રોતા રોતા યુવક બોલ્યો: 'પેપર ફૂટતાં અમારું મનોબળ ચકનાચૂર થઈ ગયું', મેં તો મહેનત કરી, પણ મમ્મી પેપર ફૂટી ગયું...!

Exam Pater Leak: અમદાવાદમાં કેટલાક વિદ્યાર્થીઓ રીતસરના રડી પડ્યા હતા અને જણાવ્યું હતું કે, સાહેબ, અમે કાલ સાંજના ઘરેથી નીકળ્યા છીએ. રાત્રે બે વાગ્યે અમે અહીં પહોંચી ગયા હતા. અમે આખી રાતના ઠંડીમાં ઉજાગરા કરીને પેપર આપવા માટે આવ્યા છીએ.

રોતા રોતા યુવક બોલ્યો: 'પેપર ફૂટતાં અમારું મનોબળ ચકનાચૂર થઈ ગયું', મેં તો મહેનત કરી, પણ મમ્મી પેપર ફૂટી ગયું...!

Exam Pater Leak: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3 જુનિયર ક્લાર્કની આજે લેવાનારી પરીક્ષા ફરી પેપર ફૂટવાને કારણે મોકૂફ રાખવાની નોબત આવી છે. જેને કારણે પરીક્ષાની તૈયારી કરનારા લાખો પરીક્ષાર્થીઓના સપનાઓ પર પાણી ફરી વળ્યુ છે. જુનિયર કલાકની પરીક્ષાનું પેપર ફૂટતા વિર્ધથીઓમાં નારાજગી જોવા મળી રહી છે. મહત્વની વાત એ છે વિદ્યાથીઓ કરેલી મહેનત પર પાણી ફરી વળ્યુ છે. જૂનિયર ક્લાર્કની પરીક્ષા રદ થતાં વિદ્યાર્થીઓમાં નારાજગી અને દુ:ખની લાગણીઓ વ્યક્ત થતી દેખાઈ રહી છે. બીજી બાજુ ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા દૂર-દૂરથી પેપર આપવા પહોંચેલા ઉમેદવારોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે કેમેરા સામે કેટલાંક વિદ્યાર્થીઓએ પોતાની વ્યથા વ્યક્ત કરતા ભાવુક થઈ ગયા હતા.

પાલનપુર બસસ્ટેન્ડ ઉપર વિધાર્થીઓએ હોબાળો મચાવ્યો છે. વિધાર્થીઓ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હું શંખેશ્વરથી આવું છું આજે પેપર ફૂટવાથી પરીક્ષા રદ થઈ જેને પણ આ કર્યું હોય તેને કડક સજા થવી જોઈએ. વિધાર્થીઓનો આક્રોશ વધતા આખરે એસટી વિભાગ દ્વારા વિધાર્થીઓને ભાડાના પૈસા પરત આપવાની વાત કરી પૈસા પરત આપવાની શરૂઆત કરતા વિધાર્થીઓને આક્રોશ શાંત પડ્યો હતો પરંતુ વિધાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થતાં પેપર ફોડનારને કડક સજા થાય તેવી વિધાર્થીઓએ માંગ કરી હતી

ભરોસાની સરકાર છે. પણ હવે કોના પર વિશ્વાસ કરવો?
બસ સ્ટેન્ડ પર ઉમેદવારોએ જણાવ્યું હતું કે, અમે સરકારને પહેલાં 99 હતી હવે તો 156 સીટ આપી તો અમને ભોરોસો તો આપો. વડોદરામાં એક મહિલા ઉમેદવાર પરીક્ષા આપવા આવી પહોંચી હતી. તેણે જણાવ્યું હતું કે, ચાલો હવે તો ભરોસાની સરકાર છે. પણ હવે કોના પર વિશ્વાસ કરવો, હવે કોઈના પર ભરોસો કરવો મુશ્કેલ થઈ ગયો છે.

જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીકનો મામલે પરીક્ષા મોકૂફ કરતાં પરીક્ષાર્થીઓની મહેનત પર પાણી ફર્યુ. જામનગરના મયુરસિંહ પરમારનું સપનું પણ તૂટ્યું. પરીક્ષા રદ થતાં મયુરસિંહની આંખમાંથી અશ્રુ સરી પડ્યા. પ્રાઈવેટ નોકરીની સાથે સરકારી નોકરીની તૈયારી કરું છું. પેપર ફૂટતાં અમારું મનોબળ ચકનાચૂર થઈ ગયું છે. કૌભાંડીઓ સામે આકરી કાર્યવાહીની માગણી કરવામાં આવી છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) January 29, 2023

અમદાવાદમાં કેટલાક વિદ્યાર્થીઓ રીતસરના રડી પડ્યા હતા અને જણાવ્યું હતું કે, સાહેબ, અમે કાલ સાંજના ઘરેથી નીકળ્યા છીએ. રાત્રે બે વાગ્યે અમે અહીં પહોંચી ગયા હતા. અમે આખી રાતના ઠંડીમાં ઉજાગરા કરીને પેપર આપવા માટે આવ્યા છીએ. અહીં પહોંચ્યા બાદ વહેલી સવારે અમને સમાચાર મળ્યા કે પેપર લીક થવાના કારણે પરીક્ષા રદ કરવામાં આવી છે. અમારા વાલીઓ અમને કાળી મજૂરી કરીને ભણાવે છે. પૈસાવાળી પાર્ટી છે એ પેપર ફોડી નાખે છે. સાહેબ ભરતી નહીં આવે તો ચાલશે પણ પેપર ફૂટવા ન જોઈએ.'  

સુરતમાં 187 સેન્ટરો પર  57 હજાર ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. પરીક્ષા પહેલા જ પેપર લીક થતા ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એટલું નહિ પણ પરંતુ પેપર ફૂટવાના કારણે પરીક્ષા પણ રદ કરી દેવાય છે. જોકે પરીક્ષા રદ કરી દેવામાં આવતા દૂર દૂરથી પરીક્ષા દેવા આવેલા વિર્ધાથીઓમા રોષ ભભુકી ઉઠયો હતું એટલું નહિ પણ સરકાર સામે પણ વિર્ધાથીઓએ આક્રરા પ્રહાર કર્યા હતા. 

નવસારી જિલ્લામાં પણ 72 કેન્દ્રો પર જુનિયર ક્લાર્કની પરીક્ષા રાખવામાં આવી હતી. જેની તંત્ર દ્વારા તૈયારી પણ પૂર્ણ કરી પરીક્ષાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપે એવી વ્યવસ્થા ગોઠવાઈ હતી. પરંતુ પરીક્ષા રદ્દ થતા જિલ્લામાં 27030 પરીક્ષાર્થીઓ અટવાયા છે. પરીક્ષા રદ્દ થવાના સમાચાર મળતા તમામ પરીક્ષા કેન્દ્રોના સંચાલકોને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા એલર્ટ કરી પરીક્ષાર્થીઓને પૂરતી માહિતી મળી રહે એવી વ્યવસ્થા કરાઇ છે. જેની સાથે જ નવસારીની સંસ્કાર ભારતી સ્કૂલમાં કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. સાથે જ પરીક્ષા કેન્દ્રો પર કોઈ અનિચ્છનિય ઘટના ન બને એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. તેમજ પરીક્ષાર્થીઓને શાંતિ જાળવી રાખવા અપીલ પણ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, પરીક્ષા પહેલાં પેપર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવી છે. જેને કારણે 9 લાખ 53,000થી વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં ગઈ છે. સવારે કડકડતી ઠંડીમાં 4-4 અને 5-5 વાગ્યે ઊઠીને પરીક્ષા કેન્દ્રો પર પહોંચે તે પહેલાં બસસ્ટેન્ડ કે રેલવે સ્ટેશને જ જાણ થઈ ગઈ કે, પેપર તો ફૂટી ગયું છે. આવા સમયે ઉમેદવારોએ બળાપો કાઢ્યો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news