સંજેલી તાલુકાની ભામણ ગામની પ્રાથમિક શાળાનો હોવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે આ વીડિયોને લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા છે.
આ સમગ્ર ઘટના પરથી એ જ સવાલ થઈ રહ્યો છે કે શું શાળાની શિક્ષિકાને પોતાની જવાબદારીનું ભાન નથી. આવી તો કેવી રીતે આચાર્ય અને શિક્ષિકા શાળામાં જ કામલીલામાં લાગી જાય છે. કેમ આ હદે બેજવાબદાર બન્યાં છે શાળાના આચાર્ય ? શું આચાર્ય નૈતિક જવાબદારી પણ ભૂલી ગયા છે ? ત્યારે નાનકડા બાળકોની શાળામાં આ હદની હરકત ચલાવી લેવાય ખરી ? જ્યારે શાળામાં જ આવી હરકતો ચાલી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે